• આ બે દિવસીય સંપૂર્ણ કાર્યક્રમના સૌજન્ય દાતા અંકિતભાઈ પ્રેમચંદભાઈ શાહ (ધોબીતલાવ – કોડાય) , શ્રીમતી મંજુલાબેન મહેન્દ્ર સંગોઈ ચેરિટેબલ ટ્રસ્ટ (રામદેવ ગ્રુપ – વિલેપાર્લા ) તેમજ શ્રીમતી રિટાબેન હરેશભાઈ વોરા (ભાનું પ્રોપર્ટીઝ – બોરિવલી ગેલડા) છે.

વર્ષ ૧૯૯૦માં જાદવજી રવજી ગંગરની પ્રેરણાથી એન્કરવાલા અહિંસા ધામ હાલમાં ૪૯૦૦ પશુ પક્ષીઓને આશ્રય આપનારી આ સંસ્થા સમગ્ર વિશ્વમાં ‘ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર’ તરીકેની ખ્યાતિ મેળવી છે. આ સંસ્થા પાંચ એકરની વિશાળ જગ્યામાં ફેલાયેલી છે. સંસ્થાના મુખ્ય બે કૅમ્પસ રહેલા છે, અહિંસાધામ વેટરનરી હોસ્પિટલ (સંકુલ) અને અહિંસા ધામ નંદી સરોવર. અહિંસાધામ નંદી સરોવર એ પશુ પક્ષીની રોજીંદી પાણીની જરૂરિયાતને સંતોષવા બનાવવામાં આવેલું માનવસર્જિત સરોવર છે. આ સંસ્થાના સંકુલમાં મ્યુઝીયમ, મિનિ થિએટર, ઓડિટોરિયમ, ગોપાલ સ્મૃતિમંદિર, ICU યુનિટ, દાજેલા પશુઓ માટે બર્ન વિભાગ, બાલવાટિકા, સાધુ સાધ્વી માટે ઉપાશ્રય, અંધ પશુઓ માટે આશ્રય જેવા વિભાગો આવેલા છે. અહિંસા ધામ સંસ્થાને વર્ષ 2008માં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ‘મહાવીર જીવદયા ઍવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો તેમજ વર્ષ 2011માં શ્રીમતી સ્મૃતિ ઈરાનીનાં હસ્તે ‘સ્વર્ણિમ ગુજરાત એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. 

એન્કરવાલા અહિંસાધામ ખાતે બે દિવસીય કાર્યક્રમનું આયોજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય કાર્યક્રમનું આયોજન તા. 09/07/2022, શનિવાર અને તા. 10/07/2022, રવિવારનાં રોજ સવારે 9-30 કલાકથી એન્કરવાલા અહિંસાધામ , પ્રગપુર રોડ જંકશન, તા. મુંદ્રા , કચ્છ ખાતે કરવામાં આવ્યું છે.

શનિવાર તા. 9/7/2022 સવારે 9-30 કલાકે  એન્કરવાલા અહિંસાધામ સંકૂલ ખાતે સંસ્થા પરિચય તેમજ વૃક્ષ, પક્ષી અને ઝેર મુક્ત ખેતી પર વક્તવ્ય આપવામાં આવશે. બપોરે 3 કલાકે નંદી સરોવર ખાતે 9000 દેશી વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે. તેમજ બિયારણ રૂમનું ઉદ્ઘાટન અને ચારો દાનમાં લાવનારનું બહુમાન કરવામાં આવશે. સાંજે 8 કલાકથી એન્કરવાલા અહિંસાધામ સંકૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંગીતાર ગૌરાંગ સોની તથા સુનિલ સોની ઉપસ્થિત રહેશે.

તા. 10/07/2022, રવિવારનાં રોજ એન્કરવાલા અહિંસાધામ સંકૂલ ખાતે સવારે 9-30 કલાકે બીમાર ગાયને લાડુનું જમણ , હોસ્પિટલ નિરીક્ષણ , ઓડિટોરિયમ ખાતે અહિંસા ફિલ્મ બતાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ચારો દાનમાં લાવનાર જીવદયા પ્રેમીઓનું બહુમાન કરવામાં આવશે. ત્યારબાદ ડૉ. એમ. પી. તિલવાણી (મનોચિકિત્સક) – ભુજ , બુધિયા ભગત – ડોણ રાજડા ગ્રામ પંચાયત , રતન ગઢવી (ગૌ સેવા સમિતિ)- મુંદ્રાને અહિંસા એવોર્ડ એનાયત કરવામાં આવશે. જેમાં મુખ્ય અતિથિ તરીકે ડૉ. નિમબેન આચાર્ય (વિધાનસભા અધ્યક્ષ- ગુજરાત) ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં માવજીભાઈ બારૈયા (અદાણી ગ્રુપ – મુંદ્રા ) સામાજિક કાર્યકર , હિતેશભાઈ વોરા (ગુણાતિતપુર – મુંદ્રા ) દ્વારા ઝેરી રસાયણમુક્ત ખેતી અંગે, પ્રાણજીવન કાલરીયા (લેખક – મોરબી ) દ્વારા ‘ગાય અને પર્યાવરણ’ અંગે , દિનેશભાઇ ઠક્કર (વૃક્ષ પ્રેમી – શંખેશ્વર) , ડો. હેતલબેન ચંદા (હીલિંગ ફોર ટ્રી એનર્જી અંગે વક્તવ્ય આપશે. આ ઉપરાંત બિયારણ પર પંકજભાઈ જોશી (ઘાંસ નિષ્ણાંત – ભુજ ) , ભરતભાઇ સુરેજા (પ્રમુખ- નેચર એન્ડ એડવેન્ચર ક્લબ – રાજકોટ) દ્વારા વક્તવ્ય ,  નવીનભાઈ બાપટ (પક્ષી પ્રેમી – ભુજ ) અને અશોકભાઇ ચૌધરી (સ્પંદન સ્ટુડિયો – મુંદ્રા) દ્વારા પક્ષી પર વક્તવ્ય તેમજ મહેશભાઇ અમૂલભાઈ મહેશ્વરી ( સસ્ટેનેબલ મોર્ડન ) દ્વારા પાણી પણ વક્તવ્ય આપવામાં આવશે.

જીવદયાનાં આ બે દિવસીય અહિંસા યજ્ઞમાં જીગરભાઈ તારાચંદભાઈ છેડા (પ્રમુખશ્રી સર્વ સેવા સંઘ ભુજ) (ક.વિ.ઓ. જૈન મહાજન-ભુજ) , કિશોરભાઈ ખાબીયા – જૈન (ચેરમેન ઓફ ખાળીયા ગ્રુપ) , સત્યદેવ જયકરણ બાંકા (વિલેપાર્લા) , પ્રકાશભાઈ સી. દોશી (માંડલ મહાજન પાંજરાપોળ) , જયરામ મેઘજી ભોજાણી (પ્રમુખ-સમન્વય એજુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ) (સુરત) ,  લલીતભાઈ ધામી (તપોવન-અમદાવાદ) , સંદીપભાઈ સી. શાહ (અમદાવાદ) , પરેશભાઈ હર્ષદરાય શાહ (ટ્રસ્ટી – સમસ્ત મહાજન) – બોરીવલી , શ્રી આદિજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ – મુંબઈ , ગૌશાળા મહાસંઘ મહારાષ્ટ્ર – મુંબઈ , રાજેનભાઈ શાંતીલાલ શાહ (ગ્રેટ એસ્કેપ વોટરપાર્ક) – અંધેરી , દિપેશભાઈ હસમુખભાઈ વોરા (મોટીવેશનલ સ્પીકર) બોરીવલી , અજીતભાઈ એચ. જટાનીયા (એસ્ટેટ કન્સલ્ટન્ટ-CSR) – બોરીવલી , ગુલાબચંદભાઈ શામજી હરિયા (લેમિંગ્ટન રોડ – નરેડી) , જવેરચંદભાઈ લીલાધર ગાલા (લેમિંગ્ટન રોડ – ભોજાય) , અજયભાઈ માંડવિયા (વિલેપાર્લા) , હર્ષદભાઈ નાનાલાલ મહેતા (નમ્રતા ઇલેટ્રોનિકસ્) લેમિંગ્ટન રોડ- લોડાઈ , લક્ષ્મીનારાયણ ચાંદક (પ્રમુખ – વિશ્વ હિંન્દુ પરિષદ મહારાષ્ટ્ર ગૌશાળા) મુંબઈ , રાજેન્દ્રજી નાયર (સેલ્ફ ડીફેન્સ ટ્રેનર) મુંબઈ , ઉજાસકુમાર શાંતીલાલ પટેલ (રૂડાણી) (ગુરૂકૃપા કન્ટ્રક્શન) બોરીવલી – કોડાય , જીવદયા અભિયાન મલાડ ફાઉન્ડેશન – મુંબઈ , દિપેશભાઈ જગદીશ સિધ્ધપુરા (વિનાયક ઇન્ટરપ્રાઈઝ) લેમિંગ્ટન રોડ-પડધરી , કાર્તિકભાઈ નેમચંદભાઈ ગાલા (ભાયંદર-ભુજપુર) ,  મનિષભાઈ જયંતીલાલ ગડા (ભાયંદર-હાલાપુર) , મુકેશભાઈ કિશનરાજ મહેતા (ભાયંદર – રાજસ્થાન) અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. આ બે દિવસીય સંપૂર્ણ કાર્યક્રમના સૌજન્ય દાતા અંકિતભાઈ પ્રેમચંદભાઈ શાહ (ધોબીતલાવ – કોડાય) , શ્રીમતી મંજુલાબેન મહેન્દ્ર સંગોઈ ચેરિટેબલ ટ્રસ્ટ (રામદેવ ગ્રુપ – વિલેપાર્લા ) તેમજ શ્રીમતી રિટાબેન હરેશભાઈ વોરા (ભાનું પ્રોપર્ટીઝ – બોરિવલી ગેલડા) છે. આ કાર્યક્રમની વિશેષ માહિતી મેળવવા માટે મહેન્દ્રભાઈ સંગોઈ (મો. 9821151364) , હરેશભાઈ વોરા (મો. 9821160529) , અમૃતભાઈ છેડા (મો. 9892561968) , મૂલચંદભાઈ છેડા (મો. 9821911299) નો સંપર્ક કરવા ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસાધામની યાદીમાં જણાવાયું છે.  

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *