
- તા.16/10/2022,રવિવારના રોજ પાળિયાદ મહાજન પાંજરાપોળ તેમજ ગૌ શાળા ટ્રસ્ટ ખાતે ઉદઘાટન અને દાતાઓની અનુમોદના કાર્યક્રમનું આયોજન
ભગવાન શ્રી મહાવીર સ્વામીની કરૂણા જગતના સર્વ જીવો પ્રત્યે વહેતી આવી છે. સર્વ જીવ સૃષ્ટિના રક્ષણનો બોધ જેમણે આપ્યો છે તેવા શ્રી મહાવીર સ્વામીના ઉપદેશનું આંશીક અનુસરણ કરવા આદિ જીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યરત રહે છે. લોકડાઉન દરમ્યાન ગુજરાતમાં આવેલ ગૌશાળા/પાંજરાપોળમાં લગભગ ૧ કરોડ રૂપીયાથી વધુનો ચારો અલગ-અલગ પાંજરાપોળમાં પુરો પાડેલ. ખેડૂતના અશકત પશુ જે ખેડૂતોને બોજરૂપ લાગે છે જે ખડકીના દલાલ થકી કતલખાનામાં ન ધકેલાય, તેવા પશુઓને ખેડૂત પાસેથી લઈ પાંજરાપોળ સુધી પહોંચાડવાની તેમજ નિભાવની જવાબદારી સંસ્થા વતી લેવામાં આવે છે. છેલ્લા ૨૦ વર્ષ દરમ્યાન અંદાજે ૯૦,૦૦૦ થી વધુ જીવોને અભયદાન ગુજરાતની પાંજરાપોળમાં આપી ચુકેલ છે. પાંજરાપોળને પણ પશુ બોજરૂપ ન બને તે માટે પાંજરાપોળમાં દતક યોજના વર્ષ માટેનો નકરો રૂા. ૧૨,૦૦૦/- રાખી તે પ્રમાણે આવક પાંજરાપોળમાં ઉભી કરવામાં આવે છે. શ્રી ઈન્દુમણી અમીઝરા વાસુપૂજય જીવરક્ષા અભિયાન અંતર્ગત ૬ વર્ષ પહેલા ગામે ગામ પંખીઘર ચબતરા બનાવવાની શુભ શરૂઆત કરવામાં આવી હતી. જેમાં પથ્થરમાં બનાવેલ અલગ-અલગ ૯ થી ૧૦ ડિઝાઈનો અભિયાન દ્વારા બનાવવામાં આવી. આ અભિયાનમાં જેમ જેમ દાનેશ્વરી દાતાઓ મળતાં ગયા તેમ તેમ દાનેશ્વરી દાતાઓ અને૧૩૨ સભ્યોનાં સાથ સહકારથી અત્યાર સુધીમાં ૬૧ પંખીઘર ચબુતરા તૈયાર થઈ ગયા છે અને તે સિવાય ૧૩ પંખીઘર ચબુતરાનું કાર્ય ચાલુ છે. આ પંખીઘરોની અંદર ૬૦ ઘરોથી ૬૦૦ ઘર સુધીનાં પંખીઘર બનાવવામાં આવે છે. જેમાં હજારો પંખીઓ રહી શકે તે રીતે તેમને અલગ અલગ પ્રાઈવેટ ફ્લેટ આપવામાં આવે છે. હવાઉજાસ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. અભિયાન દ્વારા તે સિવાય પાંજરાપોળ વિકાસનાં પણ કાર્યો કરવામાં આવે છે.
આ અભિયાન અંતર્ગત શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈનાં સહયોગથી પાળિયાદ મહાજન પાંજરાપોળ તેમજ ગૌ શાળા ટ્રસ્ટ બાબરકોટ ખાતે શ્રી સવિતાબેન ભગવાનલાલ છોટાલાલ સંઘવી પરિવાર તથા જ્યોત્સનાબેન મહેન્દ્રભાઇ ભગવાનલાલ સંઘવી( લિબડી , હાલ – પાર્લા – મુંબઈ) પરિવાર દ્વારા નિર્માણ થયેલ 15 માળ અને 250 રૂમવાળા આધુનિક ચબૂતરાનું ઉદ્ઘાટન સમારોહનું આયોજન તા. 16/10/2022, રવિવારનાં સવારે 9-30 વાગ્યા થી પાળિયાદ મહાજન પાંજરાપોળ તેમજ ગૌ શાળા ટ્રસ્ટ બાબરકોટ ખાતે કરવામાં આવ્યું છે.દાતાશ્રીઓની અભિવાદન સવારે 10 વાગ્યાથી થશે. ઉદ્ઘાટન સમારોહમાં બપોરે 12 વાગ્યાથી ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા રાખેલ છે. આ કાર્યક્રમનાં પ્રેરક શ્રી બોટાદ મહાજન પાંજરાપોળ તથા ગૌશાળા શ્રી પાંજરાપોળ સેવા ગ્રુપ – બોટાદ (પ્રમેશ પી.શાહ) શ્રી ઈન્દુમાણા અમીઝરા વાસુપૂજ્ય જીવરક્ષા અભિયાન – અમદાવાદ (વસંતભાઈ શાહ, અલ્પેશભાઈ શાહ) શ્રી આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ વાલ્કેશ્વર – મુંબઈ છે. આ કાર્યક્રમમા હાજર રહેવા શ્રી પાળિયાદ મહાજન પાંજરાપોળ તેમજ ગૌ શાળા ટ્રસ્ટ દ્વારા જાહેર આમંત્રણ અપાયું છે.
