અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક પ્રસિદ્ધ જૈન આચાર્ય ડૉ. લોકેશજી જૈન પ્રતિનિધિમંડળ સાથે ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીને મળ્યા હતા. શ્રી અભય કુમાર જૈન શ્રી શ્રીમાલ, શ્રી પ્રદીપ જૈન, શ્રી મનોજ જૈન, કુ. પ્રિયા જૈન પ્રતિનિધિમંડળ સાથે હતા. આ પ્રસંગે વિશ્વ શાંતિદૂત આચાર્ય ડો.લોકેશજીએ અહિંસા વિશ્વ ભારતી સંસ્થાના માનવતાવાદી કાર્યક્રમો વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, સંસ્થાએ તેમના ષષ્ઠીપૂર્તિ વર્ષની ઉજવણીમાં “વૈશ્વિક પડકારો અને આપણી જવાબદારી” વિષય પર વિશ્વભરમાં જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. આચાર્ય લોકેશજીએ જણાવ્યું હતું કે, સરકાર અને વહીવટીતંત્ર કોઈપણ સમસ્યાના નિરાકરણ માટે તેમના સ્તરે કામ કરે છે, પરંતુ સાથે સાથે જનતા તેમની ફરજો અને જવાબદારીઓ પ્રત્યે જાગૃત રહે તે અત્યંત જરૂરી છે. તેમણે વધુમાં કહ્યું કે, અધિકારની સાથે સાથે જ્યારે લોકો પોતાના કર્તવ્ય પ્રત્યે જાગૃત થશે તો ઘણી સમસ્યાઓ આપોઆપ હલ થઈ જશે. આચાર્ય લોકેશજીએ અહિંસા વિશ્વ ભારતી સંસ્થા દ્વારા પ્રસ્તાવિત વિશ્વ શાંતિ કેન્દ્ર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. વ્યક્તિ નિર્માણ, અહિંસા પ્રશિક્ષણ અને શાંતિ શિક્ષણ માટે સમર્પિત, આ કેન્દ્ર વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોના પ્રચાર માટેનું મુખ્ય કેન્દ્ર બનશે. ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આચાર્ય લોકેશજીને ષષ્ટિપૂર્તિ વર્ષ નિમિત્તે અભિનંદન આપતાં વિશ્વ શાંતિ કેન્દ્રની કલ્પના પર ખુશી વ્યક્ત કરી હતી. પ્રતિનિધિમંડળના સભ્યો શ્રી અભય કુમાર, શ્રી શ્રીમલ અને શ્રી પ્રદીપ જૈને જણાવ્યું કે, આચાર્ય લોકેશજીની ષષ્ટિપૂર્તિ વર્ષ નિમિત્તે દેશના તમામ રાજ્યોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ક્રમમાં એપ્રિલ મહિનાથી આચાર્ય લોકેશજીનો વિશ્વ શાંતિ પ્રવાસ અમેરિકા, કેનેડા, બ્રિટન વગેરે વિશ્વના વિવિધ ભાગોમાં પ્રસ્તાવિત છે. આ પ્રસંગે આચાર્ય લોકેશજી સાથે પ્રતિનિધિમંડળમાં હાજર શ્રી અભય કુમાર જૈન, શ્રી શ્રીમલ, શ્રી પ્રદીપ જૈન, શ્રી મનોજ જૈન, કુ. પ્રિયા જૈને ભગવાન મહાવીરની તસવીર અને વિશ્વ શાંતિ કેન્દ્રની પ્રતિકૃતિ પૂ. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીને અર્પણ કરી હતી.
