સાદર પ્રણામ સહ
શ્રી અંતરીક્ષજી તીર્થની સર્વોચ્ચ અદાલતનો 22-2-2023ના રોજ જે ચૂકાદો આવ્યો છે તેનું અહીંયા ઉચિત વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને ઉત્પન્ન થયેલી અશાંત પરિસ્થિતિ કેવી રીતે શાંત થાય તેનું વિશદ વિવરણ કરવામાં આવ્યું છે. જેને ઉચિત સ્થાન આપવા નમ્ર વિંંનતી છે.
લિ.
અતુલકુમાર વ્રજલાલ શાહ
શ્રી અંતરીક્ષજી તીર્થના સર્વોચ્ચ અદાલતના ચૂકાદાને સન્માન આપવું જરૂરી છે
આખા વિશ્વને વિસ્મય પેદા કરાવે તેવા અદભૂત શ્રી અંતરીક્ષજી તીર્થના પાર્શ્વનાથ પ્રભુ આજે પણ હવામાં અદ્ધર પ્રતિષ્ઠિત થયા છે અને એક કપડું આખું તે પરમાત્માની નીચેથી પસાર થઈ જાય છે. વાસીમ તાલુકાના શીરપૂર ગામમાં આ અતિ પ્રાચીન અને પ્રભાવશાળી પરમાત્મા 42 વર્ષ પછી સર્વોચ્ચ અદાલતના ચૂકાદાને કારણે દર્શન-વંદન- પૂજન માટે તેના દ્વાર મોકળા થયા છે.
સર્વોચ્ચ અદાલતના આ ચૂકાદાના મુખ્ય અંશ નીચે પ્રમાણે છે.
1. આ અપીલના અંતિ પરિણામને આધીન મંદિર અને મૂર્તિનું સંચાલન શ્વેતામ્બરી સંપ્રદાયનું રહેશે.
2. દિગંબરી સંપ્રદાયને 1905માં પક્ષકારો વચ્ચે થયેલા કરાર મુજબ મૂર્તિની પૂજા કરવાની છૂટ આપવામાં આવશે પરંતુ મૂર્તિના સ્વરૂપમાં ફેરફાર કર્યા વિના અને
3. શ્વેતામ્બરી સંપ્રદાય મૂર્તિના કોઈપણ ઘસારાને અટકાવવા અને તેની જાળવણી અને યોગ્ય સારસંભાળના હેતુ માટે મૂર્તિ પર જરૂરી પ્લાસ્ટર (લેપ) હાથ ધરવા માટે સ્વતંત્ર રહેશે.
આ ચૂકાદાનો સ્પષ્ટ અર્ત થાય છે કે આજની તારીકમાં માત્ર મંદિર જ નહીં પણ શ્રી અતંરીક્ષ પાર્શ્વનાથ ભગવાનનની મૂર્તિનો વહીવટ પણ શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના હાથમાં રહેશે. આ ચુકાદામાં દિગંબર સંપ્રદાયને કોઈ વહવીટી અધિકારો આપવામાં આવ્યા નથી. શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘને મૂર્તિના વહીવટના જે અધિકારો આપવામાં આવ્યા છે તેમાં મૂર્તિનો લેપ ક્યારે કરવો?, કેવી રીતે કરવો? તેના અધિકારનો પણ સમાવેશ થઈ જાય છે. તો પણ આ બાબતમં કોઈ શંકા ન રહે તે માટે તેની સ્વતંત્ર છણાવટ ક્રમાંક (3)માં કરવામાં આવી છે.
2. મંદિરના અને મૂર્તિના સુવાંગ વહીવટી અધિકારો શ્વેતામ્બરોને આપ્યા પછી સર્વોચ્ચ અદાલતે ક્રમાંક (2)મં દિગંબરોના અધિકારોનું સ્પષ્ટીકરણ કર્યું છે. તેમ જણાવાયું છે કે દિગંબર સંપ્રદાયને 1905માં પક્ષકારો વચ્ચે થયેલા કરાર મૂજબ મૂર્તિની પૂજા કરવાની છૂટ આપવામાં આવશે પરંતુ તેમાં પણ એક અપવાદ સુપ્રીમ કોર્ટના આદેશમાં જ રાખવામાં આવ્યો છે. આ અપવાદ છે. પરંતુ મૂર્તિના સ્વરૂપમાં ફેરફાર કર્યા વિના તેનો સ્પષ્ટ મતલબ થાય છે કેે દિગંબરો તેમના નક્કી કરવામાં આવેલા વારામાં શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિની પૂજા જરૂરથી કરી શકે છે પણ તેના મૂળ સ્વરૂપમાં ફેરફાર કર્યા વિના જ તેમણે પૂજા કરવાની રહેશે.
શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ તેના મૂળ સ્વરૂપમાં કછોટા, કંદોરા, ચક્ષુ, ટીકા અને મુગટ સહિતની શ્વેતામ્બર મૂર્તિ હોવાથી દિગંબરો તેમાં કોઈ પણ જાતની છેડછાડ કર્યા વિના જ પૂજા કરી શકશે તેવો સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ આદેશ છે. 1905માં જે કોઈ કરાર થયો હતોય કે તેમાં કોઈ પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોય તેનાથી સ્વતંત્ર રીતે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે મૂર્તિના સ્વરૂપમાં ફેરફાર કર્યા વિના દિગંબરો તેમના વારામાં પૂજા કરવાને હક્કદાર છે. સુપ્રીમ કોર્ટના આ સ્પષ્ટ આદેશ પછી દિગંબરો તેમના વારામાં ભગવાનના ચુક્ષ કાઢી શકશે નહીં. કારણ કે સુપ્રીમ કોર્ટે તેમનો મૂર્તિના સ્વરૂપમાં ફેરફાર કર્યા વિના પૂજા કરવાનો હક્ક જ માન્ય કર્યો છે.
(3) સુપ્રીમ કોર્ટના આદેશના ક્રમાંક (3)માં જણાવ્યા મુજબ શ્વેતામ્બર સંપ્રદાય મૂર્તિના કોઈ પણ ઘસારાને અટકાવવા અને તેની જાળવણી અને યોગ્ય જાળવણીના હેતુ માટે મૂર્તિ પર જરૂરી પ્લાસ્ટર (લેપ) હાથ ધરવા માટે સ્વતંત્ર રહેશે. આ આદેશ દ્વારા સુપ્રીમ કોર્ટે શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘને તેમની પરંપરા મુજબ મૂર્તિનો લેપ કરવાનો અધિકાર માન્ય રાખ્યો છે.
દિગંબરભાઈઓએ સર્વોચ્ચ અદાલતના આ ચૂકાદાને સન્માન આપીને 42 વર્ષથી પાંજરામાં પૂરાયેલા પરમાત્માને મુક્ત થવા માટે જે અનુકૂળતાઓ ઊભી થઈ છે તેમાં પૂરેપરી સહાય કરવી જોઈએ. તેના બદલે તેમના દ્વારા તાળાઓ તોડી નાંખવામાં આવે, લેપના કાર્યમાં વિઘ્ન મૂકવામાં આવે તે સર્વોચ્ચ અદાલતના આદેશ પર કન્ટેમ્પટ ઓફ કોર્ટ ગણાશે. અને આ બધું જ વીડિયો રેકોર્ડિંગ પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે ઊપલબ્ધ છે.
વાશીમના સરકારી અધિકારીઓએ પણ સર્વોચ્ચ અદાલતના ચૂકાદા પ્રમાણે શ્વેતામ્બરોને આ પ્રભુનો લેપ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા માટે પૂરેપૂરો સહકાર આપવો જરૂરી છે.
દિગંબરોએ સર્વોચ્ચ અદાલતમાં પણ આ આદેશ આવ્યા પછી એક રીવ્યૂ પિટિશન (આઈએ) દાખલ કરેલી છે. જેમાં પાના નં.4 ઉપર લખવામાં આવ્યું છે કે આ પ્રતિમાને અમે પૂજનીય નથી માનતા અને તેથી તેની પૂજા કરવી તે અમારા માટે વ્યાજબી નથી. જો આમ જ હોય તો પછી આટલી કનડગત શા માટે છે તેઓ પણ પ્રભુ વીરના સંતાન છે તો પછી સર્વોચ્ચ અદાલતના ચૂકાદાને માન્ય કરીને લેપની વ્યવસ્થામાં પૂર્ણ સહકાર આપવો જોઈએ.
આપણે બધા પ્રભુને પ્રાર્થના કરીએ કે શીરપુરમાં શાંતિ પ્રવર્તે અને પરમાત્માની નાદ અને જ્યોતિની જે પ્રતિષ્ઠા થઈ છે તે પ્રાણાગ્નિને પ્રક્ષાલ દ્વારા વધુ પ્રજવલિત કરવામાં આવે. અને સકળ શ્રી સંઘમાં શાંતિ – સમાધિ અને અમનનું વાતાવરણ પુનઃ પ્રતિષ્ઠિત થાય.