કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુર, જૈન આચાર્ય ડો. લોકેશજી, કેન્દ્રીય રાજ્યમંત્રી ડો. ભગવત કરાડ કમાણી ઓડિટોરિયમ ખાતે સંગીત રચયિતા અને લોકમત સખી મંચના સ્થાપક જ્યોત્સના દર્ડાની યાદમાં “સુર જ્યોત્સના મ્યુઝિક એવોર્ડ 2021”માં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરજી, જૈનાચાર્ય ડૉ. લોકેશજી , કેન્દ્રીય રાજ્ય મંત્રી ડો. ભગવત કરાડજી  ,રામદાસ આઠવલેજી , આયોજક લોકમત મીડિયા ગ્રુપના ચેરમેન અને પૂર્વ સાંસદ વિજયભાઈ દર્ડા , પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશભાઈ  પ્રભુ, ફારૂક અબ્દુલ્લા, પ્રફુલભાઈ  પટેલ વગેરેએ ભાગ લીધો હતો અને પ્રતિભાશાળી ગાયકોનું સન્માન કર્યું હતું અને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી. ભારતીય સંગીત પ્રેમીઓ પર પોતાનો જાદુ ચલાવનાર મૈથિલી ઠાકુર અને લિડિયન નાદસ્વરમને લોકમત દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમમાં ‘સુર જ્યોત્સના રાષ્ટ્રીય સંગીત પુરસ્કાર-2021’ એનાયત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના મુખ્ય અતિથિ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે ‘સૂર જ્યોત્સના રાષ્ટ્રીય સંગીત પુરસ્કાર-2021’ના એવોર્ડ વિજેતાઓ, મૈથિલી ઠાકુર અને લિડિયન નાદસ્વરમને ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા હતા અને દર વર્ષે આ એવોર્ડ સમારંભનું આયોજન કરવા બદલ લોકમત જૂથને અભિનંદન આપ્યા હતા. અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક આચાર્ય ડો.લોકેશજીએ જણાવ્યું હતું કે, લોકમત સખી મંચના સ્થાપક અને સંગીતકાર જ્યોત્સનાદર્ડાની યાદમાં લોકમત પત્ર ગૃપ દ્વારા દર વર્ષે ‘સુર જ્યોત્સના રાષ્ટ્રીય સંગીત પુરસ્કાર’નું વિતરણ કરવામાં આવે છે. આ એવોર્ડનો મૂળ ઉદ્દેશ્ય દેશના સંગીત ક્ષેત્રના પ્રતિભાશાળી કલાકારોને ઓળખવાનો અને પ્રોત્સાહિત કરવાનો છે. કાર્યક્રમના આયોજક, લોકમત મીડિયા ગ્રુપના ચેરમેન અને પૂર્વ સાંસદ વિજયભાઈ દરડાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને જણાવ્યું હતું કે, લોકમત ગ્રુપે ઉભરતી પ્રતિભાઓને પુરસ્કાર આપીને પોતાની ફરજ બજાવી છે. તેમજ ઉપસ્થિત તમામ મહેમાનોનો આભાર માન્યો હતો. તેમજ આશાસ્પદ યુવા સંગીતકારોની પસંદગી કરવા બદલ પસંદગી સમિતિમાં પદ્મશ્રી આનંદવીરજી શાહ, પદ્મશ્રી પંકજ ઉદાસ સહિતના તમામ સભ્યોનો આભાર માન્યો હતો. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ફારૂક અબ્દુલ્લાજી એ કહ્યું કે,સંગીત એ ઝિંદા દિલ્લીનું પ્રતીક છે, તે ઝિંદા દિલ્લીને જીવંત રાખવા માટે વિજય દર્ડાજી દ્વારા આયોજિત કોન્સર્ટ માટે તેમને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે પદ્મ ભૂષણ પં. સાજન મિશ્રા, પદ્મ વિભૂષણ પ્રસિદ્ધ સરોજવાદી અમજદ અલી ખાન, પદ્મ ભૂષણ રાજીવ સેઠી, પ્રસિદ્ધ ગાયક રૂપકુમાર રાઠોડ, જાણીતા લેખક પત્રકાર વેદ પ્રતાપ વૈદિક, ગીતાંજલી બહલ, સોનાલી રાઠોડ, યોગેશ લખાની વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંગીત ક્ષેત્રે નવા આયામો સર્જનાર ભારતીય શાસ્ત્રીય અમાન અલી અને અયાન અલી બંગશ ભાઈઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *