જી.સી.સી.આઈ(ગ્લોબલ ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ) દ્વારા આગામી તારીખ તા. 24 થી 28 મે – 2023 દરમ્યાન, “ગૌ ટેક – 2023” આંતરરાષ્ટ્રીય કક્ષાનાં એક્સ્પોનું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ગાય ઉદ્યોગસાહસિકો, સંવર્ધકો, ઈનોવેટર્સ, પશુચિકિત્સકો, ઓર્ગેનિક ફાર્મર્સ, ઉદ્યોગપતિઓ, સરકારી પ્રતિનિધિઓ, ગાય આધારિત ઉત્પાદનોના ઉત્પાદકો, માર્કેટિંગ વ્યાવસાયિકો, વિતરકોને એક છત નીચે એકસાથે લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ 5 દિવસીય મેગા ઈવેન્ટમાં 400 સ્ટોલ, કાઉ એન્ટરપ્રેનીયોરશીપના વિવિધ પરિમાણો, ગાય સંબંધિત પોસ્ટર્સ, આર્ટસ, મૂવીઝ, સાંસ્કૃતિક મનોરંજન પ્રવૃત્તિઓ સાથે સંબંધિત વિવિધ વિષયો પર બહુવિધ સેમિનાર પણ યોજાશે. જેના માઇક્રો પ્લાનિંગ માટે સમાજશ્રેષ્ઠીઓની મિટિંગનું આયોજન આજે રાજકોટ એન્જનિયરિંગ એસોસિયેશન હૉલ, ભક્તિ નગર સ્ટેશન પ્લોટ ખાતે સાંજે 7:30 કલાકે કરવામાં આવ્યું છે. સૌ ને આ મિટિંગમાં પધારવા માટે ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને જી.સી.સી.આઈ(ગ્લોબલ ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ)નાં અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અંગે વિશેષ માહિતી માટે  મો. : 9824221999/8320177647 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *