
મકરસંક્રાંતિએ પતંગના દોરાથી ઘવાતાં પક્ષીઓની સારવાર માટે રાજય વ્યાપી અને ભારતનાં વિવિધ રાજયોમાં પણ પક્ષી સારવાર કંટ્રોલ રૂમ ની વ્યવસ્થા, વૈશ્વિક સ્તરે શાકાહાર પ્રચાર-પ્રસાર અભિયાન તેમજ ઉતરાયણ સંદર્ભે ડોનેશન કાઉન્ટરની વ્યવસ્થા માટે ખાસ મિટિંગનું આયોજન, નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રે ભારતની સૌથી મોટી સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનિમલ હેલ્પલાઈન, રાજકોટ દ્વારા કરવામાં આવ્યું છે.પ.પૂ. આચાર્ય ભગવંત યશોવિજય સુરીશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં જૈન ભુવન, ૨૧–ન્યુ જાગનાથ પ્લોટ, રાજકોટ ખાતે સવારે ૧૧-૦૦ કલાકેથી (સમયસર) પૂરતું સોશ્યલ ડિસ્ટન્સ મેઈન્ટેઈન કરાવીને, જીવદયા મીટીંગ થશે. માસ્ક સૌ અચૂક પહેરી રાખે તેનું સતત ધ્યાન રખાશે. મીટીંગ પુરી થયા બાદ જૈન ભોજન-પ્રસાદની વ્યવસ્થા છે. રસ ધરાવતાં સૌને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઇનના મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨૨૧૯૯૯), પ્રતિક સંઘાણી (૯૯૯૮૦૩૦૩૯૩), રમેશભાઈ ઠકકર (મો.૯૯૦૯૯૭૧૧૧૬), ધીરેન્દ્રભાઈ કાનાબાર (૯૮૨૫૦૭૭૩૦૬), ઘનશ્યામભાઇ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઇ ભરાડ સહિતનાની ટીમે આપ્યું છે.