• કચ્છ જળ સંચય અને પ્રાકૃતિક ખેતી દ્વારા નવસંસ્કરણ કરી ઇતિહાસ રચાશે
  • સમસ્ત મહાજન, ગ્લોબલ કચ્છ અને ક્રીડાનાં સંયુક્ત અભિયાનમાં જોડાવવા ભાવભર્યું આમંત્રણ

કચ્છ જળ સંચય, પ્રાકૃતિક ખેતી દ્વારા નવસંસ્કરણ કરી ઇતિહાસ રચવા ‘સમસ્ત મહાજન’ , ‘ગ્લોબલ કચ્છ’ અને ‘ક્રીડા’નાં સયુંકત અભિયાનમાં જોડાવવા સૌ ને આમંત્રણ આપવામાં આવ્યું છે. ‘સમસ્ત મહાજન’ અને ‘ગ્લોબલ કચ્છ’ સયુંકત અભિયાનનાં ‘જળ જિંદાબાદ’ અભિયાન હેઠળ જેટલા ગામો જોડાશે ત્યાં ત્રણ વર્ષમાં સહિયારા પ્રયત્નોથી વિકાસ કાર્યો કરવામાં આવશે. આ અંગે અત્યાર સુધીમાં 52 જેટલા ગામોના પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થઈ ગયા છે જેનો અહેવાલ ગુજરાત સરકારશ્રી અને ગામવાસીઓને આપવામાં આવશે. મુલુંડના કાર્યક્રમમાં ભાગ લેવા તેમજ ‘સમસ્ત મહાજન’ અને ‘ગ્લોબલ કચ્છ’ સયુંકત અભિયાન કાર્યોની વિશેષ માહિતી મેળવવા અને જોડાવવા https://forms.gle/j2tgQeot4NKjfWZD9 પર ઑનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. આ કાર્યક્રમનું આયોજન તારીખ 21 ફેબ્રુઆરી સોમવારનાં રોજ સાંજે 5 વાગ્યે, કાલિદાસ ઓડિટોરિયમ, મુલુંડ-પશ્ચિમ ખાતે કરવામાં આવશે.

 ડૉ. નિમાબેન આચાર્ય (અધ્યક્ષા, ગુજરાત વિધાન સભા) કાર્યક્રમનાં મુખ્ય અતિથી રહેશે. વિરેન્દ્રસિંહ જાડેજા (માંડવી વિધાન સભ્ય), પ્રદ્યુમનસિંહ જાડેજા (અબડાસા વિધાન સભ્ય), ગિરીશભાઈ શાહ (સમસ્ત મહાજન), સુંદરજીભાઈ શાહ (ભારત વાયર રોપ), જયંતભાઈ છેડા (પ્રિન્સ પ્લાસ્ટિક) વિશેષ અતિથીઓની ભૂમિકા ભજવશે. કાર્યક્રમમાં મયંકભાઈ ગાંધી (ગ્લોબલ વિકાસ ટ્રસ્ટ), નરેન્દ્રભાઈ નંદુ (જૈન શાસન રત્ન), મહેન્દ્રભાઈ સંગોઈ (એંકરવાલા અહિંસાધર્મ), વિજયભાઈ છેડા (શ્રી સર્વોદય બિદડા ટ્રસ્ટ), ધીરજભાઈ રાંભીયા (ક્રીડા), શાંતિલાલભાઈ રૂડાણી (ડેવલપર્સ), રાહુલભાઈ જગન્નાથ જોષી (શ્રી કચ્છ દેશીય સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાન), રાજેશભાઈ અનમ (જય ભગવાન) (કચ્છી લોહાણા સમાજ, મુંબઈ), નયનભાઈ ભેદા (શ્રી કચ્છી દશા ઓશવાલ જૈન જ્ઞાતિ મુંબઈ મહાજન, પ્રમુખ), સૂર્યકાંતભાઈ કક્કા (શ્રી મુલુંડ કચ્છી વિસા ઓશવાળ સમાજ, પ્રમુખ), મણીલાલભાઈ સાવલા (USA), હર્ષદભાઈ ધનજીભાઈ ભાનુશાલી (શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ), જીવરામભાઈ ડોસલભાઈ ગઢવી (શ્રી મુંબઈ ચારણ (ગઢવી) સમાજ), રશ્મિકાંતભાઈ ગોર (શ્રી કચ્છી રાજગોર શૈક્ષણિક પ્રવૃત્તિ કેન્દ્ર), જયભાઈ ચીમનભાઈ મધુ (શ્રી મુલુંડ બ્રહ્મક્ષત્રિય સમાજ) ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ધીરજ છેડા દ્વારા કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં જોડાવવા માટે સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઇ શાહ અને ગ્લોબલ કચ્છ ટીમનાં મયંક ગાંધી – 9920788909, બીરેન વોરા – 9702930333, મીરા સત્રા – 9920378778, CA નવીન શાહ – 9821383338, વિશાલ ગડા – 9820635335, દિપક હુરબડા – 9819533511 દ્વારા અપીલ કરવામાં આવી છે. ‘ સમસ્ત મહાજન ‘ અને ‘ ગ્લોબલ કચ્છ ‘ સયુંકત અભિયાનના સંગાથે સેવાઓ મેળવવા (મો. 9322213877) પર સંપર્ક કરવા વિનંતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *