શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈનનાં મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, ધીરૂભાઈ કાનાબાર, એડવોકેટ અભય શાહ વિગેરેની ટીમ દ્વારા થોડા દિવસોથી માનનીય હાઈકોર્ટનાં નિર્દેશાનુસાર દરેક શહેરોમાં રખડતા—ભટકતાં પશુઓને પકડવાની ઝુંબેશ ચાલુ છે ત્યારે દરેક શહેર/ગામડાઓમાં એક કમિટી બનાવવામાં આવે જે આ ઢોર પકડવાની કામગીરીનું મોનીટરીંગ કરે અને માન. હાઈકોર્ટના નિર્દેશાનુસાર પશુઓને પકડે અને યોગ્ય જગ્યાએ તેનું સ્થળાંતર કરે, અને તમામ પ્રકારની જરૂરીયાતોનું પાલન કરે ટેવ તેવી રજૂઆત કરવામાં આવી હતી. ઢોર પકડ ઝુંબેશ દરમ્યાન ગૌમાતા–વાછડા બંને છુટા ન પડી જાય, સાથે જ સ્થળાંતર થાય તેનું પુરેપુરૂ ધ્યાન રાખવામાં આવે, પશુઓને કોઈપણ પ્રકારની ઈજા ન પહોંચે તેનું ધ્યાન રાખવામાં આવે , પકડાયેલા પશુઓની નિયત પશુ ડોકટર દ્વારા તબીબી ચકાસણી જરૂરી રસીકરણ, દવા–ઈલાજ વગેરે થાય. જે સ્થળે પશુઓને રાખવામાં આવે છે , તેનું મેનેજમેન્ટ વૈજ્ઞાનિક પધ્ધતિએ થાય અને પશુઓની દેખરેખ–સારસંભાળ માટે પુરતો સ્ટાફ રાખવામાં આવે , દરેક પ્રક્રિયા જવાબદાર અધિકારીનાં સુપરવિઝન અને જવાબદારી સાથે જ થાય, એનીમલ શેલ્ટરની વ્યવસ્થા પણ તાત્કાલીક ગોઠવવામાં આવે, શેલ્ટરની કેપેસીટી પ્રમાણે જ અને ખાસ કરીને જીવદયાનાં દ્રષ્ટિકોણથી જ પશુઓ પકડવામાં આવે તેવી રજૂઆત મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને ગાંધીનગર ખાતે રૂબરૂ જઈ શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈનનાં મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, ધીરૂભાઈ કાનાબાર, એડવોકેટ અભય શાહ સહિતનાઓની ટીમ દ્વારા કરાઈ છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *