> અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના (રાજકોટ) દ્વારા થેલેસેમીયા પીડીત બાળકો તેમજ તેમના પરીવાર માટે થેલેસેમીયા—ડે’ નિમીતે ‘આનંદોત્સવ’ અને ભોજન સમારોહ યોજાયો.
> થેલેસેમીક બાળકો તથા તેમના પરીવારજનોએ લાભ લીધો.
> થેલેસેમીયા પીડીત બાળક જય જીતુલભાઈ કોટેચા (હોટેલ યુરોપા ઈન) પરીવારનો સંપૂર્ણ આર્થિક સહયોગ
અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના (રાજકોટ) દ્વારા લોહીની વારસાગત, જીવલેણ બિમારી થેલેસેમીયાનો ભોગ બનેલા કુમળા ફુલ જેવા થેલેસેમીયા પીડીત બાળકો તેમજ તેમના સમગ્ર પરિવાર માટે ‘થેલેસેમીયા–ડે’ નિમીતે “આનંદોત્સવ” તથા ભોજન સમારોહનું પણ આયોજન કરાયું હતું. આ આયોજન અંગે સંપૂર્ણ આર્થિક સહયોગ થેલેસેમીયા પીડીત બાળક જય જીતુલભાઈ કોટેચા પરીવારનો મળ્યો હતો. લોકવિજ્ઞાન કેન્દ્રના ડો. રમેશભાઈ ભાયાણી કે જેમણે પોતાનું સમગ્ર જીવન આ બાળકોની સેવામાં સમર્પીત કર્યું છે તેઓનો પણ સતત આ આયોજનમાં સહકાર મળ્યો હતો.
થેલેસેમીયા પીડીત બાળકો માટે દાતાઓના સહયોગથી વોગરબેગ, નોટબૂક, બોલપેન સહિતની વસ્તુઓ ભેટમાં અપાઈ હતી તથા તેમના માટે લીંબુ ચમચી, કોથળા દોડ, સંગીત ખુરશી અને બેલેન્સ રેસ સહિતની સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં ૧૭૫ બાળકોએ ભાગ લીધો હતો. જેમાં પણ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર બાળકોને રોકડ પુરસ્કાર પણ અપાયા હતાં.
આ કાર્યક્રમમાં જય જીતુલભાઈ કોટેચા પરીવાર, સંજયભાઈ કકકડ, ડો. રમેશભાઈ ભાયાણી, રમેશભાઈ ઠકકર, ઉપેનભાઈ મોદી, હસુભાઈ રાચ્છ, ડો. નિર્સગ ઠકકર, લતાબેન પોપટ, બીપીનભાઈ ગાંધી, હિતેશભાઈ ઓંધીયા, કિરીટભાઈ કેસરીયા, પ્રતિક સંઘાણી તથા વિવેકાનંદ યુથ કલબના અનુપમભાઈ દોશી, ડો. રવી ધાનાણી, પંકજભાઈ રૂપારેલીયા, જયેન્દ્રભાઈ મહેતા, નૈશેધભાઈ વોરા, મહેશભાઈ જીવરાજાની, ગુણેન્દુભાઈ ભાડેશીયા, ભનુભાઈ રાજયગુરૂ, નલિનભાઈ તન્ના,જે.જે.પોપટ , ભાસ્કરભાઈ પારેખ વિગેરે મહેમાનોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં સુરેશભાઈ બાટવીયા, હિતેશભાઈ ખખ્ખર (બાલાજી) તથા ટીમે સુંદર ભોજન વ્યવસ્થા કરી હતી. થેલેસેમીયા અંગેની કોઈપણ માહિતી માટે અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના (રાજકોટ)નાં પ્રમુખ મિતલ ખેતાણી (મો.નં. ૯૮૨૪૨ ૨૧૯૯૯), જીતુલભાઈ કોટેચા (મો.૯૩૭૪૧ ૫૪૦૦૦) તથા વિવેકાનંદ યુથ કલબનાં અનુપમ દોશી (મો.નં. ૯૪૨૮૨ ૩૩૭૯૬) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
