આણંદ ખાતે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાના હસ્તે ઉદઘાટન કરાશે: પ્રથમ તબકકે 20થી 25 જેટલા ડોગની તમામ પ્રકારની સારસંભાળ રખાશે

નવગુજરાત સમય > અાણંદ 

–  આણંદ પોલીસ હેડક્વાર્ટર ખાતે બનેલ ગુજરાતનું પ્રથમ અને દેશના બીજા પોલીસ ઓલ્ડેજ ડોગ હોમ્સ ( પોલીસ ખાતામાં ગુનાઓ શોધવામાં મદદરૂપ થઈને નિવૃત્ત થયેલા ડોગ)નું આગામી રપમી તારીખના રોજ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. આ સાથે જ અહીંયા પ્રથમ તબકકે ૨૦ થી ૨૫ જેટલા ડોગને રાખીને તેમની તમામ પ્રકારની સારસંભાળ રાખવામાં આવનાર છે. પોલીસ સ્ટેશનોમાં સ્ટેશનોમાં ગુનાઓ શોધવામાં તેમજ બોમ્બ સહિત શંકાસ્પદ વસ્તુઓ શોધવામાં મદદરૂપ થતાં સ્નીફર ડોગની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. આ ડોગ તેમની વયમર્યાદા થઈ ગયા બાદ તેમને પણ નિવૃત્ત કરી દેવામાં આવે છે . આવા ડોગ માટે રાજ્ય લેવલે એક શેલ્ટર હોમ બનાવવાની વિચારણા કરાઈ હતી અને રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા તે માટે આણંદ શહેરની પસંદગી કરવામાં આવી હતી. જે અનુસાર ડીએસપી અજિત રાજીયનની આગેવાની હેઠળ આણંદના ડીએસપી કચેરી ખાતે આવેલા હેડક્વાર્ટરમાં આ પોલીસ ડોગ ઓલ્ટેજ હોમ્સ બનાવવામાં આવ્યું છે. જેમા ડોગ માટે ઘર બનાવાયા છે અને ડોગ માટે ચાલવા ફરવા માટે મેદાન બનાવવામા આવ્યુ છે. જેમાં ડોગ સામાન્ય જમ્પ કરીને પોતાને સ્વસ્થ રાખી સકે છે જેનું આગામી ૨પમી તારીખના રોજ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાના હસ્તે ઉદઘાટન કરીને ખુલ્લૂં મુકવામાં આવશે. ડીએસપી અજીત રાજીયનના જણાવ્યા અનુસાર રાજ્યમાં આવા ૧૪૩ જેટલા પોલીસ ડોગ કે જેમાં લેબરાડોર, જર્મન, બેજીયમ શેફર્ડ સહિતનાનો સમાવેશ થાય છે. તે પૈકી ૨૦ થી ૨૫ જેટલા ડોગને અહીંયા આશ્રય આપવામાં આવશે . 
રાજ્ય સરકારે ડોગના સ્વાસ્થ માટે આણંદ વેટરનરી સાયન્સ કોલેજ સાથે એમઓયુ કર્યા છે જેને લઈને અહીંયા ડોગને તમામ પ્રકારની સારવાર અને સુવિધા મળી રહેશે. આણંદ ખાતે વેટરનરી હોસ્પીટલ પણ કાર્યરત છે જેથી ડોગને અહીંયા તમામ પ્રકારની સારવાર આસાનીથી મળી રહે તેમ છે જેને લઈને આણંદની પસંદગી કરવામાં આવી છે અને દર અઠવાડીએ ડોગને ચેક કરવામા આવસે હાલના તબક્કે ૨૦ થી ૨૫ જેટલા ડોગને રાખી શકાય તેટલી ક્ષમતા છે. ભવિષ્યમાં આણંદ પોલીસને હેડક્વાર્ટર માટે અલગથી જગ્યા ફાળવવામાં આવશે ત્યારે તેનું વિસ્તરણ કરવામાં આવશે . સમગ્ર ભારતમાં પ્રથમ ભારતીય સૈન્યનું મેરઠ ખાતે આ પ્રકારનું નિવૃત્ત ડોગની સારસંભાળ રાખતું શેલ્ટર હોમ્સ છે. ત્યારબાદ ગુજરાતમાં આ બીજુ શેલ્ટર હોમ્સ બન્યું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *