અખિલ સૌરાષ્ટ્ર–કચ્છ રઘુવીર સેના (રાજકોટ) દ્રારા લોહીની વારસાગત, જીવલેણ બિમારી થેલેસેમીયાનો ભોગ બનેલા કુમળા ફુલ જેવા થેલેસેમીયા પીડીત બાળકો તેમજ તેમના સમગ્ર પરિવાર માટે ‘થેલેસેમીયા–ડે’ રવીવાર, તા. ૮, મે, સાંજે પ–૦૦ થી ૮–૦૦ કલાકે (સમયસર), ‘લોક વિજ્ઞાન કેન્દ્ર’, બાલભવનની બાજુમાં, આર્ટ ગેલેરીની સામે, રેસકોર્ષ, રાજકોટ ખાતે તમામ થેલેસેમીયા પીડીત બાળકો તથા તેમના પરીવારજનો માટે કાર્યક્રમ આયોજન કરાયું છે. થેસેલેમીયા લોહીનો વારસાગત રોગ છે. આ રોગથી પીડિત બાળકોને જન્મથી જ મહિનામાં બે – ચાર વખત લોહી ચડાવવું પડે છે. આ રોગનાં દર્દીઓએ આજીવન લોહીની સાથો સાથ અન્ય સારવાર પણ લેવી પડે છે. થેલેસેમિયા બાળકોની સારવારમાં હેમેટોલોજીસ્ટ (લોહીના રોગોના સુપર સ્પેશ્યાલીસ્ટ) ડોક્ટરની ભૂમિકા અતિ મહત્વની છે. આ કાર્યક્રમમાં શહેરના ખ્યાતનામ હેમેટોલોજીસ્ટ ડો. નિસર્ગ ઠક્કર થેલેસેમિયા બાળકોને સાંજે ૬ : ૦૦ થી ૬ : ૩૦ કલાક દરમિયાન માર્ગદર્શન આપશે. ડો. નિસર્ગ ઠક્કર હાલ રાજકોટ શહેરની ખ્યાતનામ વોકાર્ડ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે. ડો. નિસર્ગ લોહીના રોગો જેવા કે થેલેસેમિયા, હેમોફિલિયા, બ્લડ કેન્સર જેવી બીમારીઓ ઉપરાંત બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ પર કામ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. ડો. નિસર્ગ ઠક્કર દ્વારા થેલેસેમિયા બાળકો માટે શ્રેષ્ઠત્તમ સારવાર કેવી હોવી જોઈએ તે અંગે માર્ગદર્શન આપવામાં આવેશે. બાળકોએ લોહી ચડાવવમાં શું ધ્યાન રાખવું, જરૂરી દવાઓ કઈ લેવી, બાળકોને યોગ્ય સારવાર ન મળવાથી ઉભી થતી તકલીફો વિષે માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ, હેપ્લો ટ્રાન્સપ્લાન્ટ તેમજ થેલેસેમિયા માટે ભવિષ્યમાં આવનાર દવાઓ / સારવાર વિષે માર્ગદર્શન આપવામાં આવનાર છે. કાર્યક્રમમાં અંતે પ્રશ્નોતરી દ્વારા બાળકો અને વાલીઓની સારવાર સબંધી મૂંઝવણો દુર કરવામાં આવશે. આ કાર્યક્રમથી દરેક થેલેસેમિયા બાળકોને યોગ્ય માર્ગદર્શન મળી રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે અખિલ સૌરાષ્ટ્ર–કચ્છ રઘુવીર સેના (રાજકોટ)નાં પ્રમુખ મિતલ ખેતાણી, જીતુલભાઈ કોટેચા વિવેકાનંદ યુથ ક્લબનાં અનુsપમભાઈ દોશી, ડો. રવિ ધાનાણી સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. વિશેષ માહિતી માટે અખિલ સૌરાષ્ટ્ર–કચ્છ રઘુવીર સેના (રાજકોટ)નાં પ્રમુખ મિતલ ખેતાણી (મો.નં. ૯૮ર૪ર ર૧૯૯૯), જીતુલભાઈ કોટેચા (મો.૯૩૭૪૧ પ૪૦૦૦) તથા વિવેકાનંદ યુથ કલબનાં અનુપમ દોશી (મો.નં. ૯૪ર૮ર ૩૩૭૯૬), ડો. રવી ધાનાણી (મો.૭૦૧૬૯ પ૩૩પ૧), ડો. રમેશભાઈ ભાયાણી નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *