• ગુજરાત રાજ્ય પોલીસ મહાનિર્દેશકને રજૂઆત કરવામાં આવી

અહિંસા મહાસંઘના પંકજભાઈ બૂચ દ્વારા જણાવાયું છે કે, પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ-૧૯૬૦ અન્વયે પરિવહન અને ખેતી માટે વપરાતા પ્રાણીઓ પર થતી ક્રૂરતાના નિવારણ માટેના નિયમો-૧૯૬૫ ભારત સરકારે પ્રસિધ્ધ કર્યા છે. આ નિયમોમાં નીચે મુજબ જોગવાઈ કરવામાં આવી છે.

નિયમ– ખેતી તથા ભારવહન માટે પશુઓના ઉપયોગ માટેની સામાન્ય શરતો.

કોઈપણ પશુને ખેતી માટે અથવા પરિવહન કે વજન વહન કરવા માટે કોઈપણ વ્યક્તિ..

(૧) દિવસમાં કુલ ૯ કલાક કરતાં વધુ સમય માટે,

(૨) પશુને આરામ કરાવ્યા વગર પાંચ કલાકથી વધુ લાગલગાટ સમય માટે,

(૩) બપોરે ૧૨ કલાકથી ૩ કલાક સુધી એવા સ્થળે જયાં ગરમીનું પ્રમાણ ૩૭ સેલ્સિયસ (૯૯ ફેરનહાઈટ) થી વધુ રહેતું હોય, ઉપયોગમાં લઈ શકાય નહીં.

ઉપરોક્ત જોગવાઈ હોવા છતાં પ્રવર્તમાન ગરમીની સિઝનમાં ભાર ખેચતા વાહનો પાસે કામગીરી કરાવવમાં આવે છે. આ વાત ધ્યાન પર આવતા જીવદયા પ્રેમી અને અહિંસા મહસંઘ સંસ્થાનાં ટ્રસ્ટી એવા પંકજભાઈ બુચ દ્વારા ગુજરાત રાજ્ય મહાનિર્દેશકને વર્તમાન ઉનાળાના સમયમાં તાપમાન સામાન્ય રીતે ૪૧ ડીગ્રીથી વધારે પહોંચે ત્યારે તેને ધ્યાને બપોરે ૧૨.૦૦ થી ૩.૦૦ ના સમય દરમ્યાન ભાર ખેંચતા પ્રાણીઓને આ કામગીરીમાંથી મુકત કરાવવા તેમના તાબા હેઠળના અધિકારીશ્રીઓને સૂચના આપવા આ પત્રમાં અહિંસા મહાસંઘના પંકજભાઈ બૂચ દ્વારા આ પત્રમાં રજૂઆત કરાઇ છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *