શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈનના મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, ધીરૂભાઈ કાનાબાર, એડવોકેટ અભય શાહ વિગેરેની ટીમ દ્વારા ગુજરાતની ગૌશાળા-પાંજરાપોળોના પશુધનને બચાવવા ગાંધીનગર ખાતે રૂબરૂ જઈ ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ સાથે રહીને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરાઈ હતી. રજુઆતમાં જણાવ્યું હતું કે, ગુજરાતની પાંજરાપોળ-ગૌશાળામાં મુખ્યમંત્રીશ્રી તરીકે સંવેદનશીલ નિર્ણલ લઈ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” માટે બજેટમાં ૫૦૦ કરોડ રૂપીયા ફાળવવામાં આવ્યા હતા. ત્યારબાદ કેબીનેટમાં મંજુર કરી એક પશુદિઠ ૩૦ રૂપીયા ૧ એપ્રિલ–૨૦૨૨ થી આપવાનું નકકી કરી જાહેરાત પણ કરવામાં આવેલ ત્યારબાદ આજ દિવસ સુધી અમલવારી કરવામાં આવી નથી. સમગ્ર ગુજરાતની પાંજરાપોળ-ગૌશાળાઓમાં નિભાવ થતા લાખો પશુ નિભાવતી પાંજરાપોળ-ગૌશાળાઓ માટે અતિ કપરો સમય આવ્યો છે. ”મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” તાત્કાલીક શરૂ કરાય તેવી વિનંતી શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈનના મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, ધીરૂભાઈ કાનાબાર સહિતનાઓની ટીમ દ્વારા કરાઈ છે. મુખ્યમંત્રીશ્રીની સાથોસાથ આ રજૂઆત પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ ગાંધીનગર ખાતે રૂબરૂ જઈ કરાઈ છે.
ઉપરોકત રજૂઆત ઉપરાંત સ્ટેટ એનીમલ વેલફેર બોર્ડ કે જે પ્રજા અને સરકાર વચ્ચેનુ સંકલન કરવાનુ ખૂબ મોટું માધ્યમ છે, પરંતુ આ બોર્ડ સુસુપ્ત અવસ્થામાં છે, તેને તાત્કાલીક કાર્યાન્વિત કરવું, ગુજરાતના તમામ જિલ્લાઓમાં (એસ.પી.સી.એ.) ની રચના કરી તેને કાર્યાન્વિત કરવુ અને તેના કામોની રોજબરોજની દેખરેખ માટે (એ.ડબલ્યુ.બી) માં અધીકારીની નીમણુંક કરવી. ગુજરાતમાં જેટલા ગૌચર બચ્યા છે તે બાવળ મુકત થાય દબાણ મુકત થાય તેને ફેન્સીંગ થાય તેના અંદર સારો ઘાસચારો ઉગે અને તે દ્વારા તે વિસ્તારના અબોલ જીવોને શાતા વધે તેવુ આયોજન કરવું. જેમ જી.એન.એફ.સી. રાસાયાણીક ખાતર પેદા કરે છે. અને તે માટે રાજય સરકાર દરેક પ્રકારે અર્થ સહાય કરે છે તે રીતે દરેક પાંજરાપોળ ગૌશાળાએ ઓર્ગેનીક મેન્યુર પેદા કરી વ્યવસ્થા છે. ગુજરાત રાજય સરકારની નીતી હોવી જોઈએ. કરૂણા એનીમલ એમ્બ્યુલન્સના વિસ્તૃતિકરણ અને આધુનીકીકરણ બદલ સ૨કા૨ને ખૂબ ખૂબ અભિનંદન. રાજયના ૪ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં અત્યારે આ સેવાઓ સવારથી સાંજ સુધી કાર્યરત હોય છે. પરંતુ આપ સાહેબશ્રીને વિદીત છે કે, આ પ્રકારની સેવાઓ ખાસકરીને મહાનગરોમાં ૨૪ કલાક ચાલુ રહે તો બાકીના સમયમાં પણ અબોલ જીવોને સારવાર અને સારવાર થકી જીવતદાનનો લાભ મળી શકે. રાજયના ૪ મહાનગરોમાં કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ (૧૯૬૨)ની સેવાઓ ૨૪ કલાક, પુરતા સ્ટાફ સાથે તાત્કાલીક શરૂ કરાવવી. સમગ્ર રાજયમાં ‘કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ–૧૯૬૨’ ની સેવા ૨૪ કલાક કરવામાં આવે. આ સેવા અંતર્ગત ઘાયલ પશુ-પક્ષીઓ માટે શેલ્ટરની વ્યવસ્થા ઉભી કરવામાં આવે. જરૂર પડયે સ્થાનીક ગૌશાળા-પાંજરાપોળ સાથે ટાઈઅપ કરવામાં આવે.દરેક જીલ્લા-શહેરમાં સંકલન માટે એક નોડલ ઓફીસરની નીમણુંક કરવામાં આવે જેથી સમગ્ર વ્યવસ્થા, સેવા, અમલીકરણમાં જવાબદારી સુનિશ્રીત થાય.૧૯૬૨ સેવા અંતર્ગત ઘાયલ પક્ષીઓને સ્વીકારી નજીકનાં નિશ્ચીત આશ્રયસ્થાને મુકવામાં આવે. આ સેવા અંતર્ગત પશુધનની સંખ્યા અનુસાર શહેરો/ગામડાઓમાં એમ્બ્યુલન્સ વધા૨વામાં આવે જેથી સારવાર વધુ ઝડપી થઈ શકે. દરેક ૧૦ ગામ દીઠ ‘૧૯૬૨ કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ’ શરૂ ક૨વાની સરકારે જે ઘોષણા કરી છે તે તાત્કાલીક ધોરણે અમલીકરણ થાય અને ફરજીયાત પણે દરેક ૧૦ ગામ દીઠ એક એક પશુ એમ્બ્યુલન્સ ચાલુ થાય અને જે ૨૪ કલાક ચાલતી હોય જેથી કોઈપણ પશુ-પંખી હેરાન ન થાય અને પશુપાલકોને સેવા સારી રીતે મળે તેવી રજૂઆત ગાંધીનગર ખાતે રૂબરૂ જઈ કરાઈ હતી. ઉપરોકત તમામ રજુઆતો મુખ્યમંત્રીશ્રીએ શાંતીથી સાંભળીને આ સબસીડીની રકમ અચૂકપણે ગૌશાળા-પાંજરાપોળોને જુની તારીખથી ફરીથી મળશે જ તેમજ જીવદયા અંગેની તમામ રજુઆતોનું તાત્કાલીક, યોગ્ય નિવારણ થશે તેવી ખાત્રી આપી હતી.