અખિલ ગૌશાળા – પાંજરાપોળ યુવા કચ્છ સંઘ દ્વારા ૩-માર્ચ-ર૦રર નાં રોજ ગુજરાત રાજયનાં બજેટમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા ગૌમાતાની ભરણ પોષણની વિકટ પરિસ્થિતિને ધ્યાને લઈ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે ૫૦૦ + ૧૦૦ = ૬૦૦ કરોડ રૂપિયા ગુજરાત રાજયનાં ચાર લાખ બેતાલીસ હજાર જે પાંજરાપોળ ગૌશાળામાં નિભાવ થતા પશુઓ માટે જાહેરાત થયેલ તે બદલ ગુજરાત રાજયની તમામ પાંજરાપોળ ગૌશાળાઓનાં ટ્રસ્ટીગણ, સાધુ-સંતો, સંઘો વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
તા.૧૮/૦૫/૨૦રરનાં રોજ રાજય સરકારની કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની મંજુરી આપવામાં આવી હતી તેવી સરકારશ્રીનાં કેબિનેટ મંત્રીશ્રી અને સરકારશ્રીનાં પ્રવકતા શ્રી જીતુભાઈ વાધાણી સાહેબ દ્વારા ઈલેકટ્રોનીક મીડીયામાં જાહેરાત કરવામાં આવેલ ત્યારબાદ વારંવાર ગુજરાત રાજયની તમામ પાંજરાપોળ-ગૌશાળાઓ દ્વારા લેખિત-મૌખિક રજુઆત કરવા છતા, કેબિનેટની મંજુરી મળેલ છતા આજ સુધી ઠરાવ બહાર પાડવામાં આવેલ નથી ત્યારે ગુજરાત રાજયની પાંજરાપોળ ગૌશાળાઓમાં નિભાવ થતા લાખો પશુધનને નિભાવવાની અતિ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે. જે અતિ દુ:ખ દાયક ગણી શકાય. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરવામાં આવી છે કે તાત્કાલીક ધોરણે ઠરાવ બહાર પાડવામાં આવે અને સરકારશ્રીએ કરેલ જાહેરાત અનુસંધાને એક પશુદિઠ-૩૦ રૂપિયા લેખે ચુકવણી કરવામાં આવે.
રજૂઆતમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે સરકારશ્રીના સંવેદનશીલ નિર્ણય ગૌમાતા પોષણ યોજનાનો ઠરાવ શા માટે બહાર પાડવામાં આવતો નથી ગુજરાત સરકારમાં ઘણી વખત અછત કે કોરોના કાળ જેવા અતિ કપરા સમયે પાંજરાપોળ-ગૌશાળાઓને પશુ-સહાય આપવામાં આવેલ ત્યારે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હોઈ ત્યારબાદ ૮-દિવસ માં ઠરાવ બહાર પાડવામાં આવેલ છે ત્યારે મુખ્ય મંત્રી ગૌમાતા પોષણ યોજનાને કેબિનેટ બેઠકમાં મંજુર કર્યા પછી પણ બે-બે મહિના થવા છતા આજ દિન સુધી નિર્ણય લેવામાં આવેલ નથી ત્યારે કચ્છ જિલ્લાની તમામ પાંજરાપોળ ગૌશાળાઓ ના છુટકે અબોલ નિરાધાર પશુધનના ભરણ પોષણની વિકટ પરિસ્થિતિએ નિસ્વાર્થ ભાવે સેવા કરતા મહાજનો સાધુ સંતો ઉપવાસ આંદોલન કરવા મજબુર થવું પડે એ વ્યાજબી લાગતું નથી છતા તા.૨૧/૦૭/૨૦૨૨ના રોજ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાની શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ- રાતાતળાવના સ્થાપક વયોવૃધ્ધ શ્રી મનજીભાઈ ખીયશીભાઈ ભાનુશાલી( ઉ.૧-૭૪) કલેકટર કચેરી-ભુજ સામે આમરણાંત ઉપવાસ આંદોલન પર બેસવાના છે ત્યારે કચ્છ જિલ્લાની તમામ પાંજરાપોળ ગૌશાળાઓનું પતિનિધિત્વ કરતી સંસ્થા શ્રી અખિલ ગૌશાળા પાંજરાપોળ કચ્છ યુવા સંઘ-ભુજ, અને સંઘ સાથે જોડાયેલ તમામ પાંજરાપોળ ગૌશાળાઓના ટ્રસ્ટીગણ પ્રતિક ઉપવાસ પર બેસવાના છે માટે જીવદયા ક્ષેત્રે સેવાકીય કાર્ય કરતી સંસ્થાઓ ગૌમાતાના ભરણ-પોષણની વિકટ પરિસ્થિતિએ ઉપવાસ ઉપર બેસવું પડે એ અતિ દુ:ખ-દાયક ગણી શકાય ત્યારે ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ(દાદાશ્રી) ને નમ્ર વિનંતી કરવામાં આવી છે કે જીવદયાનું સેવાકીય કાર્ય કરતા મહાજનો, સાધુ સંતો , ઉપવાસ આદોલન ન કરે માટે ઠરાવ બહાર પાડવામાં આવે અને તાત્કાલીક સહાયનું ચુકવણું કરવામાં આવે તેવી લાખો પશુધન વતી નમ્ર વિનંતી સાથે માંગણી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *