ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડીયા દ્વારા સમગ્ર ભારતમાં જીવજંતું, પક્ષીઓ, પ્રાણીઓ અંગે લોકજાગૃતિ કેળવાય તેમજ તેમનું કલ્યાણ થાય તેવા ઉમદા અને પવિત્ર આશયથી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ભારત સરકારનું એનીમલ વેલફેર બોર્ડ તા.૪ ને સોમવારે, “વિશ્વ પ્રાણી દિવસ” તરીકે સમગ્ર ભારતમાં ઉજવશે, ભારત સરકારનાં પશુપાલન મંત્રી પુરૂષોતમ રૂપાલાજી ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. કામધેનું ધામ ગૌશાળા, ક્રિષ્ના ચોક નજીક, ધર્મ કોલોની પાછળ, ગુરુગ્રામ, હરીયાણા ખાતે યોજાનાર આ પ્રસંગે શ્રી સંજીવકુમાર બાલીયાન (રાજયમંત્રી), ડો. એલ. મુરૂગન (રાજયમંત્રી) ઉપસ્થિત રહી પોતાનું માર્ગદર્શન આપશે. ડો. ઓ.પી. ચૌધરી દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર બધા જ મહેમાનોનો પરીચય આપશે. શ્રી અતુલ ચતુર્વેદી ,ડો. એલ. મુરૂગન તથા ડો. સંજીવ કુમાર બાલિયાન, મંત્રીશ્રી પુરૂષોતમ રૂપાલાજીના હસ્તે એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાનું વેબ પોર્ટલ લોન્ચ કરશે પોતાનું માર્ગદર્શન આપશે. ડો. એસ.કે. દતા પોતાનું માર્ગદર્શન આપી આભારવિધી કરશે. ડો. આર.એસ. ચૌહાણ ડેરીના મેનેજમેન્ટ અંગે તથા શ્રી ગીરીશ જે. શાહ ગૌશાળાના વૈજ્ઞાનીક મેનેજમેન્ટ અંગે તથા એડવોકેટ મનીષા ટી. કારીયા (સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા) રાજયમાં એનીમલ વેલફેર બોર્ડ અંગે તથા ડો. એ.કે. જોષી એનીમલ બર્થ કંટ્રોલના પ્રોગામની સમસ્યા અને તેના નિવારણ અંગે પોતાનું માર્ગદર્શન આપશે. શ્રીમતી પ્રાચી જૈન સમસ્ત આયોજનનું સંકલન કરી રહ્યાં છે. સૌને આ કાર્યક્રમમાં પરોક્ષ રીતે એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની વેબસાઇટ https://webcast.gov.in/dahl ઉપર જોડવવા એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડીયાનાં પ્રેસ અને પબ્લીક રીલેશન્સ કમિટી મેમ્બર મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨૨૧૯૯૯)ની યાદીમાં જણાવાયું છે.

