
- શ્રી શ્રી રવિશંકરજી, જૈન આચાર્ય ડૉ. લોકેશજી, અભિનેતા વિવેક ઓબોરોય, ઇન્ડિયા ટીવીનાં ચેરમેન રજત શર્મા સહિત વૈશ્વિક હસ્તીઓ હાજરી આપશે
- વિશ્વ શાંતિ માટે તમામ તાકતોને મળીને પ્રયાસ કરવાની આવશ્યકતા – આચાર્ય લોકેશજી
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે અમેરિકાનાં લોસ એન્જીલીસ શહેરમાં 4 જૂન, 2022, શનિવારનાં રોજ ‘વિશ્વ શાંતિ સંવાદ’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ સંવાદનાં માધ્યમથી યુદ્ધને રોકવાના પ્રયાસો, યુદ્ધનાં કારણો તથા નિવારણ તેમજ યુદ્ધનાં કારણે માનવ સમાજને થતા નુકસાનની વાત કરવામાં આવશે. આ કાર્યક્રમ અહિંસા વિશ્વ ભારતી ફાઉન્ડેશન, યુ.એસ.એ, ફેડરેશન ઓફ જૈન એસોસિયેશન ઓફ નોર્થ અમેરિકા તથા જૈન સેન્ટર ઓફ સૌદ્રન, કેલિફોર્નિયાનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત થયું છે.

આ ‘વિશ્વ શાંતિ સંવાદ’માં આર્ટ ઓફ લિવિંગનાં સંસ્થાપક શ્રી શ્રી રવિશંકરજી, અહિંસા વિશ્વ ભારતીનાં સંસ્થાપક આચાર્ય લોકેશજી, ફિલ્મ અભિનેતા વિવેક ઓબરોય, ઇન્ડિયા ટીવીનાં ચેરમેન રજત શર્મા, મેનેજિંગ ડાયરેક્ટર શ્રીમતી રીતુ ધવન, મેયર એરિક ગાર્કેટ્ટી, સાન ફ્રાન્સિસ્કોનાં ભારતીય કોનસુલ જનરલ ડૉ. ટી.વી. નાગેન્દ્ર પ્રસાદ, કોંગ્રેસમેન, સીનેટર અને શિક્ષા શાસ્ત્રી, ચિકિત્સાશાસ્ત્રી, સમાજસેવી, ઉદ્યોગપતિ વગેરે હાજરી આપશે. આ સંવાદ કાર્યક્રમનું સંચાલન પ્રખ્યાત ફિલ્મ અભિનેતા વિવેક ઓબરોય દ્વારા થશે.
જૈન સેન્ટર ઓફ સૌદ્રન કેલિફોર્નિયાનાં અધ્યક્ષ યોગેશ શાહ, ફેડરેશન ઓફ જૈન એસોસિયેશન ઓફ નોર્થ અમેરિકાનાં પૂર્વ અધ્યક્ષ મહેશ વડેર, ડૉ નીતિન શાહ એ જણાવ્યું કે શાંતિ સંવાદની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે. સંવાદમાં ભાગ લેવા માટે શ્રી શ્રી રવિશંકરજી, આચાર્ય લોકેશજી અને અભિનેતા વિવેક ઓબરોય 3 જૂનનાં રોજ લોસ એન્જીલીસ પહોંચશે. આ કાર્યક્રમમાં ગર્વનર, મેયર, કોંગ્રેસમેન, સેનેટર, કોનસુલ જનરલ, જનપ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. કાર્યક્રમમાં યુટ્યુબ (https://youtu.be/vB6Q1BcNGwE) નાં માધ્યમ થકી પણ જોડાઈ શકાશે.