
છેલ્લા એક વર્ષ દરમ્યાન રાજકોટ અને આસપાસનાં વિસ્તારની 39 પાંજરાપોળ તથા ગૌશાળાઓમાં 99810 મણ ઘાસચારો અર્પણ કર્યો.
રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત દેશ-વિદેશમાં વ્યાપી 55 થી વધુ અર્હમ યુવા સેવા ગ્રુપનાં હજારો જૈન અજૈન ભાવિકો સદાય નવા-નવા પ્રકલ્પો સાથે માનવ સેવા અને જીવદયાનાં સત્કાર્યો માટે તત્પર રહે છે. સેવા, સાધના અને સમર્પણતા ભાવ સાથે હતાશ અને નિરાશ માનવીનાં ચહેરા પર સ્મિત લાવવું અને અબોલ જીવોને શાતા પમાડવી એ જ એમના પ્રયાસો હોય છે.
રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ રાજકોટ દ્વારા કરૂણા ફાઉન્ડેશનનાં સહયોગથી રાજકોટ અને આસપાસનાં વિસ્તારની 39 જેટલી પાંજરાપોળ તથા ગૌશાળાઓમાં તા.1- 04-21થી તા.31-3-22 અર્થાત માત્ર એક જ વર્ષમાં 99810 મણ ઘાસચારો અર્પણ કરી અબોલ જીવોને આહારની શાતા પમાડવાનો શ્રેષ્ઠ પુરુષાર્થ કર્યો છે.
જીવદયાનાં આ સેવા કાર્યમાં એસ.કે. શાહ પરિવાર (મલાડ), ગાલા પરિવાર તથા પંચમિયા પરિવાર સાથે અનેક અનુકંપા પ્રેમી દાતાઓનું અનુદાન પ્રાપ્ત થયું છે.છેલ્લા કેટલાક વર્ષોથી અર્હમ યુવા સેવા ગ્રુપનું આ જીવદયા અભિયાન અત્યારે પણ અવિરત ચાલી રહ્યું છે. અબોલ જીવોને નિયમિત રૂપે ઘાસચારો પહોંચાડવામાં આવી રહ્યો છે. જૈન અજૈન કોઈપણ યુવાન આ જીવદયાની સેવામાં જોડાઈને સેવાની અનુભૂતિનો અહેસાસ કરી શકે છે. વધુ જાણકારી માટે (મો. 98982 30975) સંપર્ક કરવો. ઉપરોકત તસ્વીરોમાં ઘાસચારાનાં વાહન સાથે કાર્યકર્તાઓ તથા બીજી તસ્વીર વાહનની છે.
