> તા.૧૪ અને તા. ૧૫ એમ બે દિવસમાં પર૦ જેટલા કબૂતર, ૨ પેલીગન, ૨ બગલા, ૧ કોયલ, ૧ સમડી(ચો), ૪ ચામાડીયા એમ સમગ્ર પણે ૬૦૦ થી વધુ અબોલ જીવો પતંગની દોરીથી ઘસાઈને સારવારાર્થે લવાયા હતાં.

> મકર સંક્રાંતિએ ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે એનીમલ હેલ્પલાઇન દ્વારા ૧૧ વિશેષ કંટ્રોલ રૂમમાં આણંદ અને જુનાગઢ વેટરનરી કોલેજના વેટરનરી ડોકટરો સહીત ૫૦ ડોકટરો, ૩૦ પેરામેડીકલ તબીબી સ્ટાફ, ૧૫૦ કાર્યકર્તાઓએ ખડેપગે સેવા આપી. ગત વર્ષ કરતા જનજાગૃતિના કારણે પક્ષી ઘવાવાની ઘટના ઓછી બની

> રાષ્ટ્રસંત નમ્ર મુનિ મહારાજ સાહેબ ઉપસ્થિત રહી કેમ્પને આશીર્વાદ પાઠવ્યા.

> પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલની કેમ્પની શુભેચ્છા મુલાકાત

> સમસ્ત મહાજન, ગીરીશભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિ

> ઘર પર, ટેરેસ પર, ઓફિસ પાસે, વિજયળીના થાંભલા પર, જાહેર સ્થળોએ લટકતા દોરા પક્ષીઓ માટે ફાંસીના ગાળીયા સમુ કામ કરે છે જે હટાવી લેવા સંવેદનાસભર અપીલ.

રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબધ્ધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવા૨વા તથા ઇજા પામેલ પક્ષીઓને બચાવવા માટે રાજય સરકાર દ્વારા જીવદયાપ્રેમી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી ‘કરુણા અભિયાન’ શરૂ કરાયું હતું. આ અભિયાન હેઠળ રાજયભરનાં તમામ જિલ્લા કલેકટરની તેમજ મ્યુનિસીપલ કમિશ્નરની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ વન વિભાગ, પશુપાલન વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસ તંત્ર, એનીમલ વેલફેર બોર્ડ, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, વિવિધ ગૌશાળાનો પાંજરાપોળો, વિદ્યુત બોર્ડ અને રાજયભરમાં પથરાયેલ વિવિધ જીવદયાપ્રેમી સંસ્થાઓ વચ્ચે સંકલન સાધી સઘનપણે પક્ષીઓને બચાવવાની કામગીરી સુઆયોજીત ઢબે હાથ ધરાઈ હતી. આ અભિયાનમાં જીવદયાપ્રેમીઓ અને જીવદયાક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ સાથે સંકલન કરવુ અને તેમને જીલ્લા તંત્ર સાથે આ અભિયાનમાં મોટાપાયે સાંકળવુ એ અતિ મહત્વનો અભિગમ રહયો હતો. આ અન્વયે દરેક જિલ્લા મુખ્ય મથકોએ હેલ્પલાઈન, વિવિધ સ્થળોએ ઓપરેશન થિયેટર તેમજ પક્ષીઓનાં સારવાર કેન્દ્રો ઉભા કરી, ઇજા થયેલ પક્ષીઓને સારવાર આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં વનવિભાગ, પશુપાલન વિભાગ, પોલીસ તંત્ર, વિવિધ સરકારી તેમજ અર્ધસરકારી તંત્રો, વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ તેમજ પશુચિકિત્સક અધિકારીઓ, મહાનગરપાલીકા, માહિતી ખાતું, ખાનગી વેટરનરી ડોક્ટરો સહીતનાઓને પણ સામેલ કરવામાં આવેલ હતાં.

આખો દિવસ જુદા જદા વિસ્તારોમાંથી પક્ષીઓ ઈજાગ્રસ્ત થયાના ફોન એનીમલ હેલ્પલાઈનમાં સતત રણકતા રહયાં હતાં. જો કે કરૂણા અભીયાનને લઈને તેમજ તંત્રની કડક કાર્યવાહીને લઈને અને લોકોની સંવેદના વધુ જાગૃત થઈ હોવાના કારણે ગત વર્ષ કરતા ઓછા કેસ આ વખતે સારવારમાં આવ્યા હતાં. સાજા થઈ ગયેલા પશીઓને ફરીથી મુકત ગગનમાં વિહાર માટે છોડી મુકાયા હતાં. તા.૧૪ અને તા. ૧૫ એમ બે દિવસમાં ૫૨૦ જેટલા કબૂતર, ૨ પેલીગન, ૨ બગલા, ૧ કોયલ, ૧ સમઢી(હો), ૪ ચામાડીયા એમ સમગ્ર પણે ૬૦૦ થી વધુ અબોલ જીવો પતંગની દોરીથી ઘસાઈને સારવારાર્થે લવાયા હતાં. ડ્રોનથી પણ ઉંચાઈ પર ફસાયેલા પક્ષીઓને લોકેટ કરી તેમને રેસ્કયુ કરવામાં આવ્યા હતાં. તથા એનીમલ હેલ્પલાઈન દ્વારા ઘર પર, ટેરેસ પર, ઓફિસ પાસે, વિજળીના થાંભલા પર, જાહેર સ્થળોએ લટકતા દોરા પક્ષીઓ માટે ફાંસીના ગાળીયા સમુ કામ કરે છે જે હટાવી લેવા સંવેદનાસભર અપીલ કરી છે.

રાષ્ટ્રસંત નમ્ર મુનિ મહારાજ સાહેબે ઉપસ્થિત રહી કેમ્પને આશીર્વાદ પાઠવ્યા હતા અને શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન રાજકોટની જીવદયા પ્રવૃતિને બિરદાવી હતી અને સંસ્થા વધુને વધુ આવા જીવદયા કાર્યો કરતી રહે તેવી અંતરની શુભેચ્છા વ્યકત કરી હતી.

આ પ્રસંગે ગુજરાત સરકારનાં પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે પણ ઉપસ્થિત રહી કેમ્પનાં વિવિધ વિભાગોમાં જાત નિરીક્ષણ કરી ડોકટરો તથા કાર્યકર્તાઓ તથા સંસ્થાની પ્રવૃતિની ખૂબ જ બારીકાઈથી નોંધ લઈ પ્રવૃતિને બિરદાવી હતી.

આ કંટ્રોલરૂમની મુલાકાતે રાજકોટના જીવદયા પ્રેમી પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયા, ધારાસભ્ય – ડેપ્યુટી મેયર શ્રીમતી ડો. દર્શિતાબેન શાહ, ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા, મેયર ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, જૈન સોશ્યિલ ગ્રુપ રાજકોટ-યુવા તથા સાથી ટીમ, રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળની ટીમ પણ ખાસ ઉપસ્થિત રહયાં હતાં.

મકર સંક્રાંતીએ પતંગનાં દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે ‘કરુણા અભિયાન-૨૦૨૩’ અંતર્ગત કંટ્રોલરૂમનો રાજકોટનાં જીવદયા પ્રેમી કલેકટર અરૂણ મહેશ બાબુ તથા ડી.ડી.ઓ. દેવ ચૌધરીનાં માર્ગદર્શનમાં યોજાયો હતો. જેમાં ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલય, નેશનલ એડવાઈઝરી કમિટીના મિતલ ખેતાણી, એનીમલ હેલ્પલાઈનનાં પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ મહેતા, ચંદ્રકાન્તભાઈ શેઠ તથા સાથી ટીમ પણ ખાસ ઉપસ્થિત રહી સહકાર આપ્યો હતો.’કરૂણા અભિયાન’માં જૂનાગઢ વેટરનરી કોલેજ તથા આણંદ વેટરનરી કોલેજના નિષ્ણાંત તબીબો, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેપલાઈન રાજકોટનાં ડો.નિકુંજ પીપળીયા, ડો. દીપ સોજીત્રા, ડો. રવી માલવીયા, ડો. અરવિંદ ગડારા, ડો. વિવેવ કલોલા, ડો. અર્જુન ધગલ, ડો. કિશન કથીરીયા, ડો. વિવેક ડોડીયા, ડો. માર્મિક ઢેબર, ડો. ભાવિક પંપાળીયા, ડો. રાજીવ સિન્હા, ડો. ગીફટી મહીડા, ડો. મહેશ રામાણી તથા જુનાગઢ વેટરનરી કોલેજના ડો. પિયુષ ડોડીયા, ડો. શ્રેષશ કુંદડીયા, ડો. જયેશભાઈ રામાણી, ડો. સિઝાન પઠાન, ડો. જય જોષી, ડો. યશ સંઘાણી, ડો. સ્મિત સાંગાણી, ડો. જૈનીસ દવે, ડો. જીગર કારેલા, ડો. કુલદિપ લાખણોત્રા, ડો. કુલદિપ ચોચા, ડો. વિવેક રામ, ડો. કરણસિંહ ચાવડા, ડો. ભાયા ગોજીયા, ડો.દર્શિતા જાવીયા, ડો. હાર્દિક જાખોત્રા, ડો. રૈશુદિન શેરસીયા, ડો. ગજેન્દ્રસિંહ, ડો. મહેશ ચુડાસમા, ડો. ક્રિષ્નકુમાર પ્રજાપતિ, ડો. શેરસિંહ યાદવ, ડો. વિષ્ણુ મીણા, ડો. દર્શન બગસરીયા, ડો. ધનંજય મારૂ, ડો. દિપ દુધાત્રા, ડો. કુલદીપ માવાણી, અનંજ જોષી તેમજ ડો. પી.વી. પરીખ તથા તેમની ટીમનો સમગ્ર વ્યવસ્થા અંગે આણંદ વેટરનરી કોલેજનો વિશેષ સહયોગ મળી રહયો છે. ડી.સી.એફ. ડો. તુષાર પટેલ જિલ્લા પશુપાલન વિભાગનાં ડો. ખાનપરા, ડો. અભાણી, ડો. રાકેશ હીરપરા, ડો. ભાવેશ જાકાસણીયા સહિત પ૦ ડોક્ટરો, ૩૦ પેરામેડીકલ તબીબી સ્ટાફ સહિત, ૧૫૦ કાર્યકર્તાઓ ખડેપગે સેવા આપશે. સમસ્ત મહાજનના ગીરીશભાઈ શાહ, કુમારપાળભાઈ શાહ તથા તેમની ટીમ વિશેષ ઉપસ્થિતિ રહયાં હતાં. અર્હમ યુવા સેવા ગ્રુપ, જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ-યુવા તથા સાથી ટીમ નો સુંદર સહયોગ. આ અભિયાન અંતર્ગત ઘવાયેલા પશુની સર્જરી પણ કરાઈ હતી. જરૂર પડયે દાખલ કરવાની પણ વ્યવસ્થા કરાઈ હતી. એકસ-રે, સોનોગ્રાફી સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ હતી. ડ્રોનથી પણ ઉંચાઈ ૫૨ ફસાયેલા પક્ષીઓને લોકેટ કરી તેમને રેસ્કયુ કરવામાં કરવામાં આવ્યા હાં.હજુ પણ ઘર પર, ટેરેસ પર, ઓફિસ પાસે, વિજળીના થાંભલા પર, જાહેર સ્થળોએ લટકતા દોરા પક્ષીઓ માટે ફાંસીના ગાળીયા સમુ કામ કરે છે જે હટાવી લેવા સંવેદનાસભર અપીલ અને અબોલ જીવોના પ્રાણદાનમાં ઉપયોગી થવા જેમાં ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલયની નેશનલ એડવાઈઝરી કમિટીના મિતલ ખેતાણી, એનીમલ હેલ્પલાઈનનાં પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈ મહેતા, ચંદ્રકાન્તભાઈ શેઠ સહિતનાઓએ વિનંતી કરી છે. એનીમલ હેલ્પલાઈનની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯, પ્રતિક સંઘાણી મો.૯૯૯૮૦ ૩૦૩૯૩ પર સંપર્ક કરવા વિનંતી કરાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *