રસ્તા પર ઘાયલ થયેલા અથવા બીમાર પડેલા પશુઓ તાત્કાલિક સારવારનાં અભાવને કારણે પોતાનો જીવ ગુમાવી બેસતા હોય છે. જેમ માણસ માટે ઍમ્બ્યુલન્સ અને હોસ્પિટલની જરૂરિયાત હોય છે એમ જ પ્રાણીઓ માટે પણ ઍમ્બ્યુલન્સ અને હોસ્પિટલની સુવિધા આશીર્વાદ સ્વરૂપ બને છે. આવા અબોલ જીવોની સારવાર અને દેખભાળ માટે, અમદાવાદ નાના ચિલોડા થી આગળ વાલદ ગામની સીમે ‘બેજુબાન ચેરિટેબલ ટ્રસ્ટ’ તરફથી પશુ હોસ્પિટલનાં શુભારંભ જગન્નાથ મંદિરનાં મહંત મહામંડેલેશ્ર્વર શ્રી દિલીપદાસજી મ.સા.ના આશીર્વાદથી તા.24 ઓક્ટોમ્બર રવિવારનાં રોજ થયો હતો. રસ્તા ઉપર અકસ્માતમાં ઘાયલ થતા તેમજ બિમાર પડેલા પશુઓ જેમની માવજત અને સારવાર અનુભવી વેટરનરી ડોકટરોની દેખરેખમાં થાય તેમજ અમુક પશુઓ જેઓ કાયમી ખોડ ખાંપણ હોય તેમને આજીવન માવજત થાય તેવા શુભાશયથી આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમના મુખ્ય અતિથિઓ તરીકે જગન્નાથ મંદિરના મહંત મહામંડેલેશ્ર્વર શ્રી દિલીપદાસજી અને છાયાદાસ બાપૂ(હિરાવાદી અમદાવાદ) ઉપસ્થિત રહ્યા હતા.’બેજુબાન ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા આ પશુ હોસ્પિટલ અંગેની માહિતી આપતા જણાવાયું હતું કે, જૈન સંઘો, તેમજ અન્ય જીવદયા સંસ્થાઓ અને જીવદયા પ્રેમીઓનાં સાથ સહકારથી સારી સવલત સાધનો વાળી હોસ્પિટલનું નિર્માણ ઓછા સમયમાં થયું છે.કટક ઓરિસ્સાનાં જીવદયા પ્રેમી કિર્તીભાઈ નટવરલાલ શાહે મુખ્ય લાભાર્થી તરીકે લાભ લીધો છે.પશુ હોસ્પિટલની શરૂઆતમાં જ અહી 8થી વધુ ગાયો તેમજ નીલગાય,અને બિલાડી, કુતરાની સારવાર થઈ રહી છે. આ હોસ્પિટલમાં નિઃશુલ્ક,કોઈ પણ અપેક્ષા વગર અબોલ જીવો પ્રત્યે કરૂણા રાખીને સંસ્થાનાં વીસથી વધુ યુવાનો કામ કરે છે.જીવદયાનું કાર્ય કરતી આ સંસ્થા પ્લોટ નં.૪૯૭, ફુલપુરા ગામ રોડ, વલાદ, નાના ચિલોડા, (તા. જી. ગાંધીનગર)ખાતે આવેલી છે. સંસ્થા માટેની અન્ય માહિતી મેળવવા અથવા બીમાર કે ઘાયલ પશુ-પક્ષીની માહિતી આપવા માટે સંપર્ક નંબર- 9714135771, 9227213774 પર તેમનો સંપર્ક કરવા વિનંતી કરાઇ છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *