
- જાણીતા સાહિત્યકાર માલદે આહિર વક્તવ્ય આપ્યું
- ગૃહ મેં એક એક ગૌ રહે વો ગુરુ કી આસ
કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા ‘લમ્પી વાયરસથી ગૌમાતાઓનો બચાવ’’ વિષય પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબિનારમાં સાહિત્યકાર માલદે આહિર લમ્પી વાયરસથી અસરગ્રસ્ત ગાયોની પરીસ્થિતિ વિષે જણાવશે અને વર્તમાન સમયમાં ગૌધનને લમ્પી વાયરસ વિષે કેટલું નુકસાન થયું છે અને આ રોગનાં કારણે પશુધન ઓછુ થવાથી કેવા અને કેટલા પ્રકારના નુકસાન થશે તેમજ વેદ, પુરાણ, શાસ્ત્રો, ઋષીમુની, યોગીઓ, ગોરખ દિલીપરાજાથી ભગવાન ક્રૃષ્ણથી આગળ વર્તમાન સુધી ગાયમાતાની મહતા, ગુણ, દેવત્વ, ઉલેખો, શ્લોકો, મંત્રો, મહાભારત પર્વમા ગાયની મહતા વિશે, પદ્મપુરાણ, ભાગવત અને વેદમા ગાયમાતાની મહતા અને તેના ગૌ દ્રવ્યોની દેવત્વભર ગુણગાથા વિષેની ચર્ચા કરી હતી. વેબિનાર એનીમલ હેલ્પલાઈન – રાજકોટનાં ફેસબુક પેઈજ પર લાઈવ કરવામાં આવ્યો હતો. જાણીતા લોકસાહિત્યકાર, લોકગાયક, લેખક, વિદ્વાન સંશોધક માલદે આહિરે આ વેબિનારમાં જણાવ્યું હતું કે વર્ષોથી ભારતનાં કેન્દ્રમાં ગાય છે. દિલીપરાજાથી માંડીને ઋષિમુનીઓ, યોગીઓ, ગોરખનાથ, ભગવાન કૃષ્ણ, વેદ ઋષીઓ ચરક, ભાવનિગનટુ, સુશ્રુત, ધનવંત્રી, ભાવપ્રકાશ એ જણાવ્યું છે કે વિશ્વમાં સૌથી વધારે પૌષ્ટિક આહાર પ્રાપ્ત થતો હોય તો તે ગૌ દ્રવ્યોમાંથી મળે છે. ચરક ઋષિ અને સુશ્રુત કહે છે કે 33 પ્રકારનાં ભયંકર રોગ મટાડવાની ક્ષમતા ગાયના દ્રવ્યોમાં, પંચગવ્યમાં છે. ગાય એ પરમાત્માની મોટામાં મોટી દેન છે કારણ કે ભગવાન બધે જ પહોચી નથી શકતા માટે તેમણે ગાયનું સર્જન કર્યું. એક સમય એવો હતો જયારે ગાયનું પૂજન થતું હતું અને નંદી પૂજન પણ થતું હતું પરંતુ હવે ગૌમાતા માનવસર્જિત કારણોથી પીડાય રહી છે. વિધાતાએ ભારતમાં અલગ અલગ વિસ્તારોમાં, જુદા જુદા પ્રદેશમાં ત્યાંનાં વિસ્તારો પ્રમાણે ગાય જન્માવી છે. જેમ કે કચ્છમાં કાંકરેજ, હરિયાણામાં હરિયાણવી, બેંગ્લોર અને આંધ્રપ્રદેશ બાજુ ત્રણથી સાડા ત્રણ ફૂટ ઉંચી સાવ નાની ગાય હોય છે. દરેક પ્રાંતોની જે ગાય છે એ દેશી ગાય છે. સૌરાષ્ટ્રની ગીર ગાય છે. માણસની આજ્ઞાનતાનાં કારણે બધા આ બ્રીડીંગો મિશ્રિત થયા. જેનાં કારણે ગાયોની દૂધ દેવાની ક્ષમતા પર અસર પડે છે અને તેની સાયકલ તૂટે છે. આજે ગાયો બજારમાં ઉકરડા ચરતી હોય છે. ગાય કોઈને ઓટલે ન બેસે એ માટે સૌ ત્યાં પાણી નાખી દે છે કે પથ્થર આડો મૂકી દે છે. જે ખુબ દુઃખદાયક વાત છે. તેમણે સમગ્ર વેબીનારમાં ગૌપ્રેમીઓ, ગૌસેવકો વિષે અજાણી, અનોખી વાતો કરી હતી. ગૌસેવા, ગૌપ્રેમ પર ચોપાઈઓ અને ભજનો પણ ગાયા હતા તેમજ તેમણે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન – રાજકોટને પોતાના કાર્યો બદલ અભિનંદન આપ્યા હતા.