• અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય એવોર્ડ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા જીમીષની ચૂંટણી પંચ દ્વારા સને ૨૦૧૭ માં આઈકોન તરીકે પણ નિમણુંક થયેલ.

અત્યંત સાધારણ કુટુંબમાં જન્મેલ જીમીષને જન્મના થોડા સમય બાદ પરિવારને જાણવા મળેલ કે તે ‘મંદ બુધ્ધિ- દિવ્યાંગ’ હતો. પરંતુ પરીવારની તેમજ જીમીષના પોતાના સખ્ત પરિશ્રમ મહેનતથી જીમીષ છેલ્લા ૨૦ વર્ષથી જુદી જુદી જગ્યાએ પ્રાઇવેટ સંસ્થામાં નોકરી કરે છે. જીમીષ ભાસ્કરભાઈ પારેખ છેલ્લા ૧૦ વર્ષથી એકજ કન્સ્ટ્રક્શન કંપની પટેલ એજન્સીમાં ઓફિસ આસીસ્ટન્ટ તરીકે કામ કરે છે. અને રૂા. ૧૦,૦૦૦− માસિક પગાર મેળવે છે. સાથે સાથે જીમીષ પોતાનું રોજીંદું જીવનનું તમામ કાર્ય જ કરે છે. સાયકલ ચલાવે છે, છેલ્લા ૨૦ વર્ષથી સ્કુટર ચલાવે છે અને તમામ ઓફિસ ઘરના સ્વતંત્ર કાર્ય પોતે જાતે જ કરે છે, બેકીંગ, પોસ્ટ ઓફિસ, ઇલેકટ્રીસીટી બીલ, વેરા બીલ, મોબાઈલ બીલ, સ્વૈચ્છાએ જે તે સ્થળે વાહન ચલાવી ભરવા માટે જાય છે અને સમય કાઢી સર્વિસમાંથી દિવ્યાંગ બાળકો માટે કામ કરતી રાજકોટની ખ્યાતનામ ‘પ્રયાસ’ સંસ્થામાં તાલીમ આપવા જાય છે.

સામાન્ય કુટુંબમાં જન્મેલ મા-બાપના (મેન્ટલી રીટાર્યડ) દિકરાને બે વખત ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રીએ એવોર્ડઝ આપી સન્માનીત કરેલ છે. આ ઉપરાંત સૌથી મોટો એવોર્ડ રાષ્ટ્રપતિ એવોર્ડ પણ જીમીષે બેસ્ટ એમ્પલોયઝ તરીકેનો પણ મેળવેલ છે. જીમીષ હવે પોતાની જીંદગી સ્વતંત્ર નોર્મલ બીજા બાળકોની જેમ જીવે છે અને આનંદ કરે છે, સમાજ માટે જીમીષે અને તેના માતા-પિતાએ એક ઉતમ ઉદાહરણ પુરૂ પાડેલ છે.  મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી ગુ.રા. ગાંધીનગરની કચેરીના સંદર્ભ તળેના પત્રથી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ને અનુલક્ષીને મતદાર તરીકેની લાયકાત ધરાવતા તમામ લોકોની મતદાર તરીકે નોંધણી થાય તેમજ તેઓ નૈતિકતાપૂર્ણ અચૂક મતદાન કરે તે માટે જાગૃતિ લાવવા અને તેમને ચૂંટણી પ્રક્રિયાથી શિક્ષીત કરવા માટે આઈકોનની નિયુકિત કરવાની ચૂંટણી પંચની સુચના અનુસાર જીમીષ પારેખની શારીરિક અક્ષમ વ્યક્તિઓ મતદારો માટેની આઈકોન તરીકે દરખાસ્ત કરવામાં આવેલ. જે અનુસાર વિધાનસભા સામાન્ય ચૂંટણી–૨૦૧૭ માટે ‘જિલ્લા આઈકોન’ તરીકે જીમીષ ભાસ્કરભાઈ પારેખની નિમણૂંક અપાઈ છે. જિલ્લા આઈકોન તરીકે નિમણૂંક પામેલ જીમીષ ભાસ્કરભાઈ પારેખ ક્લેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તથા નોડલ ઓફિસરશ્રી (સ્વીપ)ની સુચના મુજબ મતદાર તરીકેની લાયકાત ધરાવતા તમામ શારીરિક અક્ષમ વ્યક્તિઓ/મતદારોની મતદાર તરીકે નોંધણી થાય તેમજ તેઓ નૈતિકતાપૂર્ણ અચૂક મતદાન કરે તે માટે જાગૃતિ લાવવા અને તેમને ચૂંટણી પ્રક્રિયાથી શિક્ષીત કરવા સ્વીપ અંતર્ગત કામગીરી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, જીમીષના પિતા ભાસ્કરભાઈ પારેખ જે પોતે સીનીયર સીટીઝન છે, મીકેનીકલ એન્જીનીયર છે અને ગર્વમેન્ટના રીટાયર્ડ ઓફીસર છે તેઓ પોતે પણ યુવાન શરમાવે તેવી સ્ફૂર્તિથી કામ કરી “પ્રયાસ” નામની સંસ્થાની સ્થાપના કરી દિવ્યાંગ બાળકો તેમજ તેમના પરીવારો માટે નેત્રદિપક કામગીરી કરી રહયાં છે. ખાસ કરીને રાજકોટ, ગુજરાત અને પશ્ચિમ ભારતના દિવ્યાંગ બાળકો, કુટુંબોને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે તેમણે એક ‘દિવ્યાંગ હેલ્પલાઈન’ની પણ સ્થાપના કરી છે. અત્યાર સુધીમાં હજારો દિવ્યાંગોને તેઓ તન, મન, ધનથી મદદરૂપ થયા છે તે જ રીતે જીમીષના માતુશ્રી શ્રીમતી હંસાબેન પારેખ પણ પતિ ભાસ્કરભાઈના ખંભે ખંભો મીલાવીને તમામ દિવ્યાંગ બાળકોને પોતાના જ બાળકો ગણી મદદરૂપ થવા, તેમનું મોરલ ટકાવી રાખવા સતત કાર્યરત રહે છે. જીમીષની સેલ્ફ એડવોકેટસ ફોરમ ઓફ ઈન્ડિયા (ભારત સરકાર માન્ય સંસ્થા) માં પણ ટ્રસ્ટી તરીકે ગૌરવવંતિ નિમણુંક થઈ છે, તે ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત છે. જીમીષ રાજકોટની ‘પ્રયાસ સંસ્થા’ ઉપરાંત એનીમલ હેલ્પલાઈન, સદભાવના વૃધ્ધાશ્રમ, શ્રીજી ગૌશાળા, વિવેકાનંદ યુથ ક્લબ સહીતની સંસ્થાઓમાં પણ યથા શક્તિ સેવા આપતો રહે છે. જીમીષ ભાસ્કરભાઈ પારેખ સરનામું : ૧૦૧, સંસ્કૃતિ એપાર્ટમેન્ટ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, કે.કે.વી. હોલ પાસે, રાજકોટ. (મો.નં. ૯૪૨૬૩૧૭૭૬૩).

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *