જીવદયા પ્રેમી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર માનતું એનીમલ હેલ્પલાઈન પરીવાર

આણંદ નગરપાલીકાના ચીફ ઓફીસરશ્રીનાં અધ્યક્ષસ્થાને તા. ૨૯/૧૦/૨૦૨૧ ના રોજ મળનારી નગરપાલીકાની સામાન્ય બોર્ડની બેઠકમાં એજન્ડામાં આણંદ શહેરનાં મધ્યભાગમાં કતલખાનું શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આણંદ શહેરની શાકાહારી-હિન્દુ પ્રજા માટે તેમજ સમગ્ર ગુજરાતની પ્રજા માટે આ નિર્ણય આઘાતજનક હતો, જેનો સર્વ સમાજ ઉગ્ર વિરોધ કરી રહયાં હતાં. કોઈપણ શહેરમાં શહેરની મધ્યમાં હિન્દુ વસ્તી વચ્ચે કતલખાનું કયારેય હોઈ જ ન શકે. વર્તમાનપત્રો, સોશીયલ મીડીયામાં પણ તેનો ભરપુર વિરોધ થઈ રહયો હતો. આ બાબત શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન રાજકોટ તેમજ એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાનાં સભ્ય મિતલ ખેતાણીનાં ધ્યાન પર આવતા તાત્કાલીક અસરથી આ જીવદયા વિરોધી નિર્ણયને અટકાવવા જીવદયાપ્રેમી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરાઈ હતી.
મિતલ ખેતાણીની તાત્કાલીક કરાયેલ રજૂઆતોને જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીશ્રીએ અધીકારીઓને આણંદ શહેરની મધ્યમાં કતલખાના બનાવવાનો નિર્ણય મુલ્તવી રાખવા સુચના આપી હતી. જીવદયાનાં કાર્ય બદલ જીવદયા પ્રેમી મુખ્યમંત્રીશ્રીનો શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈનનાં પ્રમુખ મિતલ ખેતાણી, ધીરૂભાઇ કાનાબાર, ઘનશ્યામભાઇ ઠકકર, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડે આભાર માન્યો હતો.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *