શ્રીમતિ કુસુમબેન બાબુભાઇ સારિખડાને ત્રણ દિવસ પહેલા અચાનક બેભાન થઇ જવાથી શહેરનીપ્રખ્યાત ગોકુલ હોસ્પિટલમા તાત્કાલિક સારવાર માટે ખસેડવામા આવ્યા. તપાસ કરતા માલુમ થયુ કેતેઓને મગજમા ખુબ જ મોટો સ્ટ્રોક આવ્યો છે. એની સારવાર માટે સૌપ્રથમ તેમના મગજની લોહીનીનળીમાથી જામેલ રક્તને ઓગાળવાની સારવાર કરવામા આવી. ગોકુલ હોસ્પિટલની આખી ટીમ ન્યુરોસર્જન ડો. પ્રકાશ મોઢા, ડો. અનિશ ગાંધી, ડો. ત્રિશાંત ચોટાઇ, ન્યુરો ફીઝીશિયન ડો. દુશ્ચંત સાંકળીયાતેમજ ક્રિટીકલ કેર ટીમ ડો. દિગ્વિજયસિંહ જાડેજા, ડો. પ્રિયંકાબા જાડેજા, ડો. હાર્દિક વેકરીયાની સઘનસારવાર કરવા છતા મગજમા ખુબજ ડેમેજ હોવાથી સારવાર કારગત ન નીવડી અને એમનુ બ્રેઇનડેડ થઇ ગયું. આ દુ:ખદ પરિસ્થિતીની જાણ ડોકટર્સે તેમના પતિ બાબુભાઇ સારીખડા, પુત્ર અજયકુમારસારીખડા, વિજયભાઇ સારીખડા, પુત્રી રીટાબેન વાઢેર અને અન્ય સગા સંબંધીઓને કરી. અને આવખતે એમના સંબંધી કમલેશભાઇ પારેખ, સ્વાતીબેન પારેખ તથા જામનગર જી. જી. હોસ્પિટલમાસર્વિસ કરતા અને અંગદાનમા પહેલેથી જ જાગ્રુત એવા શ્રી સંજયભાઇ સારીખડા એ કુટુંબીજનોનેઅંગદાન અંગે સમજાવ્યુ અને ત્યારબાદ સગાઓ તૈયાર થતા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ડો.દિવ્યેશ વિરોજા, ડો. તેજસ કરમટા, ભાવનાબેન મંડલી, મિતલભાઇ ખેતાણી, અનિલભાઇ શિયાળ અનેઅન્ય સંબંધીઓએ અંગદાન માટેની સમગ્ર પ્રક્રિયા સફળતા પૂર્વક કરી. આ વખતે ગોકુલ હોસ્પિટલનોસમગ્ર સ્ટાફ તથા મેડીકલ એડમીન વૈભવભાઇ દવે એ સંપૂર્ણ સહકાર આપ્યો. રાજકોટમાંથી આ ૯૩મા અંગદાનની સફળતા પૂર્વકની સર્જરીમા સહકાર આપવા બદલ સર્વે લોકોને શત શત નમન.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *