કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા એનીમલ લવર, મંકી મેન સ્વપ્નિલ સોની સાથે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વપ્નિલભાઈ રીયલ એસ્ટેટનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ 14 વર્ષથી કપિરાજને કેળા, સફરજન, રાસબારી, કચ્છી ખજૂર, જામફળ, કેરી, રીંગણ,  બટાકા, ગાજર, રોટલી, બાજરીના રોટલા, કાજુકતરી, સીંગ – ચણા  કાજુ, દ્રાક્ષ, બદામ ખવડાવે છે. તે દરરોજ અમદાવાદ નજીક આવેલ ઓડ, વસઈ, ક્યારેક પાવાગઢથી આશરે 30 કિલોમીટર આવેલ (જાંબુઘોડા) જંડ હનુમાન મંદિર અને દર અઠવાડિયે તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ ગૌમુખમાં કપિરાજને ભોજન પૂરું પાડે છે.જેનો હજારોમાં ખર્ચ થાય છે છતાં સ્વપ્નિલભાઈ મોટાભાગનો ખર્ચ જાતે જ કરે છે અને 5 ટકા જેવી તેમને લોકોની મદદ મળી રહે છે. તેમને આ કાર્ય કરવાની પ્રેરણા મીરોલી ગામના રતિકાકા પાસેથી મળી હતી. તે છેલ્લા 25 વર્ષથી જીવદયાની પ્રવૃતિઓ કરે છે. જેમાં ઘાયલ તેમજ બીમાર પશુ -પક્ષીઓનું વિનામૂલ્યે રેસ્ક્યુ કરી અમદાવાદમાં માંડવીની પોળમાં ગીતાબેન રાંભિયા ટ્રસ્ટ,  દાણીલીમડામાં આવેલ દાનેવ ટ્રસ્ટ, પાંજરાપોળ આંબાવાડીમાં આવેલ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ, થલતેજ વન વિભાગમાં વધુ સારવાર અર્થે આપે છે. તેમજ દર ઉનાળામાં પશુ પક્ષીઓને પીવાના પાણીના કુંડા વિનામૂલ્યે વિતરણ કરે છે.

સ્વપ્નિલભાઈની રામ ભગવાનની વાનર સેનાને સાચવવાની આ પ્રવૃત્તિને લોકો સુધી પહોચાડવા માટે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબીનારમાં સ્વપ્નિલભાઈ પોતાના અનુભવોની વાત કરશે. આ વેબિનાર 7 તારીખે, સોમવારનાં રોજ બપોરે 12 વાગ્યે એનીમલ હેલ્પલાઇનનાં ફેસબુક પેઈજ https://www.facebook.com/animalhelplinekarunafoundation પર લાઈવ કરવામાં આવશે. સૌને આ વેબિનારમાં જોડાવવા મિતલ ખેતાણી, એનીમલ હેલ્પલાઇનનાં પ્રતિક સંઘાણી , રમેશભાઈ ઠક્કર ,  ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ મહેતા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ અંગે વિશેષ માહિતી માટે મિત્તલ ખેતાણી (મો. 98242 21999) અને સ્વપ્નિલભાઈ સોની (મો. 96389 44222) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.   

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *