સમગ્ર ગુજરાત,ભારતના ગોપ્રેમીઓ માટે આગામી સપ્ટેમ્બર 2022 તા. 10 અને 11 શનિ, રવિનાં રોજ બે દિવસીય વર્ગનું આયોજન.

નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર નાની નાગલપર, અંજાર-કચ્છ દ્વારા ગાય આધારીત ઉત્પાદનના બે દિવસીય ગૃહ ઉદ્યોગ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.
શનિવારે સવારથી રવિવાર સાંજે સુધીના આ આયોજનના ઉદ્ઘાટન સત્રમાં સ્વામિ. મંદિર અંજારના પુ. સંતોના આશિવઁચન અને મેઘજીભાઈ હિરાણી (ગો સેવા ગતિવિધિ સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક) નું અનુભવી માર્ગદર્શન રહેશે.
અન્ય સત્રોમાં “આપણાં જીવનમાં ગાયનું મહત્વ” એ વિષય ઉપર શ્રી મનોજભાઇ સોલંકી (ગ્રામ વિકાસ સંયોજક, સૌરાષ્ટ્ર પ્રાંત) અને “પંચગવ્ય થી મનુષ્ય ચિકિત્સા” એ વિષયે શ્રી વિજયભાઈ રાબડીયા (પંચગવ્યથી મનુષ્ય ચિકિત્સા વિષય પ્રમુખ, ગો સેવા સૌરાષ્ટ્ર પ્રાંત) નું ઉપયોગી સંબોધન રહેશે.
બે દિવસના અતિ વ્યસ્ત આયોજનમાં અનેક પ્રોડકટનું પ્રેક્ટિકલ પ્રશિક્ષણ જેમાં ખજૂર, માવા, ડ્રેગન ફ્રૂટ, ચીકુ,કેશર,બદામ, જેવા નેચરલ સ્વાદની કોઇપણ પ્રકારના એસેન્સ, કૃત્રિમ રંગો કે સેક્રિન વગરની વિવિધ પ્રકારની કુલ્ફીઓ અને ગોબર ઉત્પાદનોમાં ગણેશ, દિપક, કુંડા પ્રત્રિકા, ઈંટ,કલર,તોરણ, સીડબોલ, કી ચેઇન, માળા ગોબર રાખડી, સ્કીન પાઉડર, બેબી પાવડર, છાસ મસાલો, ફેરપેક,
પંચગવ્યનસ્ય,સાબુ ,સેમ્પુ,ગો નાઈલ, કુંડા જેવી ગોબર અને પંચગવ્ય આધારિત વસ્તુઓ બનાવવા સહિતનાં પ્રેક્ટીકલ શિક્ષણમાં દિપીકાબેન હિરાણી, નિકુંજભાઈ હિરાણી, મેઘજીભાઈ હિરાણી, વિજયભાઈ રાબડીયા અને રામકૃષ્ણ ટ્રસ્ટ- કુકમાના પ્રશિક્ષકો પ્રત્યક્ષ માગઁદશઁન આપશે.
આ વગઁમાં જોડાનારે બે દિવસ ફરજીયાત પુર્ણ સમય હાજરી સાથે મર્યાદિત સંખ્યા લેવાની હોવાથી વહેલા તે પહેલાના નિયમે અગાઉથી ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
ભાઇઓ બહેનો માટે રહેવાની વ્યવસ્થા અલગ રાખેલ છે. આ અંગેની વધુ માહિતી અને રજીસ્ટ્રેશન માટે નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર- નાની નાગલપર, અંજાર (કચ્છ)
મો.નં. 7359816838
પર સંપર્ક કરવા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *