રાજકોટમાં છેલ્લા ૨૫ વર્ષથી ચલાવવામાં આવતી શ્રીજી ગૌશાળા કે જયાં ૧૮૦૦ થી વધુ ગૌમાતાઓનો નિભાવ થઈ રહયો છે સાથે સાથે આજુબાજુના વિસ્તારોની નાની-મોટી ગૌશાળાઓને પણ મદદરૂપ થઈ રહયાં છીએ. તેવી જ રીતે શ્રી ટ્રસ્ટ–એનીમલ કરૂણા હેલ્પલાઈન ફાઉન્ડેશન દ્રારા બે હોસ્પીટલો, ૧૦ એમ્બ્યુલન્સ, બે બાઈક એમ્બ્યુલન્સ દ્વારા બિનવારસી, રસ્તે રઝડતી બીમાર ગાયો તથા પશુ-પક્ષીઓની નિઃશુલ્ક સારવાર તથા ભોજનની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવે છે. જેમાં ૨૨૫ થી ૩૦૦ જીવોની દરરોજ સારવાર કરવામાં આવે છે. કચ્છ જિલ્લાના રાપર તાલુકાના પશુ પાલકોની ગાયોને પશુ પાલકો સાતથી આઠ માસ વનવગડામાં ચરાવવા લઈ જાય છે પરંતુ આ ઉનાળાના ધોમધખતા તાપમાં ૪-૫ મહિના સુધી ગાયોને ચરવા માટે કાંઈ મળતુ નથી તે માટે સહ કોઈનો સાથ સહકાર પ્રાપ્ત થાય છે. જે દ્રારા લીલુ સુકા ઘાસચારાની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવે છે અને તે માટે કચ્છના પશુપાલકો પોતાના માલઢોરને લઈને રાજકોટમાં આવેલ ન્યારા ગામ ખાતે અને રતનગામ ખાતે આશરો લેતા હોય છે તેમને સૌ દાતાઓના સહયોગથી ઘાસ પહોંચાડવામાં આવે છે તેવી જ રીતે રાપર તાલુકાના ખાંડેર, આડેસર, પલાસવા, લોદરાણી, નાગપુર અને ટગા ગામની ૨૦૦૦ થી વધુ ગાયોને ઘાસચારો હજુ ૩ થી ૪ માસ પહોંચાડવાની વ્યવસ્થા કરવામા આવે છે. અબોલ જીવોને સાચવવાનું એકમાત્ર કારણ એ છે કે ગાયો અમૃત જેવું દુધ, ગોબરથી નવી જમીનનું સર્જન થાય છે અને ગૌમૂત્ર દ્વારા પેસ્ટીસાઈડનો કુદરતી વિકલ્પ છે જેના દ્વારા મનુષ્યમાં બીમારીઓનું પ્રમાણ ઘટે છે, વિકારો જન્મતા નથી જેના હિસાબે દયા, કરૂણાનો ભાવ પ્રગટ થાય છે. ગાયોને લીલો–સંકો ઘાસચારો નીરણ મોકલવા દાતાશ્રીઓને શ્રીજી ગૌશાળાનાં રમેશભાઈ ઠકકર તથા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટનાં મિતલ ખેતાણી દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ અંગેની વિશેષ માહિતી માટે રમેશભાઈ ઠકકર મો.નં. ૯૯૦૯૯ ૭૧૧૧૬, મિતલ ખેતાણી મો.નં. ૯૮૨૪૨ ૨૧૯૯૯, પ્રતિક સંઘાણી મો.નં.૯૯૯૮૦ ૩૦૩૯૩ ધીરૂભાઈ કાનાબાર મો.નં. ૯૮૨૫૦ ૭૭૩૦૬ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *