જીવદયા-ગૌસેવાનાં પ્રશ્નો અંગે આવેદન આપ્યું.
એનીમલ વેલ્ફેર બોર્ડનાં મિત્તલ ખેતાણીએ ગુજરાત રાજ્યનાં નવા કૃષિ તેમજ પશુ પાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની મુલાકાત લીધી. તેમણે મંત્રીશ્રીને જીવદયા-ગૌસેવાનાં પ્રશ્નોનાં નિવારણ અંગે આવેદન આપ્યું. કોરોના મહામારી સર્જાતા જેટલી તકલીફો મનુષ્યને પડી છે એટલી જ અથવા એનાથી પણ વધુ પશુ, પક્ષી, પ્રાણીઓ હેરાન થયા છે. તેમની સાર સંભાળ કરવામાં ખુબ જ મુશ્કેલી પડી છે માટે જીવદયા – ગૌસેવા અંગે મિત્તલ ખેતાણી દ્વારા કેટલીક વિનંતીઓ કરવામાં આવી હતી. તેમાં રાજયની તમામ પાંજરાપોળ/ગૌશાળાને કાયમી, દૈનિક પ્રતિ પશુ પ્રતિદીન 30 રૂપીયા સબસીડી આપવામાં આવે એ અંગે, સ્ટેટ એનીમલ વેલફેર બોર્ડને તાત્કાલીક કાર્યાન્વિત કરવા માટે, ગૌશાળા પાંજરાપોળોને જેની સાથે રોજબરોજનું કામ પડે છે, જેમના થકી અનુદાનની અપેક્ષા પણ હોય છે અને જેને કરોડો રૂપીયાનું ફંડ પણ સરકાર ઉદારચીતે આપે છે તેવા ગૌસેવા આયોગમાં છેલ્લા 4 વર્ષથી કોઇ ચેરમેન નથી માટે ગુજરાત ગૌસેવા આયોગ અને ગૌચર વિકાસ બોર્ડમાં કાયમી ચેરમેનશ્રીની નિમણુંક કરવા અંગે આવેદનો આપ્યા. ટ્રેકટરો દ્વારા ખેતીનાં કારણે બળદોની આવશ્કયતા ઘટી તેથી પ્રદુષણ પણ વધ્યુ માટે હળ દ્વારા બળદ વડે થતી ખેતીને પ્રોત્સાહીત કરવા પગલા લેવા જોઈએ. વાહન વ્યવહારમાં પણ જયાં શક્ય છે ત્યાં તમામ જગ્યાએ બળદગાડુ, ઉંટગાડી, ઘોડાગાડીને પ્રોત્સાહીત કરવામાં આવે, જુવાર બાજરીનાં વાવેતર ઘટયા માટે ખેડૂતો ઘાસચારા લક્ષી જુવાર, બાજરી મકાઈનું વાવેતર વધારે તેવી પ્રોત્સાહક નીતી જાહેર કરવાની, ગુજરાતમાં જેટલા ગૌચર બચ્યા છે તે બાવળ મુકત થાય દબાણ મુકત થાય તેને ફેન્સીંગ થાય તેના અંદર સારો ઘાસચારો ઉગે અને તે દ્વારા તે વિસ્તારના અબોલ જીવોને શાતા વધે તેવું આયોજન કરવા ગુજરાત રાજય સરકારને ભલામણ કરી. ઉપરાંત જેમ જી.એન.એફ.સી. રાસાયાણીક ખાતર પેદા કરે છે અને તે માટે રાજય સરકાર દરેક પ્રકારે અર્થ સહાય કરે છે તે રીતે દરેક પાંજરાપોળ/ગૌશાળાએ ઓર્ગેનીક મેન્ચુર પેદા કરી વ્યવસ્થા છે. ગુજરાત રાજય સરકારની નીતી હોવી જોઈએ તેવો સરકારશ્રીને અનુરોધ કરવામાં આવે છે, દરેક 10 ગામ દિઠ ‘1962 કરૂણા એમ્બ્યુલન્સ’ શરૂ કરવાની ઘોષણા સરકારે કરી છે તેનું તાત્કાલીક અમલીકરણ દરેક 10 ગામ દીઠ થાય તે જોવા પણ વિનંતી કરવામાં આવી છે, ગુજરાતનાં ધાર્મિક સ્થળો યાત્રાધામો જેવા કે પાલીતાણા, ગીર-સોમનાથ, દ્વારકા, ચોટીલા, બહુચરાજી, મહુડી, અંબાજી, પાવાગઢ, ડાકોર, સાળંગપુર, બગદાણા, વિરપુર, મહુડી, શામળાજી, દ્વારકા, રતનપર, ઘેલા સોમનાથ, માટેલ, જુનાગઢ ગીરનાર ક્ષેત્ર વિગેરે ધાર્મિક સ્થળોમાં દર વર્ષે લાખો યાત્રીકો દર્શનાર્થે આવતા હોય છે, આ વિસ્તારોમાં પશુ—પક્ષીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં જોવા મળે છે. આ વિસ્તારોમાં ઘવાયેલા, બિમાર પશુ-પક્ષીઓની સ્થળ પર જ, નિઃશુલ્ક સારવાર માટે શ્રી કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ (સંપર્ક : ટોલ ફ્રી નંબર 1962) ની સેવા ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાય અને કરૂણા એનીમલ એમ્બ્યુલન્સના વિસ્તૃતિકરણ અને આધુનીકીકરણની વિનંતી કરી હતી.