તા. 15/05/2022,રવિવારનાં રોજ લોહાણા મહાજન વાડી, અમરેલી ખાતે નિઃશુલ્ક પરિચય મેળાનું આયોજન
અંદાજે 350 લગ્નોત્સુક રઘુવંશી યુવક- યુવતીઓ ભાગ લેશે.
૨ઘુવંશી સમાજનાં વરિષ્ઠ સમાજ સેવક,જ્ઞાતિ શ્રેષ્ઠી મનુભાઈ મીરાણી દ્વારા ૨૧ વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક–યુવતીઓ માટે ‘રઘુવંશી વૈવિશાળ માહિતી કેન્દ્ર’ ચલાવવામાં આવે છે. અમરેલી લોહાણા મહાજન દ્વારા મનુભાઈ મીરાણીના માર્ગદર્શનમાં રઘુવંશી યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક શ્રી રઘુવંશી પરીચય મેળાનું આયોજન અમરેલી ખાતે કરવામાં આવ્યું છે . આ પરિચય મેળા થકી અનેક જોડીઓ વૈશ્વિક કક્ષાએ પરમાત્માની કૃપાથી સર્જાશે તેવો આશાવાદ નિમિત્ત આયોજકોએ વ્યક્ત કર્યો છે . આ નિઃશુલ્ક પરિચય મેળાનું આયોજન તા. 15/05/2022, રવિવારનાં રોજ સવારે 9-00 થી સાંજના 4-00 વાગ્યા સુધી માતુશ્રી અંબાબેન નરસીદાસ સોઢા,લોહાણા મહાજન વાડી,લાઠી બાયપાસ રોડ, અમરેલી ખાતે કરવામાં આવ્યું છે. આ નિઃશુલ્ક પરિચય મેળામાં અંદાજે 350 લગ્નોત્સુક યુવક-યુવતીઓ ભાગ લેશે. આ પરિચય મેળામાં દરેક ઉમેદવારે પોતાના વાલી સાથે હાજર રહેવા જણાવાયું છે. આ નિઃશુલ્ક પરિચય મેળામાં ભોજન વ્યવસ્થા પણ રાખેલ છે.
સમગ્ર અમરેલીના રઘુવંશીઓનાં શૈક્ષણીક, મેડીકલ, સુરક્ષા, સેવાકીય સહીતનાં ક્ષેત્રોમાં પ્રગતી માટે અમરેલી લોહાણા મહાજનનાં પ્રમુખ જીતુભાઈ સોમૈયા , ઉપપ્રમુખ સતિષભાઈ આડતિયા , ભાવેશભાઈ સોઢા, જગદીશભાઇ સેલાણી , રમણીકભાઈ ગઢીયા , ભાવેશભાઈ આડતીયા , ભરતભાઇ સોનપાલ , મનોજભાઇ સોનપાલ સંગઠનને માર્ગદર્શન આપી રહ્યાં છે.
યુવક-યુવતીઓ ‘લગ્ન પહેલા થેલેસેમીયા ટેસ્ટ’ અચુક કરાવે અને તેના થકી આગામી વર્ષોમાં ‘થેલેસેમીયા મુકત રઘુવંશ, થેલેસેમીયા મુક્ત સમાજ’ બને, તથા કમળા ફૂલ જેવા બાળકો મોતના મુખમાં જતા અટકે તેવા ઉમદા, પવિત્ર આશયથી હવેથી થેલેસેમીયા ટેસ્ટ કરાવ્યો હોય તેને જ નિઃશુલ્ક પ્રવેશ અપાઈ રહયો છે. વૈવિશાળ માહિતી-માર્ગદર્શન અપાઈ છે.
અમરેલી ખાતે યોજાનાર નિઃશુલ્ક પરિચય મેળામાં ભાગ લેવા માંગતા યુવક-યુવતીઓએ પોતાની બાયોડેટા 3 કોપી સાથે (ફોટા સાથે) તા. 13/05/2022 સુધીમાં (1) ધી ન્યુ મેડિકલ સ્ટોર, ટાવર રોડ – અમરેલી ,(2) એમ. પી. બ્રધર્સ ( જીતુભાઈ ગોળવાળા , પ્રમુખ – અમરેલી લોહાણા મહાજન – જૂના માર્કેટ યાર્ડ – અમરેલી , (3) શ્રી ભગવતી પાર્લર – અમરેલી , 4) સેન્ટર પોઈન્ટ શીતલ પાર્લર , ફોરવર્ડ સ્કૂલ સામે – અમરેલી ખાતે પહોંચાડવાના રહેશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે અમરેલી લોહાણા મહાજનનાં પ્રમુખ જીતુભાઇ સોમૈયા(ગોળવાળા) (મો.9426735127),સતિષભાઇ આડતિયા, (મો.9879069779), ભાવેશભાઇ સોઢા (મો. 9904756956), રોમીલભાઈ ગઢિયા, (મો. 7016645895), નીતિનભાઈ ભુપતાણી, પરેશભાઈ દાવડા (નીલમ ચા વાળા)નો સંપર્ક કરવા મનુભાઈ મિરાણી (મો. 9428466663) ની યાદીમાં જણાવાયું છે. પ્રેસ મુલાકાત સમયે મનુભાઈ મિરાણી, પરેશભાઈ દાવડા, નીતિનભાઈ ભુપતાણી, મુકેશભાઇ ધામેચા, દિનેશભાઇ કુંડલીયા, ભાવનાબેન દક્ષિણી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
