ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ દ્વારા સમગ્ર ભારતમાં જીવજંતુઓ, પક્ષીઓ, પ્રાણીઓ અંગે લોકજાગૃતિ કેળવાય તેમજ તેમનું કલ્યાણ થાય તેવા ઉમદા અને પવિત્ર આશયથી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાએ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિલમ (પી.સી.એ.)એકટ ૧૯૬૦ ની કલમ-૪ હેઠળ પ્રાણી કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે, સામાન્ય રીતે અને કોઈપણ આધીન પ્રાણીઓના રક્ષણના હેતુ માટે સ્થાપિત એક વૈધાનિક સંસ્થા છે. એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાને પ્રાણીઓને બિનજરૂરી પીડા, પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા નિવારણ માટે કાયદાને અમલમાં રાખવા અથવા અમલમાં રાખવાના કાર્યો સોંપવામાં આવ્યા છે. સરકાર અથવા સ્થાનિક સતાધિકારી અથવા અન્ય વ્યકિતને જરૂરી નવા કાયદા અને નિયમો બનાવવા અને કોઈપણ રીતે પ્રાણીઓને બિનજરૂરી પીડા અને વેદનાને રોકવા માટે કાયદાના શાસનમાં સુધારો લાવવાની જવાબદારી છે. ભારતના બંધારણની કલમ-૫૧એ (જી) કહે છે કે જંગલ, સરોવરો, નદીઓ અને વન્યજીવન સહિત કુદરતી પર્યાવરણની રક્ષા કરવી અને તેમાં સુધારો કરવો અને જીવંત જીવો પ્રત્યે કરૂણા રાખવી તે ભારતના દરેક નાગરીકની ફરજ છે. બંધારણે દરેક નાગરીકને ખોરાક, પાણી, આશ્રય અને જરૂરીયાત મુજબ અન્ય તબીબી સહાય આપીને જીવંત પ્રાણીઓનું રક્ષણ થાય તે જોવાનો મૂળભૂત અધિકાર આપ્યો છે. ભારણ પ્રેમ અને કરૂણાની ભૂમિ છે, તે દેશની સંસ્કૃતિ અને પરંપરા છે કે આપણે તેના પ્રત્યે દયા અને કરૂણા દર્શાવીએ છીએ. દેશના નાગરીકો પરની બંધારણીય ફરજનું પાલન કરીને પ્રાણી અને પક્ષીઓની મદદ કરીએ. ઉનાળાના ધોમધતા તાપમાં જીવંત જીવોની છીપાવવા માટે પાણી મુખ્ય સ્ત્રોત છે. પશુ કલ્યાણ સંસ્થાઓ, પ્રાણી પ્રેમીઓ, વ્યકિતઓ અને નાગરીકોને એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા સૌ રાજય સરકારોને તથા નાગરીકોને વિનંતી કરવામાં આવી છે કે, પક્ષીઓ અને પ્રાણીઓ મો ધાબા પર, ઘરની બહાર અને સ્વચ્છ સ્થળોએ પાણીના બાઉલ મૂકવા જેથી પ્રાણીઓ ઉનાળામાં તેમની તરસ છીપાવી શકે. પાણીના દૂષણને ટાળવા થવા તેને ગંદા થવાથી અટકાવવા માટે બાઉલને સાફ કરવા અને દરરોજ તેમાં પાણી બદલવું જોઈએ તેવું એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડીયાના મેમ્બર ગીરીશભાઈ શાહ તેમજ પ્રેસ અને પબ્લીક રીલીશન્સ કમિટીનાં મેમ્બર મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨૨૧૯૯૯) ની યાદીમાં જણાવાયું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *