
- આ ઉજવણી અંતર્ગત રાશન કીટ, વ્હીલ ચેર, વિધવા બહેનોને સિલાઈ મશીનનું અનુદાન આપવામાં આવ્યું.
આદિ જીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી નાલાસોપારામાં ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. જેમાં દિવ્યાંગ બાળકો દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું તેમજ તેમના દ્વારા બનાવામાં આવેલા ચિત્રો આદિ જીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટને ભેટ આપવામાં આવ્યા હતા. આ સાથે જ આદિ જીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 51 જરૂરિયાતમંદ પરિવારને રાશન કીટ , વિધવા બહેનો આત્મનિર્ભર બને તે હેતુથી સિલાઈ મશીન તેમજ દિવ્યાંગ બાળકોને વ્હીલચેરનું અનુદાન આપવામાં આવ્યું હતું. તેમજ વડીલો સાથે ભોજન અને સ્નેહમિલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આદિ જીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 730 દિવસથી સતત ટિફિન સેવા જરિયાતમંદ સિનિયર સિટીઝન માટે નાલાસોપારામાં 135 વડીલો માટે ચાલે છે. ટિફિન સેવા પાછળ રાત દિવસ મહેનત કરનાર 10 કાર્યકરોનું સન્માન આદિ જિન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આદિ જીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નાલાસોપારાની ઝુંપડપતિમાં વસવાટ કરતી અનાથ બાળકીઓનાં શિક્ષણની સમગ્ર જવાબદારી લેવામાં આવી છે. જરૂરિયાતમંદ લોકો અને દર્દીઓ માટે સતત કાર્યરત એવા આદિ જિન યુવક ચેરિટેબલ ટ્રસ્ટનાં જયેશભાઈ શાહ (જરીવાલા) (મો. ૯૯૨૦૪૯૪૪૩૩) ભરતભાઇ મહેતા (મો.૯૩૨૨૨૨૨૯૨૮), અશોકભાઈ લોઢા (મો.૯૮૨૦૨ ૭૪૬૨૦), હિતેશભાઈ સંઘવી (મો.૯૮૭૦૦૪૩૨૭૨) ખૂબ જ સરાહનીય કામગીરી કરી રહ્યા છે.
