જરૂરીયાત મંદ દિવ્યાંગ બાળકો તથા તેમના પરીવાર માટે અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના રાજકોટ દ્વારા આયોજીત, વરિષ્ઠ સમાજ સેવક ભાસ્કરભાઈ પારેખનાં સહકારથી તેમજ શ્રીમતી પૂજાબેન પટેલ (રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા) ના માર્ગદર્શનમાં ચિ.પ્રથમ કલ્પેશભાઈ પલાણ (શ્રી કલ્પેશભાઈ પલાણ તથા શ્રીમતી શ્રુતીબેન કલ્પેશભાઈ પલાણનાં સુપુત્ર) ના જન્મદિન નિમીતે કલ્પેશભાઈ પલાણનાં પરિવારનાં સહકારથી તેમજ સ્વ. શ્રી હરીશભાઈ દામોદરદાસ પલાણ, ગં.સ્વ. માતુશ્રી હંસાબેન હરીશભાઈ પલાણ(હોટેલ ગેલેક્સી ગ્રુપ)નાં આશીર્વાદથી દિવ્યાંગોને મળતાં સરકારની વિવિધ યોજનાઓના લાભ તેમજ તબીબી માર્ગદર્શન અંગે “દિવ્યાંગ સહાય માર્ગદર્શન કેમ્પ”નું આયોજન તા. ૧૧/૧૨/૨૦૨૨, રવીવારે, સમય બપોરે ૪–૩૦ થી સાંજે ૭-૦૦ કલાકસુધી, હોટલ ગેલેકસી, જવાહર રોડ, ત્રિકોણબાગ પાસે, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સૌ દિવ્યાંગ બાળકો સમયસર ઉપસ્થિત રહે તેવું આમંત્રણ સંસ્થા દ્વારા આપવામાં આવ્યું છે.


આ કાર્યક્રમમાં ગીરીશભાઈ કોટેચા (ડે. મેયર, જૂનાગઢ અને સુપ્રિમો—અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના), રાજુભાઈ પોબારૂ (પ્રમુખશ્રી–રાજકોટ લોહાણા મહાજન), કમલેશભાઈ મીરાણી (રાજકોટ–શહેર ભાજપ પ્રમુખ), પદુભાઈ રાયચુરા (માર્ગદર્શક), ડો. નિશાંતભાઈ ચોટાઈ (કારોબારી પ્રમુખશ્રી – રાજકોટ લોહાણા મહાજન), કૃષ્ણકાંતભાઈ રૂપારેલીયા, જગદીશભાઈ જોબનપુત્રા (મહામંત્રીશ્રીઓ), શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી (પ્રમુખશ્રી અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના, મહિલા પાંખ), કેતનભાઈ પાવાગઢી(જલારામ રઘુકૂળ સાર્વજનિક હોસ્પિટલ) વિગેરેના આશીર્વાદ પ્રાપ્ત થશે.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતાઓનું અભિવાદન સમારોહમાં શ્રીમતી પુજાબેન પટેલ (પ્રમુખશ્રી– શ્રી પ્રયાસ પેરેન્ટસ એસોસીએશન), ડો. રવીભાઈ ધાનાણી (નેશનલ એવોર્ડ વિનર–૨૦૨૨), રાહુલ મલસાતર (નેશનલ એવોર્ડ વિજેતા—૨૦૧૯), જીમીશ પારેખ (નેશનલ એવોર્ડ વિજેતા ૨૦૧૨, મુખ્યમંત્રી એવોર્ડ, ૨૦૧૦, ૨૦૧૨, ૨૦૧૪, ૨૦૧૬), અજય રાઠોડ (મુખ્યમંત્રી એવોર્ડ વિજેતા ૨૦૧૯)નું, જય જીતુલભાઈ કોટેચા, મંત્ર હરખાણી(નેશનલ એવોર્ડ વિનર – સ્વીમીંગ), નિતી રાઠોડ(નેશનલ એવોર્ડ – ૨૦૨૧), જીગર ઠક્કર, ઇન્દ્રેશબેન પલાણનું વિશેષ સન્માન કરવામાં આવશે.
“દિવ્યાંગ સહાય માર્ગદર્શન કેમ્પ”માં શહેરનાં નામાંકિત ડોક્ટર એવા ડો. રોહન પારવાણી (પેડીયાટ્રીક ઓર્થો સર્જન), ડો. નિધિ પારવાણી (બી.ડી.એસ., એમ.ડી.એસ.), ડો. શાંતનુ પૌરાણિક (એમ.ડી., સી.એસ.ડી.), મીનાક્ષીબેન નીમાવત (ઓક્યુપેશનલ થેરાપીસ્ટ), હિતેશભાઈ કાનાબાર (જી.એસ. સ્નેહનિર્ઝર સ્કૂલ), ડો. પુજાબેન લાખાણી શેઠ (ડી.ઓ.એમ.એસ., એફ.પી.ઓ.એસ.), ડૉ. નિવૃત્તિબેન વ્યાસ(એચ. ઓ. ડી, રામકૃષ્ણ આશ્રમ) પોતાનું અનુભવસિધ્ધ માર્ગદર્શન આપશે.
સમગ્ર આયોજન અંગે સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના રાજકોટનાં પ્રમુખ મિતલ ખેતાણી, સલાહકાર સમિતીનાં અધ્યક્ષ અને પૂર્વ મેયર જનકભાઈ કોટક, દિપકભાઈ રાજાણી, ગૌરાંગભાઈ ઠકકર, નલીનભાઈ તન્ના, દિલીપભાઈ સૌમૈયા, ચંદુભાઈ રાયચુરા(ઉપપ્રમુખશ્રીઓ), સંજયભાઈ કકકડ અને કનુભાઈ હિંડોચા(મહામંત્રીશ્રીઓ), ધર્મેશભાઈ કક્કડ, બાલાભાઈ સૌમૈયા, ચેતનભાઈ ગણાત્રા (સહમંત્રીશ્રીઓ) જીતુલભાઈ કોટેચા(થેલેસેમીયા સમિતી), રાજકોટ યુવા પાંખના અધ્યક્ષ હિરેન વડેરા (પ્રમુખ, યુવા પાંખ), રાજેશભાઈ કારીયા(ખજાનચી), ધીરેન્દ્રભાઈ કાનાબાર(જીવદયા સમીતિ), મનુભાઈ મીરાણી, કિરીટભાઈ કેસરીયા, સમીર રાજાણી, મયુર અનડકટ, સાગર તન્ના, પાર્થ ધામેચા, જયેશભાઈ ઠક્કર, મિત્સુ ઠકરાર, અખિલ સૌરાષ્ટ્ર – કચ્છ રઘુવીર સેના રાજકોટ ની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
“દિવ્યાંગ સહાય માર્ગદર્શન કેમ્પ”ની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી(મો:૯૮૨૪૨૨૧૯૯૯), ભાસ્કરભાઈ પારેખ (મો.૯૪૨૬૩ ૧૭૭૬૩) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *