બ્રહ્માંડ ફાઉન્ડેશનના ડેનીસભાઈ આડેસરા દ્વારા છેલ્લા ૮ વર્ષથી ડ્રાઇવિંગ લાયસન્સમાં ઓર્ગન ડોનરનું ફોર્મ ભરવાનું સમજાવવામાં આવ્યું અને તેના પરિણામ રૂપે સમગ્ર ભારતમાં ૮ કરોડથી વધુ લોકોએ આ અભિયાનમાં જોડાઈને પોતાના ડ્રાઇવિંગ લાયસન્સ માં ઓર્ગન ડોનેશન કરવાનું સ્વીકારી ફોર્મ ભરેલ છે. આ અભિયાન ખૂબ સારું છે પ્રિન્ટ મીડિયા તથા ઈલેક્ટ્રોનિક મીડિયાએ લોકોની જાગૃતિ માટે ખૂબ સુંદર કવરેજ આ વિચારને લોકો સુધી પહોંચાડ્યા છે જેથી વધુ લોકો જોડાઈ શકે અને આ અંગદાન પ્રવૃત્તિ ને વધુ વેગ મળે જેનાથી સમાજના ઘણા બધા લોકોને ફાયદો મળશે જ પરંતુ આ જ વિચાર બાળકોને સ્કૂલમાથી જ જો સમજાવવામાં આવે તો બ્લડ ડોનેશન, આંખ ડોનેશન અને ઓર્ગન ડોનેશન અને વધુ તો હવે સ્કીન ડોનેશન પણ થઈ શકે છે. આ વિષય બનાવીને સ્કૂલ અથવા કોલેજોનાં અભ્યાસક્રમમાં લેવામાં આવે તો વધુ સારી રીતે આ અંગે બાળકો તથા યુવાનોમાં જાગૃતિ આવે તો રસ્તા ઉપર કે અન્ય જગ્યાએ અત્યારનાં સમયમાં ગંભીર સમસ્યા રૂપે જે રસ્તા પર અકસ્માતમાં આવો પ્રસંગ બને ત્યારે સત્વરે માનવના શરીરના અંગોનું ડોનેશન થાય તો ઝડપથી ઘણી બધી જિંદગીઓને બચાવી શકે તેમ છે. વિજ્ઞાને આજે કુત્રિમ અંગો બનાવવાનું પણ પહેલ કરી છે પરંતુ તે ખર્ચાળ અને તે ભવિષ્યમાં કેટલો સમય કામ કરશે તે નક્કી હોતું નથી ત્યારે માનવ અંગોનું પ્રત્યારોપણ કરીને જે ફાયદો મળે તે વધુ સારો છે કેમ કે વિજ્ઞાને બનાવેલી વસ્તુ કે ફોરેન બોડી છે અને મળેલું અંગદાન એ કુદરતી હોય તેમાં કુદરતી રીતે વઘઘટ પણ થઈ શકે છે માટે લોક જાગૃતિ માટે શિક્ષણ વિદો,શાળાઓ,કોલેજો,યુનિવર્સિટિઓ અને ક્લાસીસમાં આ મુદ્દાને વધુ વિગતે સમજાવે તેવી દરેકને નમ્ર અરજ છે.

જો સ્કૂલ કક્ષાએથી જ અંગદાન જાગૃતિ અંગે ભણાવવામાં આવે તો સમાજને થતાં ફાયદાઓ એ માટે સૌથી આવશ્યક છે મગજમૃત(બ્રેન ડેડ) વ્યક્તિનાં અંગોનું દાન. કિડની,લીવર,હૃદય,પેનક્રિયાસ,ફેફસા એ બધા અંગો માનવીને કુદરતે આપેલી અદભૂત ભેટ છે. માનવીનું તંદુરસ્ત જીવન આ બધા અવયવો સાબૂત હોય અને સ્વસ્થતથી પોતાનું કામ કરતાં હોય તેના પર આધારિત છે. વિજ્ઞાને આ અવયવોની ખરાબ અવસ્થામાં પણ માનવીનું જીવન યથાવત રહે,પ્રત્યારોપણ થાય તો એ વ્યક્તિ(દર્દી) ને નવું જીવન મળે છે. આ માટે જરૂર પડે છે માનવીના અંગોની આ અંગોની સતત ખેચ હોય એ સ્વાભાવિક છે. કેટલાંક દર્દીઓને તેમના સગા-સ્નેહીનાં અંગ મળી જતાં હોય છે, પણ આ મુખ્ય અંગોની ગંભીર માંદગીવાળા હજારો દર્દી એવા અંગો માટે તરસ્તા હોય છે. બીજી તરફ માર્ગ અકસ્માત,બ્રેન હેમરેજ કે અન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિનાં મગજને ગંભીર ઇજાઓ પહોંચે ત્યારે ઘણા બધા સંજોગોમાં વ્યક્તિનું મગજ નકામું થઈ જાય છે. તબીબી ભાષામાં એ વ્યક્તિ Brain Dead (બ્રેન ડેડ) ગણાય છે. આવી વ્યક્તિના કિડની,લીવર,હૃદય,પેનક્રિયાસ ,ફેફસા જેવા અંગો તદન સાબૂત અને જીવંત હોય છે. જો એ અંગો કાઢીને જેના આવા અંગો નિષ્ક્રિય થઈ ગયા છે તેમને આપે તો તેમની જિંદગી બચી શકે છે. વિદેશોમાં આ ડીસીઝડ ઓર્ગન હાર્વેસ્ટિંગ (Decease Organ Harvesting) ની પ્રવૃતિ ખૂબ મોટાપાયે થતી હોય છે. તમિલનાડુ રાજ્યને બાદ કરતાં અન્ય રાજ્યોમાં આ પ્રવૃતિ તદન ઓછી છે. ખૂબ જ વિકસિત અને વિકાસશીલ ગણાતા ગુજરાતમાં પણ આ સેવા પ્રવૃતિ નહિવત છે. ભારતમાં અંગદાનનું ચિત્ર સાવ કંગાળ છે.૨૦૧૩ ના આંકડા મુજબ દર દસ લાખ જણે  ૮૫૧ અંગદાન થાય છે. એમાં તમિલનાડુનો હિસ્સો ૪૫.૫૩ ટકા જેટલો સિંહભાગ છે. તમિલનાડુ પછી આંધ્રપ્રદેશનો હિસ્સો ૧૩.૧૬ ટકા અને કેરલનો હિસ્સો ૧૦.૩૨ ટકા છે. આ ત્રણ પૈકી તમિલનાડુ અને આંધ્રપ્રદેશ ઓછા વિકસિત ગણાય અને કેરળ સાવ ટચૂકડું ગણાય. આ ત્રણે રાજ્યોનો હિસ્સો આખા દેશના કુલ અંગદાનોમાં ૭૧.૪૨ ટકા જેટલો એટલે કે લગભગ પોણા ભાગ જેટલો થાય છે. બાકીના ૨૮.૫૩ ટકામાં આખો દેશ. સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશનો,પંજાબ,જેવા વિકસિત રાજ્યોમાં નહિવત અંગદાન થાય છે. દુનિયામાં ભારત અંગદાનના કિસ્સામાં ખૂબ જ પછાત છે. ભારતમાં મગજમૃત અંગદાન ખૂબ જ ઓછા થાય છે. વિશ્વમાં અંગદાનમાં સૌથી મોખરે ટચૂકડો દેશ ક્રોશિયા છે. જ્યા દર દસ લાખે ૩૬.૫ અંગદાન થાય છે. સ્પેનમાં દર દસ લાખે ૩૫ અંગદાન થાય છે. તમિલનાડુ સરકાર અને મોહન ફાઉન્ડેશન જેવા એન. જી.ઓ એ જબરજસ્ત કામ કર્યું છે. દેશમાં આર્થિક વિકાસ માટે ભલે ગુજરાતમાં ધાર્મિક સંસ્થાઓ,ટ્રસ્ટો,રોટરી ક્લબ,લાયન ક્લબ જેવી સેવાભાવિ સંસ્થાઓ આ લોકજાગૃતિની પ્રવૃતિ હાથ ધરે તો જેમ રકતદાનમાં ગુજરાતનો આખા દેશમાં ડંકો વાગે છે તેમ થઈ શકે. હજારો દર્દીઓ જે મરણોન્મુખ છે,એમને નવી જિંદગી મળી શકે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *