
આદિ જીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ’ની પ્રેરણાથી શંખેશ્વર ખાતે ‘જૈના’ સંસ્થાનાં આર્થિક સહયોગથી, સદભાવના વૃદ્ધાશ્રમનાં માધ્યમથી 5 હજાર વૃક્ષોનું વાવેતર થઈ ચુક્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમનું ગુજરાતને ગ્રીન સ્ટેટ બનાવવાનું મહત્વાકાંક્ષી સ્વપ્ન છે. અત્યાર સુધીમાં ગુજરાતનાં 10 જિલ્લાઓમાં 20 લાખ વૃક્ષોનું વાવેતર અને જતન પણ થઇ ગયો છે. વૃક્ષો વાવવા સહેલા છે, પણ તેની માવજત કરવી અઘરી છે. જયારે આ સંસ્થા દ્વારા વૃક્ષોના વાવેતર સાથે તેને પિંજરાથી રક્ષણ આપવામાં આવે છે અને સાથે 3 વર્ષ સુધી તેની માવજત કરી, જાહેર સ્થળોએ વાવેલા વૃક્ષોને પાણી પીવડાવવા સહિતની કામગીરી કરીને તેના ઉછેરની સંપૂર્ણ જવાબદારી નિભાવવામાં આવે છે. સદભાવના વૃધ્ધાશ્રમનું ‘ધ ગ્રીન મૈન’ તરીકે જાણીતા વિજયભાઈ ડોબરીયા સફળ રીતે સુકાન સંભાળી રહયા છે. તેઓએ વડીલોની અને પર્યાવરણની બન્નેની સેવા કરવાના સંકલ્પ સાથે નાની એવી સંસ્થા શરૂ કરી હતી જે આજે ભગીરથ કાર્યોથી વટવૃક્ષ બનીને લોકપ્રિય બની છે. વિજયભાઈ ડોબરીયાનાં માર્ગદર્શન હેઠળ સદભાવના વૃધ્ધાશ્રમની ટીમ વૃક્ષારોપણની કામગીરી પુરજોશમાં કરી રહી છે. સંસ્થા હાલ 250 ટ્રેકટર, 250 ટેન્કર વડે વૃક્ષોને નિયમીત રીતે પાણી પીવડાવવા માટે 700 લોકોનો પગારદાર સ્ટાફ સાથે આ અભિયાન ચલાવી રહી છે. જે માટે રાજય સરકારે ‘ધ ગ્રીન મેન’ વિજયભાઈ ડોબરીયાનું ‘વન પંડીત’ એવૉર્ડથી સન્માન પણ કર્યુ હતું. ‘આદિ જીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ’ની પ્રેરણાથી શંખેશ્વર ખાતે ‘જૈના’ સંસ્થા દ્વારા 5 હજાર વૃક્ષોનું વાવેતર થયું. ‘જૈના’ સંસ્થાના આર્થિક સહયોગથી, સદભાવના વૃદ્ધાશ્રમનાં માધ્યમથી શંખેશ્વરને ગ્રીન બનાવવામાં આવી રહ્યું છે. 5 હજાર વૃક્ષોનું વાવેતર શંખેશ્વર ખાતે કરવામાં આવ્યું છે, મોટાભાગનું કાર્ય પૂર્ણ થઇ ગયું છે. જીવદયા અને પર્યાવરણ રક્ષા પ્રત્યે વધુ એક કાર્ય પૂર્ણ થયું છે.