- તા.22/1/2023,રવિવારના રોજ પાળિયાદ મહાજન પાંજરાપોળ તેમજ ગૌ શાળા ટ્રસ્ટ,પાળીયાદ ખાતે ઉદઘાટન કાર્યક્રમનું આયોજન
ભગવાન શ્રી મહાવીર સ્વામીની કરૂણા જગતના સર્વ જીવો પ્રત્યે વહેતી આવી છે. સર્વ જીવ સૃષ્ટિના રક્ષણનો બોધ જેમણે આપ્યો છે તેવા શ્રી મહાવીર સ્વામીના ઉપદેશનું આંશીક અનુસરણ કરવા આદિ જીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યરત રહે છે. લોકડાઉન દરમ્યાન ગુજરાતમાં આવેલ ગૌશાળા/પાંજરાપોળમાં લગભગ ૧ કરોડ રૂપીયાથી વધુનો ચારો અલગ-અલગ પાંજરાપોળમાં પુરો પાડેલ. ખેડૂતના અશકત પશુ જે ખેડૂતોને બોજરૂપ લાગે છે જે ખડકીના દલાલ થકી કતલખાનામાં ન ધકેલાય, તેવા પશુઓને ખેડૂત પાસેથી લઈ પાંજરાપોળ સુધી પહોંચાડવાની તેમજ નિભાવની જવાબદારી સંસ્થા વતી લેવામાં આવે છે. છેલ્લા ૨૦ વર્ષ દરમ્યાન અંદાજે ૯૦,૦૦૦ થી વધુ જીવોને અભયદાન ગુજરાતની પાંજરાપોળમાં આપી ચુકેલ છે. પાંજરાપોળને પણ પશુ બોજરૂપ ન બને તે માટે પાંજરાપોળમાં દતક યોજના વર્ષ માટેનો નકરો રૂા. ૧૨,૦૦૦/- રાખી તે પ્રમાણે આવક પાંજરાપોળમાં ઉભી કરવામાં આવે છે. આદિ જીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈના સહયોગથી પાળિયાદ મહાજન પાંજરાપોળ તેમજ ગૌ શાળા ટ્રસ્ટ ખાતે પશુ આશ્રય શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ શેડમાં 250થી વધારે પશુઓ આવાસ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ શેડના ઉદઘાટન કાર્યક્રમનું આયોજન તા. 22/01/2023, રવિવારનાં રોજ સાંજે 4 કલાકેથી પાળિયાદ મહાજન પાંજરાપોળ(બાબરકોટ વાડી) પાળીયાદ ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગિરીશભાઈ શાહ (મેનઇજિંગ ટ્રસ્ટી – સમસ્ત મહાજન , સભ્ય – એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયા) હાજરી આપશે. આ કાર્યક્રમમાં સંત નિશ્રા બોટાદ સંમપ્રદાયનાં પ. પુ. રસિલાબાઈ મહાસતીજી તથા ગુણવંતીબાઈ મહાસતીજી આદિ ઠાણાપા આપશે. ઉદઘાટન સમારોહમાં ગૌતમ પ્રસાદનાં દાતા માતુશ્રી વસંતબેન હસમુખભાઇ ગોપાણી (પળીયાદવાળા-મુંબઈ) છે. પશુ આશ્રય શેડના શુભેચ્છક પ્રેરકો બોટાદ પાંજરાપોળ સેવા ગ્રુપ – જીવદયા પ્રેમી પ્રમેશભાઈ શાહ, શ્રી બોટાદ મહાજન પાંજરાપોળ તથા ગૌશાળા , શ્રી ગઢડા મહાજન પાંજરાપોળ તથા ગૌશાળા , શ્રી રાણપુર મહાજન પાંજરાપોળ તથા ગૌશાળા ,શ્રી સાયલા મહાજન પાંજરાપોળ તથા ગૌશાળા , શ્રી બ્રમહેશ્વર મહાજન પાંજરાપોળ તથા ગૌશાળા – પીપરડી , શ્રી ઢસા મહાજન પાંજરાપોળ તથા ગૌશાળા , શ્રી નવઘણ ગૌશાળા – પાલીતાણા , શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – રાજકોટ , શ્રીજી ગૌશાળા – રાજકોટ, શ્રી ભાવનગર પાંજરાપોળ ,શ્રી નૂતન રામ ઉત્તમ પાંજરાપોળ ભડલા છે. પશુ આશ્રય શેડનાં ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવા આદી જિન યુવક ચેરિટેબલ ટ્રસ્ટનાં જયેશભાઈ શાહ (જરીવાલા) (મો. 9920494433) , હિતેશભાઈ સંઘવી (મો. 98700 43272) , અશોકભાઇ લોઢા (મો.9820274620), ભરતભાઈ મહેતા , વિજયભાઈ દોશી દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
