
સ્વામી વિવેકાનંદ, વિરચંદ ગાંધી, દલાઇ લામા, અમેરિકાના રાષ્ટ્રપતિ જીમ્મી કાર્ટર પણ કરી ચૂક્યા છે સંબોધન


ભારત, ભારતીય સંસ્કૃતિ તેમજ આધ્યાત્મિક સમાજ માટે એ વાત ગર્વની છે કે અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક અને શાંતિદૂત જૈનાચાર્ય ડૉ. લોકેશજી ૮મી વિશ્વ ધર્મ પરિષદને સંબોધવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આચાર્ય લોકેશજી આ અગાઉ વર્ષ ૨૦૧૫માં અમેરિકાના સાલ્ટ લેક સિટીમાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદનું ઉદ્ઘાટન સત્ર સંબોધિત કર્યું હતું. તેમજ વર્ષ ૨૦૧૮માં કેનેડાના ટોરંટો શહેરમાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ત્રણ વ્યાખ્યાન રજૂ કરીને ભારતનું વિશ્વભરમાં ગૌરવ વધાર્યું હતું. જેમાં ૮૦ દેશોના લગભગ ૧૦ હજાર પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ વર્ષે વિશ્વ ધર્મ પરિષદ ૧૬ ૧૮ ઓક્ટોમ્બર ના રોજ યોજાવા જઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પરિષદમાં અગાઉ સ્વામી વિવેકાનંદ,વિરચંદ ગાંધી,દલાઇ લામા, અમેરિકાના રાષ્ટ્રપતિ જીમ્મી કાર્ટર સહિત અનેક વિશ્વ વિખ્યાત હસ્તીઓ જેને સંબોધિત કરી ચૂક્યા છે તે પરિષદને આચાર્ય ડૉ. લોકેશજી સંબોધિત કરવા જઈ રહ્યા છે. તેમના વ્યાખ્યાનનો સમય અમેરિકાના શિકાગોના સમય અનુસાર 17 ઓક્ટોબર 2021 સાંજે 4:00 થી 5:30ની વચ્ચેનો રાખવામાં આવ્યો છે. હાલના સમયમાં તાલિબાન,અફઘાન,ઈરાન,ઈરાક,ઉતર કોરિયા તેમજ ચીન તેમજ પૂરા વિશ્વમાં હિંસા અને તનાવની જે પરિસ્થિતિ સર્જાઇ છે,એવા સમયે વિશ્વ ધર્મ પરિષદ પર સમગ્ર વિશ્વની નજર છે. કારણ કે યુદ્ધ, હિંસા અને આતંક કોઈપણ પરિસ્થિતિનો ઉકેલ નથી. વાતચીત અને વાટાઘાટ દ્વારા પરિસ્થિતિનો ઉકેલ આવે તે હેતુ અંગે વિશ્વ ધર્મ પરિષદના મંચ પર ચર્ચા થશે.