• ‘જીવદયા અને શાકાહાર, ગૌમાતાનું સમાજને પ્રદાન તેમજ મકરસંક્રાંતિનાં સમયે પક્ષીઓને બચાવવા’ વિષય પર પ્રદર્શનીનું પણ આયોજન
  • રાજુ ભટ્ટ, નીરુ દવે તથા સાથી કલાકારો સૌ ને રસતરબોળ કરશે

રાજકોટમાં છેલ્લા 18 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. છેલ્લા 18 વર્ષથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ–પક્ષીઓની વિનામૂલ્યે સારવાર કરતું ‘મોબાઇલ પશુ ચિકિત્સાલય’,’એનિમલ હેલ્પલાઇન અને વેટરનરી હોસ્પિટલ’ સ્વરૂપે સેવારત કરાયું છે. અત્યાર સુધીમાં 8,00,000 જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની સ્થળ ઉપર જ, વિનામૂલ્યે,નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા, 10 (દસ) એમ્બ્યુલન્સ તેમજ બે બાઇક એમ્બયુલન્સ થકી ઓપરેશન સહિતની સારવાર થઈ છે, થતી રહે છે. દર માસે લગભગ 9000 જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની નિષ્ણાંત પશુચિકીત્સકોની ટીમ દ્વારા, સ્થળ પર જ, વિના મૂલ્યે તેઓ સાજા થાય ત્યાં સુધીની સઘન–સારવાર કરવામાં આવે છે. બીમાર અને અશકત, અકસ્માતથી ઘવાયેલ પશુ–પક્ષીઓને ગૌશાળા/પાંજરાપોળ/ સંસ્થાની જ નિઃશૂલ્ક વેટરનરી હોસ્પિટલમાં દાખલ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. સમગ્ર ભારતમાં, 18 વર્ષમાં અંદાજે 20,00,000 ચકલીના માળા, પક્ષીના પાણી પીવાના કુંડાનુ નિઃશુલ્ક વિતરણ કરાયુ છે. ગૌમાતાની પાણી પીવાની કુંડી સંસ્થા દ્રારા નિઃશુલ્ક આપવામાં આવે છે. સંસ્થા દ્વારા નિઃશુલ્ક વેટરનરી હોસ્પિટલ પણ ચલાવવામાં આવે છે. સંસ્થાની નિઃશુલ્ક વેટરનરી હોસ્પિટલ અને શેલ્ટર (પાંજરાપોળ) માં અંદાજે 1200 જેટલા બીમાર, અશકત,ઘવાયેલા પશુ-પક્ષીઓને આશ્રય, સારવાર સતત મળે છે. આ હોસ્પિટલમાં ઓપીડી રૂમ, ઓપરેશન થીયેટર, સ્ટાફ ક્વાટર્સ બર્ડ હાઉસ, ગૌશાળા, ચબુતરો, અવેડો સહિતની અનેક સુવીધાઓ ઉપલબ્ધ છે. આ હોસ્પિટલમાં ઓપરેશન સહિતની તમામ સુવીધાઓ નિઃશુલ્ક આપવામાં આવે છે. સમગ્ર સૌરાષ્ટ્રની ગૌશાળા–પાંજરાપોળોને આ નિઃશુલ્ક સુવિધાનો લાભ મળે છે.

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા ‘જીવદયા ભક્તિ સંધ્યા ભોજન મહાપ્રસાદ’ – ભજન ધૂન લાગીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્વર પ્રસ્તુતિ રાજુ ભટ્ટ, નીરુ દવે તથા સાથી કલાકારો દ્વારા કરવામાં આવશે. કાર્યક્રમમાં ધોળકિયા સ્કુલ અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા જીવદયા અને શાકાહાર, ગૌમાતાનું સમાજને પ્રદાન તેમજ મકરસંક્રાંતિનાં સમયે પક્ષીઓને પતંગનાં દોરાથી જે તકલીફો થાય એ વિષય પર પ્રદર્શનીનું આયોજન થયું છે. આ કાર્યક્રમ 25 તારીખે, રવિવારનાં રોજ કે.જી ધોળકિયા સ્કુલ, બાલાજી હોલ પાસે, મહાપૂજા ધામ ચોક, રાજકોટ ખાતે સાંજે 7 કલાકેથી રાખવામાં આવ્યો છે. કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા કૃષ્ણકાંતભાઈ ધોળકિયા, જીતુભાઈ ધોળકિયા તથા ધોળકિયા પરિવારનો ઋણ સ્વીકાર કરવામાં આવ્યો છે. સૌ ને આ કાર્યક્રમમાં પધારવા મિત્તલ ખેતાણી(મો. 98242 21999), પ્રતિક સંઘાણી (મો. 99980 30393), રમેશભાઈ ઠક્કર (મો. 99099 71116), ઘનશ્યામભાઈ ઠક્કર, એડવોકેટ કમલેશભાઇ શાહ, રજનીભાઈ પટેલ, ધીરુભાઈ કાનાબાર, વિષ્ણુભાઈ ભરાડ, પારસભાઈ  ભરતભાઈ મહેતા, ગૌરાંગભાઈ ઠક્કર દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *