- કરૂણા અભીયાન અંતર્ગત સમગ્ર રાજકોટ જિલ્લામાં પક્ષીઓ માટે સારવાર કેન્દ્રો ઉભા કરી, ઇજા થયેલા પક્ષીને તાત્કાલીક સારવાર આપવાનું આયોજન કરવામાં આવશે.
- મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણા અને માર્ગદર્શનમાં જીવો-જીવવા દો—જીવાડો નો જીવદયા અભિગમ સાકાર થશે.
- રાજયભરમાં ૭૦૦ થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો ૬૨૦ થી વધુ તબીબો ૬ હજારથી વધુ સેવાભાવી સ્વયંસેવકો ‘કરૂણા અભિયાન’ માં સહભાગી થશે.
- પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો વોટસએપ અને વેબસાઈટ દ્વારા મેળવી શકાશે.
- જિલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુ દ્વારા વ્હેલી સવારે ૬ થી ૮ તથા સાંજે ૪ થી ૬ પતંગ ન ઉડાડી તેમજ પ્રતિબંધીત ચાઈનીઝ દોરા, કાચ પાયેલા પાકા દોરા, તુકકલનો ઉપયોગ ન કરી પક્ષીઓના જીવન બચાવવા લાગણી સભર અપીલ.
- ઘવાયેલા પક્ષીઓની જરૂરી અદ્યતન સારવાર જેવી કે સોનોગ્રાફી, પેથોલોજી તેમજ જરૂરી ઓપરેશન પણ કરાશે.
- તાર પર, ઝાડ પર લટકતા દોરાઓ હટાવી લેવા વિનંતી.
- કરૂણા અભિયાન–૨૦૨૨ અંતર્ગત પક્ષી નિદાન કેન્દ્રની માહિતી માટે વોટસએપ મો.૮૩૨૦૦૦૨૦૦૦ નંબર ’Karuna’ મેસેજ લખી https://bit.karunaabhiyan ઉપર ક્લીક કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મળી શકશે.
- તાત્કાલીક સારવાર રેસ્કયુ માટે ૧૯૬૨, ૯૮૯૮૪૯૯૯૫૪, ૯૮૯૮૦૧૯૦૫૯, ડીસ્ટ્રીકટડીઝાસ્ટર કંટ્રોલ રૂમ નં. ૦૨૮૧-૨૪૭૧૫૭૩, ટોલ ફ્રી નં.૧૦૭૭૫ર સંપર્ક વિનંતી.
આ અભિયાનના દિવસો દરમ્યાન સમગ્ર રાજયમાં દરરોજ સવારે ૭ થી સાંજે ૬ કલાક સુધી તમામ તાલુકાઓમાં વનવિભાગ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવશે, જીવો જીવવાદો અને જીવાડોની જીવદયા ભાવના સાથે મખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં વન વિભાગે આ વર્ષે ઉતરાયણ પર્વ દરમ્યાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરીત સારવાર વ્યવસ્થા માટે વોટસએપ નંબર તથા વેબસાઈટ પર કાર્યરત કર્યા છે. એટલું જ નહીં, પશુપાલન વિભાગના હેલ્પલાઈન નંબર ૧૯૬૨ ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઈ શકાશે. આગામી ઉતરાયણ દરમ્યાન જો કોઈ પક્ષી ઘાયલ થાય તો તેની સારવાર માટે રાજયભરમાં આ વર્ષે ૭૦૦ થી વધુ પક્ષી નિદાન સારવાર કેન્દ્રો, ૬૨૦ થી વધારે તબીબો તેમજ 5000 ઉપરાંતની સંખ્યામાં સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેવાના છે. ઉતરાયણ જેવા તહેવારો અને લોકોત્સવોની ઉજવણી દરમ્યાન અબોલ જીવોની ચિંતા કરી તેની સારવાર માવજતનું આ કરૂણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે. પાછલા પાંચ વર્ષોમાં અંદાજે ૫૦ હજારથી વધુ પક્ષીઓની કરૂણા અભિયાન અન્વયે સારવાર સુશ્રુષા કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ વર્ષે ઉતરાયણ તહેવારોમાં પક્ષીઓ પતંગ દોરીથી ઘાયલ ન થાય તેની તકેદારી રાખીને તહેવાર ઉજવવા સૌને અપીલ કરી છે. રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબધ્ધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ પક્ષીઓને બચાવવા માટે રાજય સરકાર દ્વારા છેલ્લા થોડા વર્ષથી કરુણા અભિયાન શરૂ કરાયું છે.
રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબધ્ધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ પક્ષીઓને બચાવવા માટે રાજય સરકાર દ્વારા છેલ્લા ચાર વર્ષથી કરૂણા અભિયાન શરૂ કરાયું છે. તા. ૧૦મી થી તા. ૨૦/૦૧/૨૦૨૨ દરમ્યાન આ અભિયાન હેઠળ રાજયભરના તમામ જિલ્લા કલેકટ૨ની તેમજ મ્યુનિસીપલ કમિશ્નરની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ વન વિભાગ, પશુપાલન વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસ તંત્ર, એનીમલ વેલફેર બોર્ડ, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, વિવિધ ગૌશાળાઓ,પાંજરાપોળો, વિદ્યુત બોર્ડ અને રાજયભરમાં પથરાયેલ વિવિધ જીવદયાપ્રેમી સંસ્થાઓ વચ્ચે સંકલન સાધી સઘનપણે પક્ષીઓને બચાવવાની કામગરી સુઆયોજીત ઢબે હાથ ધરાશે. આ અભિયાનમાં જીવદયાપ્રેમીઓ અને જીવદયાક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ સાથે સંકલન કરવુ અને તેમને જીલ્લા તંત્ર સાથે આ અભિયાનમાં મોટાપાયે સાંકળવુ એ અતિ મહત્વનો અભિગમ રહેશે. આ અન્વયે દરેક જિલ્લા મુખ્ય મથકોએ હેલ્પલાઈન, વિવિધ સ્થળએ ઓપરેશન થિયેટર તેમજ પક્ષીઓના સારવાર કેન્દ્રો ઉભા કરી, ઇજા થયેલ પક્ષીઓને સારવાર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં વનવિભાગ, પશુપાલન વિભાગ, પોલીસ તંત્ર, વિવિધ સરકારી તેમજ અર્ધસરકારી તંત્રો, વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ તેમજ પશુચિકિત્સક અધિકારીઓ, મહાનગરપાલીકા, માહિતી ખાતુ, ખાનગી વેટરનરી ડોકટરો સહીતનાઓને પણ સામેલ કરવામાં આવેલ છે. તદઉપરાંત આ અભિયાન હેઠળ ચાઈનીઝ દોરી અથવા ચાઈનીઝ માંઝાનો ઉપયોગ ન થાય તે અંગે જાગૃતિ કેળવાય તેમજ પતંગ ચગાવવાના ઉમંગમાં અબોલ જીવોને હાની ન થાય તે અંગે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું તેમજ મોબાઈલવાન મારફતે જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવાનું નકકી કરાયેલ છે. કરૂણા અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ, અધિક કલેકટર કેતનભાઈ ઠકકર, ગુજરાત સરકારના એનિમલ વેલફેર બોર્ડના સભ્ય મિતલ ખેતાણી તથા સાથી ટીમ, ડી.એફ.ઓ. શ્રી રવિ પ્રસાદ, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઈનના પ્રતિક સંઘાણી, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA) ના જયેશ ઉપાધ્યાય, ચંદ્રકાંતભાઈ શેઠ, રાજકોટ મહાનગરપાલીકા, વન વિભાગ, નાયબ પશુપાલન નિયામક ડો. ખાનપરા સાહેબ, જિલ્લા વહિવટી તંત્ર, પોલીસ તંત્ર, આરોગ્ય વિભાગ તથા છેલ્લા ૧૮ વર્ષથી રાજકોટ શહેરના ઘવાયેલા અબોલ જીવોની નિઃશુલ્ક સારવાર કરતી અને મુખ્યમંત્રીશ્રી દ્વારા સન્માનીત, સમગ્ર ભારતની નિઃશુલ્ક પશુ—પક્ષી સારવાર ક્ષેત્રની નંબર વન સંસ્થા જીવદયા ક્ષેત્રે ભારત સરકાર દ્વારા સર્વશ્રેષ્ઠ સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન, વિવિધ સંસ્થાઓ શ્રી મહાવીર સેવા ટ્રસ્ટ, રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ, પંચનાથ એનીમલ હોસ્પિટલ, આદિ જીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ વિગેરેના સથવારે વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
- રાજકોટ જિલ્લામાં ચાર્ટમાં આપેલા નંબરો તા.૧૦ થી તા. ૨૦ જાન્યુઆરી સુધી ઘવાયેલા પક્ષીઓની નિઃશુલ્ક સારવાર માટે કાર્યરત રહેશે.
- કરૂણા અભિયાન–૨૦૨૨ અંતર્ગત પક્ષી નિદાન કેન્દ્રની માહિતી માટે વોટસએપ મો.૮૩૨૦૦૦૨૦૦૦ નંબર ’Karuna’ મેસેજ લખી https://bit.karunaabhiyan ઉપર ક્લીક કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મળી શકશે.
- કરૂણા અભિયાન અને હેલ્પલાઈન નંબર(૧૯૬૨, ૯૮૯૮૪ ૯૯૯૫૪, ૯૮૯૮૦ ૧૯૦૫૯), ડીસ્ટ્રીકટ ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ નં. ૦૨૮૧-૨૪૭૧૫૭૩, ટોલ ફ્રી નં.૧૦૭૭)નો વિસ્તૃત પ્રચાર કરી અબોલ પક્ષીઓને બચાવવાનો સઘન પ્રયાસ કરાશે.
- જીલ્લામાં આ અભિયાન અંતર્ગત વાહનો નકકી કરી તેના પર બેનર અને અન્ય પ્રચાર માધ્યમો ગોઠવી, જનજાગૃતિ કેળવવાની કાર્યવાહી કરાશે.
- મહાનગરપાલિકા પશુપાલન અને વનવિભાગની કચેરીઓના વાહનો નકકી કરી ઘાયલ થયેલા પક્ષીઓને પશુ દવાખાના સુધી લઈ જવાની (શક્ય હશે ત્યાં સુધીની) વ્યવસ્થા ગોઠવાશે.
- જીલ્લામાં આવેલ તમામ પશુ ચિકિત્સકો, (સરકારી તેમજ અન્ય ખાનગી) ની ટીમો બનાવીને પશુ દવાખાનામાં સતત કાર્યરત રહે તેવી વ્યવસ્થા ગોઠવાશે.
- પ્રતિબંધીત ચાઈનીઝ દોરા તેમજ ચાઈનીઝ તુકકલ વેંચતા વેપારીઓ પર રેડ પાડવામાં આવશે.
- આગામી મકરસંક્રાંતિપર્વ નિમિતે SPCA અને જીલ્લા પંચાયત રાજકોટ દ્વારા સમગ્ર જિલ્લામાં પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓ માટે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવશે. જીલ્લાનાં તમામ તાલુકા સ્તરના ૨૦ થી વધુ પશુ દવાખાનાઓમાં ૩૦ થી વધુ વેટરનરી ડોક્ટરોની ટીમ હાજર રહેશે. અને પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર–સુશ્રુષા કરશે. આ તમામ દવાખાના મકર સંક્રાંતિએ સવારે ૯ થી સાંજે ૮ સુધી ખુલ્લા રહેશે.
ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે રાજકોટ શહેર જિલ્લામાં તા.૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી કંટ્રોલરૂમ કાર્યરત રહેશે.
ક્રમ | સારવારનું સ્થળ | કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ –એનિમલ હેલ્પલાઈન |
૧ | ત્રિકોણ બાગ, રાજકોટ | ૯૮૯૮૦ ૧૯૦૫૯ / ૯૮૯૮૪ ૯૯૯૫૪ |
૨ | પેડક રોડ , રાજકોટ | ૯૮૯૮૦ ૧૯૦૫૯ / ૯૮૯૮૪ ૯૯૯૫૪ |
૩ | આત્મીય કોલેજ પાસે,કાલાવડ રોડ, રાજકોટ | ૯૮૯૮૦ ૧૯૦૫૯ / ૯૮૯૮૪ ૯૯૯૫૪ |
૪ | કિસાનપરા ચોક,રાજકોટ | ૯૮૯૮૦ ૧૯૦૫૯ / ૯૮૯૮૪ ૯૯૯૫૪ |
૫ | માધાપર ચોકડી પાસે,રાજકોટ | ૯૮૯૮૦ ૧૯૦૫૯ / ૯૮૯૮૪ ૯૯૯૫૪ |
૬ | કરુણા એનિમલ હોસ્પિટલ ,ગોંડલ રોડ ચોકડી પાસે,તુલીપ પાર્ટી પ્લોટ પાછળ,વાવડી, રાજકોટ. | ૯૮૯૮૦ ૧૯૦૫૯ / ૯૮૯૮૪ ૯૯૯૫૪ |
૭ | રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ,નદીના કાંઠે,ભાવનગર રોડ, રાજકોટ | ૦૨૮૧-૨૪૫૭૦૧૯ |
૮ | જીવદયા ઘર, ઇમ્પિરિયલ હાઇટ્સ,બિગ બજાર સામે, 150 ફૂટ રિંગ રોડ,રાજકોટ | ૯૪૦૯૭ ૪૩૩૬૨ |
૯ | પંચનાથ એનિમલ હોસ્પિટલ,પંચનાથ મંદિર, રાજકોટ | ૯૪૨૮૫ ૧૭૬૦૦ |
૧૦ | શેણી મેમોરિયલ ટ્રસ્ટ (એનિમલ હેલ્પલાઈન શેલટર)શ્રેયાંશ સ્કૂલ પાછળ, એફ. સી. આઈ. ગોડાઉન રોડ,શેઠ નગર પછી તરત, પ્રિન્સેસ સ્કૂલ ગ્રાઉન્ડ પાછળ, જામનગર રોડ , રાજકોટ | ૯૮૯૮૦ ૧૯૦૫૯ / ૯૮૯૮૪ ૯૯૯૫૪ |
રાજકોટ જિલ્લામાં કંટ્રોલરૂમની માહિતી
ઘવાયેલા પશુ-પક્ષીઓની સારવાર માટેના ઈમરજન્સી નંબર
ડીસ્ટ્રીકટ ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ નં. ૦૨૮૧–૨૪૭૧૫૭૩, ટોલ ફ્રી નં.૧૦૭૭
ક્રમ | પશુ દવાખાના | મોબાઈલ નંબર | ડોક્ટરનું નામ |
૧ | કુવાડવા,ગવરીદડ,રાજકોટ,સરધાર | ૯૮૭૯૪૨૦૬૧૨,૯૫૭૪૫૨૮૯૭૬ | ડૉ. દેલવાડિયા |
૨ | ઉપલેટા,ભાયાવદર,પાનેલી | ૯૭૨૬૬૩૧૪૩૯,૯૮૭૯૭૪૬૬૫૬ | ડૉ. કાસુન્દ્રા |
૩ | રામોદ,કોટડાસાંગાણી | ૮૧૬૦૬૯૦૯૯૦,૯૭૨૬૧૬૭૪૫૬ | ડૉ. કારેજિયા |
૪ | ગોમટા, ગોંડલ | ૯૬૮૭૯૮૯૬૮૨, ૯૭૨૬૧૬૭૪૫૬ | ડૉ. સાવલિયા |
૫ | વિંછીયા | ૯૬૬૨૦૭૨૨૮૬ | ડૉ. ખોરજિયા |
૬ | દડવી, જામકંડોરણા | ૭૦૧૬૩૬૧૯૮૭ | ડૉ. રાતાણી |
૭ | વિરપુર , જેતપુર | ૯૭૨૬૩૮૪૫૨૯,૯૮૨૫૮૧૪૩૨૯ | ડૉ. રૂપાપરા |
૮ | ધોરાજી | ૯૮૨૫૩૧૮૩૫૪,૯૯૭૯૬૪૯૯૫૯ | ડૉ. ઠુંમર |
૯ | હડમતીયા, ખંભળા, પડધરી | ૯૪૨૬૨૪૭૨૪૦,૭૫૭૪૯૫૦૨૦૫ | ડૉ. મેરજા |
૧૦ | લોધિકા,ખાંભા | ૯૮૨૫૬૫૦૧૪૫,૯૯૦૯૩૦૫૫૦૫ | ડૉ. સાવલિયા |
૧૧ | વિરનગર,ભાડલા, જસદણ | ૯૮૭૯૮૦૩૪૩૨ | ડૉ. કાગડા |