• સાંપ્રદાયિક કટ્ટરતા, જાતિવાદ અને ભ્રષ્ટાચાર લોકતંત્રને કમજોર બનાવે છે – આચાર્ય લોકેશજી
  • મતદાતા પોતાના મતનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે – આચાર્ય લોકેશજી

દેશનાં પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીનેન ધ્યાનમાં રાખીને અહિંસા વિશ્વ ભારતી સંસ્થા મતદાતા જાગૃતિ અભિયાન ચલાવશે. નવી દિલ્લીમાં સ્થિત આચાર્ય લોકેશ આશ્રમમાં કાર્યકર્તાઓને સંબોધિત કરીને વિશ્વ શાંતિદૂત આચાર્ય લોકેશજીએ જણાવ્યું હતું કે ચૂંટણી એ લોકતંત્રનો પવિત્ર પર્વ છે જેમાં દરેકે પોતાના મત્તાધિકારનો પ્રયોગ કરવો જોઈએ.

પ્રખર ચિંતક, લેખક તેમજ સમાજ સુધારક આચાર્ય લોકેશજીએ કહ્યું કે જાતિવાદી જુનૂન, સાંપ્રદાયિક કટ્ટરતા અને ભ્રષ્ટાચાર લોકતંત્રને કમજોર બનાવે છે. વર્તમાન સમયમાં ધન અને બાહુ બળ જ ચૂંટણીનાં સમય દરમિયાન હાવી થતું જોવા મળે છે.એક સમયે રાજનીતિ સેવાનો માર્ગ હતો જ્યારે આજે તે વ્યવસાય બની ગયો છે જે ખરેખર ચિંતાનો વિષય છે. આચાર્ય લોકેશજીએ જણાવ્યું કે પ્રત્યેક મતદાતાએ  પોતાના મત્તાધિકારનો ઉપયોગ ખૂબ જ વિચારીને કરવો જોઈએ. જેનાથી સમાજનાં ભવિષ્યનું નિર્માણ થશે. તેમણે વધુમાં જણાવ્યું કે વ્યક્તિ અને વ્યવસ્થા બંનેમાં સુધાર લાવવાથી જ સમાજમાં બદલાવ આવશે. એમણે કહ્યું કે વ્યવસ્થાને સંચાલિત કરનાર લોકોના હાથ પવિત્ર નહિ હોય ત્યાં સુધી વ્યવસ્થાને બદલવું સંભવ નથી. લોકતંત્રને મજબૂત બનાવવા માટે યોગ્ય ઉમેદવારને પસંદ કરવું જરૂરી છે. જેમ દરેક પરીક્ષામાં એક ચોક્કસ માપદંડ હોય છે તેમ રાજનીતિમાં પણ યોગ્યતાનું માપદંડ નિશ્ચિત હોવું જોઈએ.

આચાર્ય લોકેશજીએ મતદાતાઓ ને અપીલ કરતા જણાવ્યું કે વોટ એમને જ આપો જે વફાદાર હોય, નશામુક્ત હોય, જાતિવાદી જુનૂન અને સાંપ્રદાયિક કટ્ટરતાથી દૂર હોય તથા રાષ્ટ્રીય એકતા, માનવીય મૂલ્યો અને સામજિક સૌહાર્દમાં જેનો વિશ્વાસ હોય. તેમણે કહ્યું કે જે પ્રકારે વ્યક્તિ પોતાની દીકરીનું હાથ પકડતી વખતે વિચારો કરે છે તેમ જ વોટ આપતી વખતે પણ યોગ્ય વિચાર કરીને ન વોટ આપવું જોઈએ.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *