ઋતુ બદલાતા, ખરાબ વાતાવરણ અને હવામાં ભેજ હોવાને કારણે ગળું ખરાબ થવું, શરદી-ખાંસીની અંજીર શિયાળામાં ખવાતુ સૌથી મનપસંદ ફળ છે. તાજા અંજીરમાં વિટામીન A સૌથી વધારે પ્રમાણમાં હોય છે. અંજીર એક સ્વાદિષ્ટ, સ્વાસ્થ્યવર્ધક અને ખૂબ જ ઉપયોગી ફળ છે. વૈજ્ઞાનિકો અનુસાર અંજીરના ડ્રાયફ્રૂટમાં કાર્બોહાઇડ્રેટ 63 ટકા, પ્રોટીન 5.5 ટકા, સેલ્યુલોઝ 7.3 ટકા, ખનિજ ક્ષાર 3 ટકા, અમ્લ 1.2 ટકા અને પાણી 20.8 ટકા હોય છે. વિટામીન બી અને વિટામીન સી પણ હોય છે. જાણો, અંજીર ખાવાના કેટલાય ફાયદાઓ વિશે…

મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરની બિમારીઓ વધી રહી છે. મહિલાઓમાં થતા બ્રેસ્ટ કેન્સર માટે તે ખૂબ જ લાભકારી છે. દરરોજ અંજીર ખાવાથી તેનું જોખમ ઘટી જાય છે.

અંજીરમાં ફાઇબર હોય છે જે પાચનક્રિયામાં મદદ કરે છે. કબજિયાતની સમસ્યા દૂર કરવામાં અંજીર લાભદાયી છે. દરરોજ ત્રણ અંજીર ખાવાથી કબજિયાતની સમસ્યાથી છૂટકારો મળી શકે છે.

ફેફસાંના રોગમાં પાંચ અંજીર એક ગ્લાસ પાણીમાં ઉકાળીને ગાળીને સવાર-સાંજ પીવું જોઇએ.

અંજીરના સેવનથી સુકી ખાંસીની સમસ્યા પણ દૂર થઇ જાય છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *