• ડો. વલ્લભભાઈ કથીરિયાની રક્તતુલા દ્વારા યુવાનોને રકતદાન અંગેની પ્રેરણા આપવામાં આવી.

સુરત ખાતે સમસ્ત કથીરિયા પરિવાર દ્વારા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કથીરિયા પરિવારના અંદાજે  9000થી વધુ સભ્યોએ હાજરી આપી હતી. આ પ્રસંગે યુવા ટીમ દ્વારા મહારક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અને આ મહારક્તદાન શિબિરમાં એકત્ર થયેલા રક્ત દ્વારા 130 વાર રકતદાન કરનાર રક્તદાતા , પૂર્વ કેન્દ્રીય મંત્રી, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન, કથીરિયા પરિવારના ગૌરવ એવા ડો.વલ્લભભાઈ કથીરિયા અને સમાજ ગૌરવ અલ્પેશભાઈ કથીરિયાની રક્તતુલા કરીને કથીરિયા પરિવારને રકતદાન અંગે જાગૃતિ અને પ્રેરણા આપવામાં આવી હતી. આ પ્રસંગે કથીરિયા પરિવારના સમગ્ર ગુજરાતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નવસારીના સામાજિક કાર્યકર આગેવાન મધુભાઈ કથીરીયા, લોક સમર્પણ બેંક ઓફ સુરતના ચેરમેન હરીભાઈ કથીરીયા,  કાળુભાઈ,  સુરેશ, દેવશીભાઈ  ભગત, અમદાવાદ કથીરિયા પરિવારના ગૌતમભાઈ, કનુભાઈ, શૈલેષભાઈ અને અશોકભાઈ કથીરિયા, સુરત કથીરિયા પરિવારના સ્થાપક વડા દિલીપભાઈ, શિક્ષણવિદ જયસુખભાઈ, ડૉ. જીજ્ઞેશભાઈ અને કથીરિયા પરિવારના વિવિધ ક્ષેત્રના 15થી વધુ તબીબો, ખોડલધામ સુરતના પૂર્વ કન્વીનર ડૉ. કે. કે. કથીરિયા, ભરતભાઈ કથીરિયા અને એવોર્ડ વિજેતા મહાનુભાવો, વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર યુવાનો, મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાજ જીવનમાં યોગદાન બદલ વિશિષ્ટ સૌને વિશેષ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

 પરિવારને સંગઠિત કરીને વૈવિધ્યસભર કૌટુંબિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસમાં સહયોગની હાકલ કરવામાં આવી હતી. કથીરિયા પરિવારની કૌટુંબિક ભાવના, સંબંધ, વ્યક્તિગત આરોગ્ય, શિક્ષણ અને સંસ્કૃતિ, નેતૃત્વ અને સુખ-સમૃદ્ધિ માટે સમયાંતરે વિવિધ કાર્યક્રમો યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વર્તમાન યુવા પ્રમુખ શ્રી જગદીશ કથીરિયાની આગેવાની હેઠળ યુવા અરવિંદભાઈ, રવિભાઈ, પ્રફુલભાઈ, વિરલભાઈ, જયદીપભાઈ, ડો.જીજ્ઞેશભાઈ, સુરેશભાઈ, નીતિનભાઈ, ઘનશ્યામભાઈ, આકાશભાઈ, રામજીભાઈ, યોગેશભાઈ, આશિષભાઈ , મનસુખભાઈ, દિનેશભાઈ સહિતની ટીમે સફળતા અપાવી હતી. દરેક વ્યક્તિએ એક શાનદાર ઇવેન્ટ માટે ટીમને અભિનંદન પાઠવ્યા હતા. એકંદરે કથીરિયા પરિવારના વ્યવસ્થિત આયોજનની દરેક વ્યક્તિ પર ઊંડી અસર પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *