- તા. 13/03/2022, રવિવારનાં રોજ સવારે 10-30 વાગ્યાથી પાલિતાણા ખાતે ઉદઘાટન અને દાતાઓનું અભિવાદન
ભગવાન શ્રી મહાવીર સ્વામીની કરૂણા જગતના સર્વ જીવો પ્રત્યે વહેતી આવી છે. સર્વ જીવ સૃષ્ટિના રક્ષણનો બોધ જેમણે આપ્યો છે તેવા શ્રી મહાવીર સ્વામીના ઉપદેશનું આંશીક અનુસરણ કરવા સંસ્થા દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવે છે. લોકડાઉન દરમ્યાન ગુજરાતમાં આવેલ ગૌશાળા/પાંજરાપોળમાં લગભગ ૧ કરોડ રૂપીયાથી વધુનો ચારો અલગ-અલગ પાંજરાપોળમાં પુરો પાડેલ. ખેડૂતના અશકત પશુ જે ખેડૂતોને બોજરૂપ લાગે છે જે ખડકીના દલાલ થકી કતલખાનામાં ન ધકેલાય, તેવા પશુઓને ખેડૂત પાસેથી લઈ પાંજરાપોળ સુધી પહોંચાડવાની તેમજ નિભાવની જવાબદારી સંસ્થા વતી લેવામાં આવે છે. છેલ્લા ૨૦ વર્ષ દરમ્યાન અંદાજે ૯૦,૦૦૦ થી વધુ જીવોને અભયદાન ગુજરાતની પાંજરાપોળમાં આપી ચુકેલ છે. પાંજરાપોળને પણ પશુ બોજરૂપ ન બને તે માટે પાંજરાપોળમાં દતક યોજના વર્ષ માટેનો નકરો રૂા. ૧૨,૦૦૦/- રાખી તે પ્રમાણે આવક પાંજરાપોળમાં ઉભી કરવામાં આવે છે.પાલિતાણામાં પ્રાથમિક શાળાની અંદર નવી ઇમારત તેમજ વર્ગખંડનું નિર્માણ આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટકરવા જઈ રહી છે. પ. પૂ. કાન્તાશ્રી મ. સા. તેમજ પ. પૂજ્ય કંચનશ્રી મ. સા.ની પ્રેરણાથી આદિ જીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાલિતાણાથી 8 કી.મી.નાં અંતરે ભુંડરબા પો. રંડોળા તા. પાલીતાણામાં દાતાશ્રીઓના સહયોગથી નવી ઇમારતનું નિર્માણ થયું છે, જેનું તા. 13/03/2022, રવિવાર સમય સવારે 10-30 કલાકે ઉદ્ઘાટન અને દાતાઓનો અભિવાદન સમારોહનુ આયોજન કરવામાં આવ્યું છે. પ્રાથમિક શાળાના મુખ્ય દ્વારના દાતા સંગીતાબેન, રાજેશભાઇ, જયંતીલાલ જોગાણી પરિવાર (ધાનેરા નિવાસી) , સિધ્ધાચલ શાળાના રૂમના દાતા કમળાબેન જયંતીલાલ ઝૂમચંદભાઈ જોગાણી પરિવાર (ધાનેરા નિવાસી)છે. સિધ્ધરાજ શાળાના વર્ગખંડના દાતા શ્રીમતી માલાબેન વિજયભાઇ દોશી પરિવાર (મુંબઈ) છે. શ્રીમતી પ્રીતિબેન નવીનભાઈ ગાલા(મુંબઈ)નાં સ્મરણાર્થે શાળામાં પાણીની પરબ બનાવવામાં આવી છે. આ પ્રસંગે આશીર્વાદ આપવા અને ઉપસ્થિત રહેવા જયેશભાઈ શાહ (જરીવાલા) (મો. 9920494433) અને ભરતભાઇ મહેતા (મો.9322222928) દ્વારા જાહેર આમંત્રણ અપાયું છે.
