• દાતાઓના સહયોગથી નવા ધાબળા, ટોપી, ગરમ કપડાનું વિતરણ કરાશે.

અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના–રાજકોટ દ્વારા શિયાળાની કડકડતી ઠંડીમાં ખુલ્લામાં સુતા રહેતા લોકોને રક્ષણ આપવા ધાબળા, ટોપીનું વિતરણનો પ્રારંભ કરાયો છે. અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના—રાજકોટનાં પ્રમુખ મિતલ ખેતાણીએ ધાબળા વિતરણ અભિયાન અંગે માહિતી આપતા વધુમાં જણાવે છે કે સમગ્ર સૌરાષ્ટ્ર–કચ્છનાં લાખો રઘુવંશીઓનાં શૈક્ષણીક, મેડીકલ, સુરક્ષા, સેવાકીય સહીતનાં ક્ષેત્રોમાં પ્રગતી માટે એક દશકાથી વધારે સમયથી જુનાગઢના ડેપ્યુટી મેયર અને અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેનાનાં અધ્યક્ષ ગિરીશભાઈ કોટેચાનાં માર્ગદર્શનમાં અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના સેવારત છે. શીયાળાની શરૂઆતમાં જ ઠંડી પડવાની શરૂઆત થઇ છે ત્યારે શીયાળાની ઠંડીમાં સમાજનાં આપણા જરૂરતમંદ સ્વજનોને નવા ધાબળા આપી ઠંડીથી બચાવવાનું અભિયાન શરૂ કરાયું છે. માનવતા જેના લોહીમાં વહે છે તેવા બાલકૃષ્ણભાઇ સોમૈયા (મો.૯૪૨૭૨ ૩૦૯૭૦), દિપકભાઈ રાજાણી (મો.૯૮૭૯૫ ૩૭૨૩૫), સંજયભાઈ કકકડ (મો.૯૮૨૪૦ ૪૩૭૯૯), ચેતનભાઈ ગણાત્રા (મો.૯૯૦૪૦ ૮૬૦૮૦), હિરેનભાઈ વડેરા  (મો.૯૫૭૪૪ ૫૫૦૫૫), રાજેશભાઈ કારીઆ (મો.૯૪૨૬૭ ૮૩૩૭૭)ના માર્ગદર્શનમાં મોડી રાત્રીનાં સમયે ટીમ કડકડતી ઠંડીમાં નીકળીને રાજકોટ સિવિલ હોસ્પિટલ, એસ.ટી.બસ સ્ટેન્ડ, રેલ્વે, મેટોડા, શાપર, આજી તેમજ અનેક ઝૂંપડપટ્ટીઓમાં ખુલ્લા મેદાનમાં ફુટપાથ પર, સીમમાં ઓઢયા વગર સુતા હોય તેવા લોકોને શિયાળાની કડકડતી ઠંડીમાં મધરાતે ફૂટપાથ પર સૂતેલા અને હાઈવે પર ઝૂપડા બાંધી રહેતા અનેક દરિદ્ર નારાયણો, બાળકોને, વડીલોને ઠંડીમાંથી રાહત રક્ષણ અપાવવાનાં ભાગરૂપે દાતા પરીવારનાં સહયોગથી વિનામૂલ્યે ધાબળા, ટોપીનું સ્થળ જઈને વિતરણ કરાઈ રહયું છે. થોડા દિવસથી ઠંડી સખત પડે છે આપણે તો ઘરમાં ચાર દિવાલમાં હીટર ચાલુ હોય, બ્લેન્કેટ–ગોદડા ઓઢીને સુતા હોઈએ છીએ, બહાર નીકળીએ તો પણ ગરમ મોજા સ્વેટર ટોપી, મફલર, શાલ ઓઢી હોય છે અને છતાં ‘બહુ ઠંડી’ એમ બોલાઈ જતુ હોય છે ત્યારે આવી હાડ થીજવતી કાતિલ ઠંડીમાં જેમને ઉપર આભ નીચે ધરતી છે તેવા ફૂટપાથ પર ઓફીસ કે દુકાનનાં ઓટલા પર ખુલ્લા મેદાનમાં કે બાંધકામની ચાલતી સાઈટ પર ઓઢવાનું તો એક બાજુ રહયું પણ પાથર્યા વગર સુતેલ સમાજનાં આપણા સમાજનાં આપણા જરૂરીયાતમંદ કુટુંબોની વ્હારે ચડવાનો પ્રયત્ન કરેલ છે. એક નવા ધાબળાનાં રૂા.૧૩૦, ટોપીના રૂા. ૧૮ છે. જે કોઈ દાતાશ્રીઓએ સ્વૈચ્છાએ પોતાનું અનુદાન આપવું હોય તો તે પણ આવકાર્ય છે.

આપને ત્યાં જુના, વાપરવા લાયક ગરમ કપડા (પહેરી શકાય તેવા) આપવા હોય તો પણ તેનો સ્વિકાર સંસ્થા દ્વારા નીચેના સરનામે સ્વીકારવામાં આવશે. નવા—જુના (પહેરી શકાય તેવા) ગરમ કપડા આપવા જનસેવાનાં આ ઉમદા કાર્યમાં સહભાગી બનવા માંગતા હોય તેઓએ ગરમ કપડા પહોંચાડવા માટેની વિશેષ માહિતી માટે (૧) જીતુલભાઈ કોટેચા, હોટલ યુરોપાઈન, રાજશ્રી સિનેમા સામે, ભુપેન્દ્ર રોડ, રાજકોટ (૨) મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯), ‘સત્યમ’, ૩–ટાગોરનગર, સૌરાષ્ટ્ર હાઈસ્કુલની સામે, કાલાવડ રોડ, રાજકોટ, (૩) એચ.એમ. એન્ટરપ્રાઈઝ, ક્રિષ્ના કોમ્પલેક્ષ, બાલા જી હોલ પાસે, સાવલીયા હોસ્પિટલની સામે, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે સ્વીકારવામાં આવશે.

સમગ્ર આયોજન અંગે અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના રાજકોટનાં પ્રમુખ મિતલ ખેતાણી, સલાહકાર સમિતીનાં અધ્યક્ષ અને પૂર્વ મેયર જનકભાઈ કોટક, કલ્પેશ હરીશભાઈ પલાણ, દિપકભાઈ રાજાણી, ગૌરાંગભાઈ ઠંકકર, નલીનભાઈ તન્ના, દિલીપભાઈ સોમૈયા, ચંદુભાઈ રાયચુરા(ઉપપ્રમુખશ્રીઓ), સંજયભાઈ કક્કડ અને કનુભાઈ હિંડોચા (મહામંત્રીશ્રીઓ), ધર્મેશભાઈ કક્કડ, બાલાભાઈ સોમૈયા, ચેતનભાઈ ગણાત્રા(સહમંત્રીશ્રીઓ), જીતુલભાઈ કોટેચા (થેલેસેમીયા સમિતી), હિરેન વડેરા (પ્રમુખ, યુવા પાંખ), રાજેશભાઈ કારીયા (ખજાનચી), ધીરેન્દ્ર કાનાબાર (જીવદયા સમિતી), મનુભાઈ મીરાણી, કિરીટભાઈ કેસરીયા, સમીર રાજાણી, મયુર અનડકટ, સાગર તન્ના, પાર્થ ધામેચા, જયેશભાઈ ઠકકર, મિત્સુ ઠકરાર, અખિલ સૌરાષ્ટ્ર–કચ્છ રઘુવીર સેના—રાજકોટની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *