ગીરા શાહ (અમદાવાદ), નીલેશ રાયચુરા, શિતલ રાયચુરા (વાપી) માર્ગદર્શન આપશે, સૌને જોડાવવા જાહેર આમંત્રણ

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ,  એનીમલ હેલ્પલાઈન, રાજકોટ દ્વારા વખતોવખત જીવદયા, ગૌસેવા, માનવતા અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ ઉપર નિષ્ણાંતોને આમંત્રીત કરી આંતરરાષ્ટ્રીય કક્ષાના વેબીનારના આયોજનો કરાય છે, આ શૃંખલામાં “પશુ-પક્ષીઓને સારવાર, આશ્રયથી જીવતદાન” વિષયક આંતરરાષ્ટ્રીય વેબીનારનું તા.૧૧/૧૦/૨૦૨૨, મંગળવારે બપોરે ૨-૦૦ કલાકે આયોજન કરવામાં આવ્યું છે. આ વેબીનારમાં મુખ્ય વક્તા તરીકે જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ (અમદાવાદ)ના ગીરાબેન શાહ જેઓ છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં અબોલ પશુ-પક્ષીઓને બચાવવા માટે સુંદર હોસ્પીટલ, શેલ્ટર, હેલ્પલાઈનનું સંચાલન કરી રહયાં છે અને અમદાવાદ ખાતે એક બેનમૂન સંસ્થાના પ્રણેતા છે. તેઓ પોતાનું અનુભવ સિધ્ધ માર્ગદર્શન, તકનીકી કૌશલ્ય અંગે સૌને માર્ગદર્શન આપશે. તેજ રીતે વાપી ખાતે જીવદયા—ગૌસેવાનું અદ્ભૂત કાર્ય કરી રહેલું દંપતી નિલેશભાઈ રાયચુરા, શ્રીમતી શિતલબેન રાયચુરા તેઓ પણ આ વિષય પર પોતાનું અનુભવ સિધ્ધ માર્ગદર્શન આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાયચુરા દંપતીએ માત્ર અબોલ જીવોની સેવા સારી રીતે થઈ શકે તે માટે નિઃસંતાન રહેવાનો નિર્ણય પણ કરેલો છે. અને હાલમાં જ ગુજરાત રાજયનાં મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ તેઓ સન્માનીત થયેલા છે. સૌને આ વેબીનારમાં  મંગળવારે બપોરે ૨-00 કલાકે ફેસબુક લીંક https://www.facebook.com/animalhelplinekarunafoundation/ પર લાઈવ નિહાળવા આમંત્રણ અપાયું છે.

આ વેબીનાર અંગેની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯) તથા પ્રતિક સંઘાણી (મો. નં. ૯૯૯૮૦ ૩૦૩૯૩) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. આ વેબીનારને સફળ બનાવવા માટે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઈન રાજકોટના મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, ઘનશ્યામભાઈ ઠકકર, ૨મેશભાઈ ઠકકર, ધિરેન્દ્ર કાનાબાર, રજનીભાઈ પટેલ, એડવોકેટ કમલેશભાઈ શાહ, વિષ્ણુભાઈ ભરાડ, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ મહેતા સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *