પરદુઃખે ઉપકાર કરવો એ માનવ જીવનને સાર્થક કરવાની પહેલી શરત છે. સમસ્ત મહાજનનાં અગણિત સેવાકાર્યનાં પાયામાં આ શુધ્ધ ભાવના, ગુરૂદેવોની પરમ કૃપા, સાધુ-સાધ્વી ભગવંતોનાં આશીર્વાદ તથા માર્ગદર્શન, દાતાઓનો સબળ સાથ અને ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓનો સેવા કરવાનો અખૂટ ઉત્સાહ સમાયાં છે. કોરોના વાઈરસે સર્જેલી અકલ્પનીય પરિસ્થિતિ અને લોકડાઉનથી લઈને હમણાંનાં અનલોકનાં સમય સુધી સમસ્ત મહાજને જે સુકૃતો કર્યા છે એ અસાધારણ અને ખરા અર્થમાં અનુમોદનીય છે. સમસ્ત મહાજનનાં નામથી આખો દેશ પરિચિત છે. સેવાની વાત આવે, પરોપકારની વાત આવે કે વાત આવે અનુકંપા અને જીવદયાની, સમસ્ત મહાજન દરેક મોરચે ઉત્કૃષ્ટ કાર્યો કરતી આશીર્વાદરૂપ સંસ્થા બની છે. ગિરીશભાઈ શાહની આગેવાનીમાં સમસ્ત મહાજને જીવદયાના કાજને વધુ આગળ વધારતાં હવે મુંબઈમાં પશુ પક્ષીઓ માટે જીવદયા રથનો આરંભ કર્યો છે. આ વાહન શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરીને શ્વાનને ખાવાનું અને દૂધ આપી રહ્યા છે. પક્ષીઓને ચણ, માછલીઓને લોટની ગોળીઓ, કીડીઓને કીડિયારામાં લોટ અને સાકર આપી રહ્યા છે. કોઈ પણ બેસહારા અબોલ જીવ ભૂખ્યું ન રહે તેવો અમારો ધ્યેય છે , એમ ગિરીશભાઈ શાહ (મો.૯૮૨૦૦ ૨૦૯૭૬) ની યાદીમાં જણાવાયું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *