જેમ જેમ હું મોટો થતો ગયો તેમ તેમ હું સમજી ગયો કે જો હું રૂ. 300 ની ઘડિયાળ પહેરું કે રૂ. 30000 ની, બંને સમય તો સમાન બતાવશે.
મારી પાસે રૂ. 300 ની બેગ હોય અથવા રૂ. 30000 ની તેની અંદરની વસ્તુઓ કે સામગ્રીમાં કોઈ ફેરફાર થશે નહીં. હું 300 વારના ઘરમાં રહું કે 3000 વારના ઘરમાં, એકલતાનો અહેસાસ સરખો જ હશે.
અંતે મને એ પણ ખબર પડી કે જો હું બિઝનેસ ક્લાસમા મુસાફરી કરુ કે ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરુ, મારા મુકામ પર તો તે જ નક્કિ સમય પર પહોંચીશ.
એટલા માટે તમારા બાળકોને ખૂબ સમૃદ્ધ કે સુખી બનવા માટે પ્રોત્સાહિત કરશો નહીં પરંતુ તેમને કેવી રીતે ખુશ રહેવું તે શીખવો અને જ્યારે તેઓ મોટા થાય ત્યારે વસ્તુઓનુ મહત્ત્વ જુએ, તેમની કિંમત નહીં.
ફ્રાંસના એક વાણિજ્ય મંત્રી નુ કહેવુ હતું કે:
બ્રાન્ડેડ વસ્તુઓ વેપાર જગતનું સૌથી મોટું જૂઠાણું છે, જેનો સાચો હેતુ ધનિકોના ખિસ્સામાંથી પૈસા કઢાવવાનો છે, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો એનાથી ખૂબ પ્રભાવિત થાય છે.
શું તે જરૂરી છે કે હું આઇફોન હમેશાં સાથે લઈ ફરું, જેથી લોકો મને સમજદાર અને બુદ્ધિશાળી માને ??
શું તે જરૂરી છે કે હું રોજ Mac’d અથવા KFC પર ખાઉં જેથી લોકોને એવું ન લાગે કે હું કંજુસ છું ?
શું તે જરૂરી છે કે હું દરરોજ ડાઉનટાઉન કાફેની મુલાકાત લઈને મિત્રો સાથે બેસું, જેથી લોકો સમજે કે હું એક ઉમદા પરિવારમાંથી છું ??
શું તે જરૂરી છે કે હું Gucci ગૂચી, Lacoste લેકોસ્ટે, Adidas એડિડાસ અથવા Nike નાઇકી પહેરું જેથી લોકો મને high status નો કહે ?
શું જરૂરી છે કે હું દરેક બાબતમાં બે કે ચાર અંગ્રેજી શબ્દોનો બોલવામાં સમાવેશ કરું જેથી મને સંસ્કારી કહી શકાય ??
શું એ જરૂરી છે કે હું એડેલે કે રીહાન્નાને સાંભળીને સાબિત કરું કે હું મોટો થયો છું ??
ના મિત્રો !!!
મારા કપડા સામાન્ય દુકાનોમાંથી ખરીદવામાં આવે છે.
હું પણ મિત્રો સાથે ઢાબા પર બેસી જાઉ છું.
જો તમને ભૂખ લાગે તો લારી કે રેકડી માથી ખાવાનું લેવામા પણ કોઈ તેને અપમાન માનતું નથી.
હું મારી સરળ ભાષામાં બોલું છું.
જો હું ઇચ્છું તો, ઉપર લખેલું બધું કરી શકું છું.
પણ,
મેં એવા લોકોને પણ જોયા છે કે જેઓ બ્રાન્ડેડ જૂતાની જોડીના ખર્ચ જેટલા રૂપિયા મા આખા અઠવાડિયાનું રાશન મેળવી શકે છે.
મેં એવા પરિવારો પણ જોયા છે કે જેઓ મેકડોનાલ્ડ ના બર્ગરના ખર્ચમા આખા ઘર નો એક દિવસ નો ખોરાક રાંધી શકે છે.
મને હવે સમજાયું કે ખુબ બધા રૂપિયા જ સર્વસ્વ નથી, રૂપિયા જીવન જીવવા માત્ર જરૂરી છે પણ એક માત્ર જરૂરિયાત નથી. જેઓ કોઈના બાહ્ય દેખાવ કે સ્થિતિ ના આધારે કિમત લગાવૅ છે , તેમને તરત જ તેમની સારવાર કરાવવી જોઈએ.
માનવીય મૂળનું વાસ્તવિક મૂલ્ય તેની નૈતિકતા, વર્તન, સામાજિકતાની રીત, સહાનુભૂતિ અને ભાઈચારો છે, ના કે તેનો દેખાવ.
એકવાર સૂર્યાસ્ત સમયે, સૂર્યે બધાને પૂછ્યું : “મારી ગેરહાજરીમાં મારી જગ્યાએ કોણ કામ કરશે?”
આખી દુનિયામાં મૌન હતું. કોઈની પાસે જવાબ નહોતો. પછી ખૂણામાંથી અવાજ આવ્યો.
એક નાનકડા દીવાએ કહ્યું – “હું છું ને ” હું મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ.
તમારા વિચારમાં તાકાત અને તેજ હોવું જોઈએ. તમે નાના કે મોટા હોવ તેનાથી કોઈ ફરક પડતો નથી, તમારી વિચારસરણી મોટી હોવી જોઈએ. તમારા મનની અંદર દીવો પ્રગટાવો અને હંમેશા હસતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *