
ભારત ઋષીમુનીઓ, સંતો-મહંતોનો દેશ છે. ઋષી પરંપરા મુજબ વૃક્ષ, જળ, જમીન અને જીવમાત્રની પૂજા આદિકાળથી કરતા આવ્યા છીએ. જે માટે ઋષી મુનીઓએ વૃક્ષને એક ઋષીથી વિશેષ વિશ્લેષ્ણ આપ્યું છે. જેમાં હવા, પાણી, ખોરાક, પશુ-પક્ષીઓનું રહેઠાણ અને તેના ફળ ફૂલ અને તેના બીજ દ્વારા અનેક વૃક્ષોને ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. સાથે સાથે તેના પાંદડાઓથી નવી જમીનનું સર્જન થાય છે અને તેના એક એક બીજમાં આવા હજારો ઝાડ ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. સાથે સાથે પૂર હોનારત વખતે જમીનનું ધોવાણ અટકાવે છે. તેની હરીયાળી તન અને મનને સંમોહીત કરી સુખાકારી આપે છે.
અનમોલ એવું વૃક્ષ આપણે જાણીએ છીએ તેમ હવા, પાણી અને ખોરાક, રહેઠાણ બનાવે છે પણ સાથે સાથે આરોગ્ય દાતા અને જ્ઞાનદાતા પણ છે. જેમ કે ભગવાન મહાવીર અને બુધ્ધ ભગવાનને કેવળ જ્ઞાન મોટા મહેલોમાં નહી પણ એક વૃક્ષ નીચે પ્રાપ્ત થયું છે. તેવી જ રીતે રાજાશાહીના સમયમાં તેમના રાજકુમારો વન વગડામાં ગુરૂકૂળમાં જઈ ઋષી–મુનીઓ આગળ ઝાડ જ્ઞાન પ્રાપ્ત કરતા હતા. આપણા ઋષીમુનીઓ, તપસ્વીઓ, સાધુ–સંતો, યોગીઓ જંગલમાં જ રહે છે અને ઘણી બધી શોધખોળ તેમણે વૃક્ષ નીચે જ પામીને સમાજને અર્પણ કરી છે. તેવી જ રીતે અનેક રોગોમાં ઔષધીઓ ગુણો પણ આપણે આયુર્વેદમાં આજે પણ ઉપયોગ કરીને તંદુરસ્ત રહી શકીએ છીએ. જેમ કે હરડે અને એરંડીયુના ગુણ પાચન ક્રિયા સુધારીને પેને સાફ કરવાનો છે. ત્રિફળાના પ્રયોગથી આજે પણ આંખોનું તેજ તંદુરસ્ત રહે છે. બાવળ, વડ, કરંજના દાતાણથી દાંત અને પેઢાના રોગોના રોગો થતા જ ન હતા. તન અને મનને મોહક કરે એવું નિલગીરી, સુખડ અને ચંદન જેવા સગંધી પદાર્થો.
કોરોના કાળમાં ઓકિસજનની માત્રા માટે જોઈ લીધુ કે ઓકિસજનની કેટલી જરૂરીયાત છે તે મુજબ આજે સરકાર અને લોકો વૃક્ષો વાવવામાં અગ્રેસર થયા છે અને દરેક કોર્પોરેશનો પણ હવે ફરજીયાત ગાર્ડન અને તેનો રાખરખાવ સાથે તેમા કસરતના સાધનો પણ વિકસાવી રહયાં છે. કારણ કે લોકોને વૃક્ષની કિંમત કોરોનાએ સમજાવી દીધે છે. સાથે સાથે તંદુરસ્તી અને મનની શકિત વધારવા માટે વૃક્ષ નીચે લઈ જવામાં આવે તો ચોકકસ મનની શાંતી વૃક્ષ આપે જ છે જે આપણા વિડલોએ અને સાધુ–સંતોએ સાબીત કરી દીધેલ છે માટે ચાલો આપણે બધાજ વૃક્ષ વાવીએ, તેનું જતન કરીએ અને તેની સાથેનું જીવન જીવીને તન,મન,ધનથી સુખી રહીએ સૌથી મોટું સુખ તો મનનું છે જે શાંત હશે તો ઘણું બધું આમાંથી પામી શકશું. આવા વૃક્ષોને વાવીને વર્ષો સુધી પશુ-પક્ષીઓને આહાર જેમ કે કીડીયારું પર પડે, ચકલાઓને ચણ આપવું પડે, કબૂતરો અને પશુ-પક્ષીઓનો વર્ષો સુધી ખોરાક આપે તેવો આ ચબૂતરો વૃક્ષના રૂપમાં વાવીએ અને સમાજ કલ્યાણમાં સહભાગી બનીએ.