• આચાર્ય લોકેશજી કબીર જેવા ક્રાંતિકારી વિચારોથી સમૃદ્ધ છે -સંત શ્રી નાનક દાસજી
  • આચાર્ય લોકેશજીને એવોર્ડ એનાયત થવો એ એવોર્ડનું પોતાનું જ સન્માન – સંત શ્રી નાનક દાસજી

અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય ડૉ. લોકેશજીને તેમના માનવતાવાદી, સામાજિક કાર્ય અને ધર્મ દ્વારા વિશ્વ કલ્યાણ માટે નવી દિલ્હીમાં ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે “કબીર કોહિનૂર એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવશે. 5 ફેબ્રુઆરી 2023 ના રોજ “સદગુરુ કબીર આશ્રમ સેવા સંસ્થાન” દ્વારા સમારોહનું આયોજન કરવામાં આવશે. એવોર્ડ વિશે માહિતી આપતા સંત શ્રી નાનકદાસજી મહારાજે જણાવ્યું હતું કે, જાણીતા લેખક, વિચારક અને ગતિશીલ વક્તા આચાર્ય લોકેશજી સંત કબીરજી જેવા ક્રાંતિકારી વિચારોથી સમૃદ્ધ છે, આચાર્ય લોકેશજી એ ધર્મના ક્ષેત્રમાં પ્રચલિત રૂઢિચુસ્ત પરંપરાઓ, ખોટી માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓનો નાશ કર્યો છે. ધર્મને આધ્યાત્મિકતા સાથે જોડ્યો છે અને તેને સામાજિક દુષણોના નિવારણ માટેનું માધ્યમ બનાવ્યું છે. આચાર્યશ્રી લોકેશજીએ તેમના જીવનમાં 20000 કિલોમીટર પગપાળા ચાલીને સામાજિક બદીઓ નાબૂદીનું અભૂતપૂર્વ કાર્ય કર્યું છે, આચાર્ય લોકેશજીને એવોર્ડ એનાયત કરીને એવોર્ડ પોતે સન્માનિત થશે. વિશ્વ શાંતિ દૂત આચાર્ય ડૉ. લોકેશજીએ જણાવ્યું હતું કે સંત કબીરદાસજી જેવા સંતો સદીઓ અને હજારો વર્ષોમાં એક જ વાર જન્મ લે છે. તેમણે તેમના ક્રાંતિકારી વિચારોથી માનવ સમાજને વૈજ્ઞાનિક દ્રષ્ટિ આપી હતી, સંત કબીરે બતાવેલા માર્ગ પર ચાલીને આપણો સમાજ જીવંત અને ઉર્જાવાન બની શકે છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *