
સમગ્ર ભારતમાંથી 450 થી વધુ પશુચિકિત્સકોએ ભાગ લીધો.
ગિરીશભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિ
ઈન્ડિયન સોસાઇટી ઓફ વેટરનરી સર્જરીની 45મી વાર્ષિક કોન્ફરન્સ નાગપુર ખાતે યોજાઇ, નાગપુર વેટરનરી કોલેજ ખાતે 11 થી 13 જાન્યુઆરીના રોજ યોજાઇ હતી. આ કોન્ફરન્સમાં આરએસએસ ચીફ મોહન ભાગવતીજીની વિશિષ્ટ ઉપસ્થિત રહી પોતાના આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમમાં ગિરીશભાઈ શાહ – મેનેજિંગ ટ્રસ્ટી , સમસ્ત મહાજન , સભ્ય –એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોન્ફરન્સને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે , ભારતમાં પ્રાણીઓની સંખ્યા ખૂબ જ વધુ છે જેની સામે પશુચિકિત્સકોની સંખ્યા ઘણી ઓછી છે. પ્રાણીઓ અને પક્ષીઓની કાળજી લેવા માટે વધુ ઉપચાર કરવા માટે વધારે પશુ ચિકિત્સકની જરૂર છે. પશુચિકિત્સકો જે અબોલ પશુ પક્ષીઓની સારવાર કરે છે તેમને આપણે માન આપવું જોઈએ તેઓ લાચાર પ્રાણી મિત્રોની સંભાળ રાખવાનું મુશ્કેલ કામ કરે છે. ઈન્ડિયન સોસાઇટી ઓફ વેટરનરી સર્જરીની 45મી વાર્ષિક કોન્ફરન્સ નાગપુર ખાતે યોજાઇ હતી જેમાં સમગ્ર ભારતમાંથી 450 થી વધુ પશુચિકિત્સકોએ ભાગ લીધો હતો.