ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ દ્વારા સમગ્ર ભારતમાં જીવજંતુઓ, પક્ષીઓ, પ્રાણીઓ અંગે લોકજાગૃતિ કેળવાય તેમજ તેમનું કલ્યાણ થાય તેવા ઉમદા અને પવિત્ર આશયથી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. ભારત સરકારનું એનીમલ વેલફેર બોર્ડ ૫-ફેબ્રુઆરી–૨૦૨૨, શનીવારે, વસંત પંચમીએ “પ્રાણી કલ્યાણ દિવસ” તરીકે સમગ્ર ભારતમાં ઉજવશે. આ પવિત્ર દિવસે જીવદયાનું ઉત્કૃષ્ટ કાર્ય કરતા સેવકોને “પ્રાણી મિત્ર” એવોર્ડસની ઘોષણા કરવામાં આવશે. બોર્ડ દ્વારા જીવજંતુ કલ્યાણ અને સંરક્ષણ માટે વ્યક્તિઓ તેમજ સંસ્થાઓને વિવિધ કેટેગરીમાં એવોર્ડસ અપાશે જેમાં પ્રાણીમિત્ર એવોર્ડસ( વિવિધ સાત કેટેગરીમાં જેમાં (૧) વ્યક્તિગત (૨) નવીનતમ વિચારો-વ્યકિતગત (૩) શોર્ય બહાદુરી-વ્યક્તિગત (૪) આજીવન પશુ સેવા—વ્યકિતગત (પ) પશુ કલ્યાણ સંસ્થા (AWO) (૬)સંશોધન અને વિકાસ (AWO) (૭) કોર્પોરેટ અને જીવદયા એવોર્ડસ (વિવિધ ત્રણ કેટેગરીમાં જેમાં (૧) વ્યકિતગત (૨) પશુ કલ્યાણ સંસ્થા (AWO) (૩) ૧૮ વર્ષથી ઓછી વયના બાળકોને વ્યકિતગત) એવોર્ડ અપાશે
આ એવોર્ડ અંગેનું ફોર્મ પૂરેપૂરું સુંદર હસ્તાક્ષરે ભરીને ભલામણપત્ર સાથેના જરૂરી ડોક્યુમેન્ટ પોતાની સહીવાળા હાર્ડકોપીમાં ધ સેક્રેટરી, એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા, (NIAW કેમ્પસ, ૪૨ કે.એમ. માઈલ સ્ટોન,દિલ્હી-આગ્રા હાઈવે, એન.એચ.૨, વલ્લભગઢ, હરીયાણા-૧૨૧૦૦૪ ૫૨ તા. ૧૫ – જાન્યુઆરી–૨૦૨૨ સુધીમાં મોકલી દેવાનું રહેશે ૧૫-જાન્યુઆરી પછી કોઈપણનું ફોર્મ સ્વીકારવામાં આવશે નહી. ફોર્મની એક નકલ સ્કેન કરીને ઈ-મેઈલ aninalwelfareboard@gmail.com પર મોકલવાની રહેશે.
આ અંગેનું ફોર્મ તથા વિશેષ માહિતી એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડીયાની વેબસાઈટ www.awbi.in પરથી મળી શકશે તેમ એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડીયાના મેમ્બર ગીરીશભાઈ શાહ તેમજ પ્રેસ અને પબ્લીક રીલીશન્સ કમિટીનાં મેમ્બર મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨૨૧૯૯૯) ની યાદીમાં જણાવાયું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *